________________
૧૬૧
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૪ છે અર્થાત્ જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ મહાઆરંભ કરીને સાતમી નરકને પ્રાપ્ત કરેલ છે, તેમ વર્તમાનમાં પણ જેઓ મહાઆરંભો કરે છે તેઓ નરકાદિના દુઃખને પ્રાપ્ત કરે છે. આ કથનમાં બ્રહ્મદત્તના ઉપમાનથી= દિષ્ટાંતથી, મહાઆરંભની અનર્થકારિતાનો બોધ થાય છે જે બોધ યથાર્થ હોવાથી તેને કહેનારું વચન ઔપમ્પસત્યભાષા છે.
વળી કલ્પિતઉપમાન દ્વારા પણ સંસારની અનિત્યતાનો બોધ કરાવાય છે તે ઔપમ્પસત્યભાષા છે. જેમ ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં કહ્યું કે વૃક્ષ ઉપરથી પડતાં પીળાં પત્રો કિસલયને કહે છે કે જેમ તમે ખીલેલાં છો તેમ અમે પૂર્વે ખીલેલાં હતાં અને જે પ્રમાણે અમે જીર્ણ થયાં તે પ્રમાણે તમે પણ જીર્ણ થશો. વસ્તુતઃ આ પ્રકારે પડેલું પાંદડું કિસલયને કાંઈ કહેતું નથી પરંતુ તે પ્રકારના કલ્પિતઉપમાન દ્વારા=જાણે પાંડુપત્ર કિસલયને કહેતું ન હોય એ પ્રકારની ઉપમા દ્વારા, કહેવાયેલા ઉપદેશકનાં વચનો યોગ્ય જીવને સંસારની અનિત્યતાનો બોધ કરાવે છે તેથી એ પ્રકારનું ઉપદેશનું વચન પમ્પસત્યભાષારૂપ છે. ગાથાના ઉત્તરાર્ધના ઉત્થાનને કરતાં કહે છે –
કલ્પિતઉપમાનનો પ્રયોગ વિવેકી પુરુષે કરવો જોઈએ નહિ; કેમ કે પાંડુપત્રો સાક્ષાત્ બોલતાં હોય તે અસંભવિત વિષયવાળું છે અને તેવા બાધિત અર્થવાળું કથન સત્યભાષારૂપે છે એમ કહી શકાય નહિ. આ પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –
કલ્પિત પણ ઉપમાન રૂપકભાષાની જેમ તાત્પર્યનો અબાધ હોવાને કારણે નિરર્થક નથી. જેમ કોઈને કહેવામાં આવે કે સંસાર મહાસમુદ્ર છે. તે વખતે સંસારને સમુદ્રનો રૂપક પ્રયોગ કરેલો છે. વસ્તુતઃ સંસાર અને સમુદ્રના અભેદનો બાધ છે તેથી સંસારને સમુદ્ર કહેવો તે દોષરૂપ કહેવાય પરંતુ અનાહાર્ય જ્ઞાનમાં જ બાધબુદ્ધિનું પ્રતિબંધકપણું છે. જેમ રજતને જોઈને આ શક્તિ છે તે અનાહાર્યજ્ઞાન છે છતાં તે પ્રકારનો પ્રયોગ કોઈ વક્તા કરે તો શ્રોતાને બાધબુદ્ધિ ઉત્પન્ન થાય છે તેથી તે પ્રકારનો પ્રયોગ કરી શકાય નહિ છતાં કોઈ કરે તો તે ભાષા મૃષાભાષા છે તેમ કહેવું પડે, પરંતુ સંસાર સમુદ્ર છે એ પ્રકારના રૂપક પ્રયોગમાં આહાર્ય શાબ્દબોધ દ્વારા સંસારની દુસ્તરતાનો બોધ થાય છે તેથી તે પ્રયોગ નિષ્ઠયોજન નથી પરંતુ ઉચિત જ છે અને યોગ્ય શ્રોતાને પણ ભ્રમ થતો નથી કે સંસાર પાણીના સમૂહરૂપ સમુદ્ર નથી છતાં આ મહાત્મા સંસારને સમુદ્ર કહે છે. તેથી તે વચન મૃષા છે તેમ બોધ થતો નથી પરંતુ વિવેકસંપન્ન શ્રોતાને તેવો જ બોધ થાય છે કે સમુદ્રમાં પડેલા જીવને બાહુથી તરીને તેમાંથી નિસ્તાર પામવો અતિદુષ્કર છે તેમ મોહના પરિણામરૂપ સંસારમાંથી મોહના ઉન્મેલનને અનુકૂળ દૃઢ વ્યાપાર કરવારૂપ ભુજાથી સંસાર તરવો દુષ્કર છે, આથી જ મહાસત્ત્વશાળી જીવો અનેક ભવોમાં અંતરંગ મહાયત્ન દ્વારા મોહનું ઉમૂલન કરવાને અનુકૂળ સંયમના વ્યાપારરૂપ ભુજાથી સંસારસમુદ્રને તરી શકે છે. અલ્પ સત્ત્વવાળા તો સંસારથી તરવા માટે જ સંયમનો વેશ ગ્રહણ કરીને પણ અને યત્કિંચિત્ સંયમની બાહ્ય આચરણા કરીને મોહસાગરને તરવા સમર્થ થતા નથી. આ પ્રકારનો બોધ કરાવવામાં રૂપક પ્રયોગ જેવો બોધ કરાવી શકે તેવો બોધ અન્ય પ્રયોગથી થાય નહિ તેથી મહાત્માઓ તેવો પ્રયોગ કરે છે, તેમ કલ્પિતઉપમાનનો પ્રયોગ પણ મુખાર્થના