________________
૧૬૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
ત્યાં આહરણનો અર્થ કરે છે – જે દૃષ્ટાંત પ્રકૃત એવા પમ્યને બતાવવા માટે સંપૂર્ણ ઉપયોગી હોય તે આહરણઉપમાન કહેવાય. અપાયઉદાહરણ :વળી આહરણઉપમાન અપાય આદિ ચાર ભેદવાળું છે, તેમાંથી અપાયરૂપ ઉદાહરણ પણ ચાર ભેદવાળું છે. તેમાં અપાયનો અર્થ કરે છે –
અનિષ્ટની પ્રાપ્તિ એ અપાય છે અને તેના વિષયવાળા ઉદાહરણને અપાય ઉદાહરણ કહેવાય છે. તે અપાય પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને ચાર પ્રકારનો હોવાથી અપાય ઉદાહરણના ચાર ભેદોની પ્રાપ્તિ છે. (૧) દ્રવ્યઅપાયઉદાહરણ :
દ્રવ્યઅપાયના વિષયમાં ધન માટે પરસ્પર વધ કરવા માટે તત્પર થયેલા બે ભાઈઓનું ઉદાહરણ છે. તેથી કોઈ ઉપદેશક શાસ્ત્રમાં પ્રસિદ્ધ ધન નિમિત્તે પરસ્પરના વધ પરિણત બે ભાઈઓનું ઉદાહરણ બતાવીને શ્રોતાને કહે કે જેમ ધનના લોભને વશ આ બે ભાઈઓ પરસ્પરના વિનાશ માટે પ્રવૃત્ત થયા તેમ જેઓ ધન પ્રત્યે મૂર્છા રાખે છે તેઓ ધનની મૂર્છાને વશ વિવેક રહિત થઈને પોતાનું આ લોકનું જીવન અને પરલોકનું જીવન વિનાશ કરે છે. આ સાંભળીને યોગ્ય શ્રોતાને ધન પ્રત્યેની મૂચ્છ અહિતનું કારણ છે તેવી બુદ્ધિ થવાથી સંવેગ ઉત્પન્ન થાય છે અને ઉપદેશકના સંવેગપૂર્વકના ઉપદેશથી તે શ્રોતાને સંવેગ ઉત્પન્ન થયેલો હોય તો પ્રસ્તુત દૃષ્ટાંતના બળથી સંવેગ ધૈર્ય ભાવને પામે છે. તેથી દ્રવ્યઅપાયને કહેનારા ઉદાહરણ દ્વારા જે ઔપચ્યભાષા બોલાય છે તે ઔપમ્પસત્યભાષા છે અને દ્રવ્યઔપમ્પસત્યભાષા દ્રવ્યઅપાયના ઉપમાન દ્વારા=દષ્ટાંત દ્વારા, સંવેગની સ્થિરતાનું કારણ બને છે. (૨) ક્ષેત્રઅપાયઉદાહરણ :
ક્ષેત્રઅપાયમાં સમુદ્રવિજય આદિ દશ ભાઈઓ ઉદાહરણ છે. કોઈ ઉપદેશક યોગ્ય શ્રોતાને કહે કે કૃષ્ણ કંસનો નાશ કર્યો ત્યારે જરાસંધના ભયથી સમુદ્રવિજય આદિ દશે ભાઈઓ તે ક્ષેત્રનો ત્યાગ કરીને દ્વારિકામાં ગયા તેથી સુરક્ષિત થયા. તેમ જે ક્ષેત્ર સંયમનાશનું કારણ હોય અથવા જે ક્ષેત્ર શ્રાવકને ધર્મનિષ્પત્તિમાં વ્યાઘાત કરે તેવું હોય તે ક્ષેત્રનો પરિવાર ન કરવામાં આવે તો દશારવર્ગની જેમ ક્ષેત્રના અપાયથી રક્ષણ થઈ શકે નહિ તેથી ક્ષેત્રઅપાયના ઉદાહરણ દ્વારા અયોગ્ય ક્ષેત્રના પરિવારનો જે પરિણામ હોય છે તે સ્થિર થાય છે. જેથી શ્રોતાને ધર્મમાં દઢ ઉદ્યમ કરવા માટે કારણભૂત ક્ષેત્રમાં જવા માટેનો સંવેગનો પરિણામ સ્થિરભાવને પામે છે. આવા ઉપદેશની ભાષા ઔપમ્પસત્યભાષા છે. (૩) કાળઅપાયઉદાહરણ :
વળી નેમનાથ ભગવાનના વચનથી કૈપાયન ઋષિએ જાણ્યું કે મારા હાથે દ્વારિકાનગરી નાશ પામશે