________________
૧૬૯
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ કહેવાયો. વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને આદાન આદિ ઉપાયથી=વસ્તુના ગ્રહણ-મોચતાદિના ઉપાયથી આત્માના અસ્તિત્વના સાધનનું દષ્ટાંત જાણવું. રા. ભાવાર્થઉપાયઉદાહરણ :
ઉપમાનના ચાર ભેદો છે તેમાંથી ઉદાહરણના ઉપાયરૂપ બીજા ભેદને તેના અવાજોર દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવરૂપ ચાર ઉપાયોથી બતાવે છે –
ઉપાય એટલે પોતાની ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે કરાતો વ્યાપાર. ઉપાયને બતાવનારું ઉદાહરણ તે ઉપાયઉદાહરણ. તે ઉપાય ઉદાહરણ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રયીને ચાર ભેદવાળું છે. તે ચાર ભેજવાળા ઉપાયના દૃષ્ટાંતથી શ્રોતાને વસ્તુનો બોધ કરાવવામાં આવે તે ઉપાયઉદાહરણરૂપ ઔપમ્યસત્યભાષા છે. (૧) દ્રવ્યઉપાયઉદાહરણ :
તેમાં દ્રવ્યઉપાય લૌકિક દૃષ્ટિથી ધાતુવાદ આદિ છે. તેથી કોઈ ઉપદેશક કહે કે જેમ ધાતુવાદ આદિના ઉચિત યત્નથી લોકો ધનને પ્રાપ્ત કરે છે, તેમ આત્મામાં ગુણોની નિષ્પત્તિના ઉચિત ઉપાયોથી આત્માને પોતાને ગુણસંપત્તિરૂપ ધનની પ્રાપ્તિ થાય છે, તેથી જેમ ધાતુવાદને કરનારા અગ્નિ આદિ દ્વારા સુવર્ણ આદિ ધાતુને પ્રાપ્ત કરે છે તેમ શાસ્ત્રનિયંત્રિત ધ્યાનરૂપે અગ્નિ દ્વારા કર્મમળને દૂર કરીને મહાત્માઓ આત્માની ગુણસંપત્તિને પ્રાપ્ત કરે છે એ પ્રકારનું ઉપદેશકનું વચન દ્રવ્યઉપાયરૂપ ઉદાહરણના ઉપમાન દ્વારા કહેવાયું હોવાથી ઔપચ્ચસત્યભાષા છે.
વળી લોકોત્તર દ્રવ્યઉપાયમાં વસ્ત્રાદિના પ્રયોગથી માર્ગાદિમાં પાણીને ગાળીને તેમાં ક્ષારાદિ નાખીને પ્રાસુક ઉદકની પ્રાપ્તિ કરાય છે, તેમ ઉચિત યત્ન દ્વારા સંયમની શુદ્ધિનો ઉદ્યમ કરવામાં આવે તો આત્માના ગુણસંપત્તિની પ્રાપ્તિ થાય છે તે પમ્પસત્યભાષા છે. (૨) ક્ષેત્રઉપાયઉદાહરણ :
વળી લોકોમાં ક્ષેત્રને ખેડીને સ્વચ્છ કરવાનો ઉપાય હળ કુલિકાદિ છે. વળી લોકોત્તર ઉપાય સવારમાં ભિક્ષા આદિ માટે અનાદિ દ્વારા સાધુનો ક્ષેત્રસંચાર એ સંયમની વૃદ્ધિ માટેનો ક્ષેત્ર ઉપાય છે. તેના દૃષ્ટાંતથી કહેવામાં આવે કે જેમ સંસારી જીવો ક્ષેત્રના ઉપાય દ્વારા ક્ષેત્રને ખેતી યોગ્ય કરે છે અને સુસાધુ ક્ષેત્રસંચારરૂપ ક્ષેત્રના ઉપાય દ્વારા સંયમની વૃદ્ધિને અનુકૂળ ઉપાય કરે છે, તેમ જેઓ પોતાના ધર્મવૃદ્ધિના કારણભૂત એવા ઉચિત ક્ષેત્રના ઉપાય દ્વારા=ઉચિત ક્ષેત્રમાં સંચાર કરીને ધર્મને જાણવા યત્ન કરે છે અને ઉચિત ક્ષેત્રના બળથી ધર્મને સેવવાનો યત્ન કરે છે તેઓ અભિલસિત એવી ધર્મવૃદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારનો ઉપદેશકનો વચનપ્રયોગ તે ક્ષેત્ર ઉપાયરૂપ આહરણના ઉપમાન દ્વારા કહેવાયેલો હોવાથી ઔપમ્યસત્યભાષારૂપ છે.