________________
૧૭૧
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ લોકમાં છે અને લોકોત્તરમાં પ્રમાદને વશ ગચ્છની સ્મલિત પ્રવૃત્તિના છાદનથી કોઈક કલ્પના વડે પ્રવચનની પ્રભાવના કરતા મહાત્માનું દષ્ટાંત ચરણકરણાનુયોગને અને લોકને આશ્રયીને (કહેવાયું) વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને નયભેદના મતની અપેક્ષાથી દુષ્ટ હેતુના અભિધાનમાં પણ તેવા પ્રકારના અભિપ્રાયથી તેનું સમર્થન એ સ્થાપનાનું દષ્ટાંત જાણવું. ૩. ભાવાર્થ :
સ્થાપના દ્વારા ઔપચ્ચસત્યભાષાનું સ્વરૂપ બતાવવા અર્થે સ્થાપનાનું સ્વરૂપ બતાવે છે – સ્થાપના ઉદાહરણ:
કોઈ મહાત્મા દોષના આચ્છાદનથી અભીષ્ટ અર્થની પ્રરૂપણા કરે એ સ્થાપના કહેવાય અર્થાતુ પોતાને જે અભીષ્ટ અર્થ છે તેનું સ્થાપન થતું હોવાથી સ્થાપના કહેવાય. (૧) લૌકિક સ્થાપનાઉદાહરણ :
જેમ લૌકિકસ્થાપના માટે હિંગુશિવના પ્રવર્તકનું દૃષ્ટાંત છે. કોઈક પુરુષે રાજમાર્ગમાં પોતે વિષ્ટા કરેલી અને તે અપરાધને ઢાંકવા માટે તેના ઉપર ફૂલોનું સ્થાપન કર્યું. આ રીતે પોતાના અપરાધનું છાદન કર્યા પછી કોઈએ પૂછ્યું કે આ શું છે ? ત્યારે તે લોકોને કહે છે કે આ હિંગુશિવ છે તેથી લોકો તેને હિંગુશિવ માનીને પૂજવા લાગ્યા. આ રીતે પોતાના દોષના છાદન દ્વારા હિંગુશિવના પ્રવર્તક પુરુષે પોતાના ઇષ્ટ અર્થની પ્રરૂપણા કરી તે સ્થાપનાનું દૃષ્ટાંત છે. (૨) લોકોત્તર સ્થાપનાઉદાહરણ:
લોકોત્તરમાં કોઈક ગચ્છમાં પ્રમાદને વશ કોઈક સ્કૂલના થઈ હોય જે અલનાને કારણે ધર્મનું લાઘવ થતું હોય તે વખતે તે ખલનાને કોઈક કલ્પનાથી છાદન કરીને તે પ્રવૃત્તિ દ્વારા જ શાસનપ્રભાવના કોઈ મહાત્મા કરે તો તે સ્થાપનાના દષ્ટાંત દ્વારા કોઈને કહેવામાં આવે કે જેમ આ મહાત્માએ પોતાની અલનાથી થતી શાસનની સ્લાનિનો પરિહાર કર્યો એટલું જ નહીં, તે નિમિત્તને અવલંબીને જ શાસનપ્રભાવના પણ કરી તે પ્રમાણે તમારે પણ તેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વર્તવું જોઈએ. આ પ્રકારની ભાષા સ્થાપનારૂપ દૃષ્ટાંત દ્વારા શ્રોતાને યથાર્થ બોધ કરાવનાર હોવાથી તે ભાષા ઔપચ્ચસત્યભાષા બને છે.
આ કથનમાં હિંગુશિવનું દૃષ્ટાંત લૌકિક છે અને લોકોત્તર દષ્ટાંત અલનારૂપ આચરણાને આશ્રયીને હોવાથી ચરણકરણાનુયોગનું છે. દ્રવ્યાનુયોગ આશ્રયી સ્થાપનાઉદાહરણ -
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને ક્યારેક કોઈક મહાત્મા કોઈક પદાર્થનું નિરૂપણ કરતા હોય અને નયભેદના મતની અપેક્ષાએ અનાભોગથી તે મહાત્મા દ્વારા દુષ્ટ હેતુનું કથન થયેલું હોય તોપણ તેવા પ્રકારના અભિપ્રાયથી તેનું સમર્થન કરે જેમ ત્રિરાશિમત સ્થાપન કરનાર રોહગુપ્ત જીવ અજીવ અને