________________
પ૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ / સ્તબક-૧ | ગાથા-૧૨ ભાષાનો પરિણામ નથી અને લોકમાં વ્યાપીને રહેલી ભાષા તે પરાઘાતથી વાસિત થયેલી ભાષા છે અને તે નિસર્ગ પછી રહે છે માટે નિસર્ગ સમયની ભાષા તો નિસર્ગ સમયે જ ભાવભાષા છે, પછી નથી તેમ સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં શંકાકાર કહે છે કે નિસર્ગથી જે ભાષા બોલાઈ તે ભાષાથી પરાઘાત દ્વારા અન્ય દ્રવ્યો ભાષાપરિણામ પામે છે, તોપણ તીવ્ર પ્રયત્નથી મુકાયેલાં ભાષાદ્રવ્યો નિસર્ગ પછી પણ ભાષાપરિણામનો ત્યાગ કરતાં નથી માટે નિસર્ગ પછી ભાષા નથી એ વચન સંગત થાય નહિ.
અહીં કોઈ ભગવતીસૂત્રનું વચન સંગત કરવા અર્થે કહે કે સૂક્ષ્મ ઋજુસૂત્રનય પ્રતિક્ષણ પદાર્થનો નાશ સ્વીકારે છે અને તે નયની દૃષ્ટિથી વિચારીએ તો નિસર્ગ સમયે જે ભાષાપરિણામ થયેલો તે ભાષાપરિણામ બીજા સમયમાં ભાષાપરિણામરૂપ હોવા છતાં અન્ય છે. જેમ ઘટ ઉત્પન્ન થયા પછી બીજી ક્ષણનો ઘટ ઋજુસૂત્રનયથી અન્ય છે, તેથી ભગવતીમાં નિસર્ગ પછી ભાષાને ભાષા નથી તેમ કહેલ છે તેનું નિરાકરણ કરતાં શંકાકાર કહે છે કે સૂક્ષ્મઋજુસૂત્રનયની દૃષ્ટિથી પણ નિસર્ગ પછી ભાવભાષાની પરિણતિની ધારાનો અવિચ્છેદ છે તેથી નિસર્ગ પછી ભાષા નથી તેમ કહી શકાય નહિ. જેમ કુંભારના પ્રયત્નથી ઘટ ઉત્પન્ન થયા પછી ઋજુસૂત્રનયથી બીજી ક્ષણોમાં તે ઘટ ધારાનો અવિચ્છેદ છે તેથી બીજી આદિ ક્ષણોમાં ઘટ નથી તેમ કહી શકાય નહિ. તેમ નિસર્ગપછી ભાવભાષા નથી, એમ કહી શકાય નહિ.
અહીં ભગવતીસૂત્રના વચનનું સમાધાન કરવા માટે કોઈ કહે કે નિસર્ગ સમયે ભાષા છે પછી નથી, એ પ્રકારના ભગવતીના વચનમાં સ્થૂલ કાળ ગ્રહણ કરીને વર્તમાનપણાનો વ્યવહાર કરેલ છે તેથી નિસર્ગથી માંડીને જ્યાં સુધી ભાવભાષા રહે તે સર્વ કાળને વર્તમાનકાળરૂપે સ્વીકારેલ છે. તેને ગ્રહણ કરીને નિસર્ગરૂપ વર્તમાનકાળમાં ભાવભાષા છે ત્યારપછી ભાવભાષા નથી તેમ ભગવતીમાં કહેલ છે માટે દોષ : નથી. તેનું નિરાકરણ કરતાં શંકાકાર કહે છે કે નિસર્ગનો વર્તમાનયત્ન ઉપરમ થવા છતાં પણ ભાષાપરિણામનો અનુપરમ હોવાથી નિસર્ગ સમયે જ ભાવભાષા છે તેમ કહી શકાય નહિ; કેમ કે નિસર્ગનો વ્યાપાર ચાલતો હોય ત્યારે જ નિસર્ગ સમયે ભાવભાષા છે ત્યારપછી ભાષાપરિણામ નથી તેવો અર્થ ભગવતીના વચનથી પ્રાપ્ત થાય અને નિસર્ગની ક્રિયા બંધ થયા પછી તીવ્ર પ્રયત્નથી બોલાયેલ ભાષામાં ભાષાપરિણામ રહી શકે છે, માટે ભગવતીનું વચન સંગત નથી.
આ પ્રકારની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભગવતીમાં ભાષાપરિણામરૂપ ભાષાને ગ્રહણ કરેલ નથી પરંતુ ક્રિયારૂપ ભાવભાષાને ગ્રહણ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભાષાપરિણામને પમાડવાની ક્રિયા ચાલતી હોય અને તે ક્રિયાથી ભાષાપુદ્ગલમાં ભાષાપરિણામ ચાલતો હોય તેવી જ ભાષાને ભાવભાષારૂપે ગ્રહણ કરીને ભાષ્યમાણ ભાષા પૂર્વ નથી અને પશ્ચાતું નથી તેમ કહેલ છે. જેમ નિર્જરાને અનુકૂળ વ્યાપાર કરતું હોય તેવું ચારિત્ર ગ્રહણ કરીને સિદ્ધના જીવોમાં ચારિત્ર નથી તેમ શાસ્ત્રમાં કહેલ છે, આથી જ સિદ્ધના જીવોને નોચારિત્રી નોઅચારિત્રી કહેલ છે. જો આત્માના સ્વભાવમાં સમવસ્થાનરૂપ ચારિત્ર ગ્રહણ કરવામાં આવે તો સિદ્ધને ચારિત્રી જ કહેવાય છતાં નયદૃષ્ટિથી શાસ્ત્રવચનો હોય છે તેથી સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્રને ગ્રહણ કરીને સ્થિરતારૂપે ચારિત્ર