________________
૭૫
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૧૬, ૧૭.
અહીં વિશેષ એ છે કે વક્તાની બોલાયેલી ભાષા સત્યને બતાવતી હોય ત્યારે તે ભાષાને સત્યભાષા કહેવાય છે અને વક્તાની બોલાયેલી ભાષા અસત્યને બતાવતી હોય ત્યારે તે ભાષાને અસત્યભાષા કહેવાય છે. શ્રોતાના બોધને આશ્રયીને સત્ય અસત્યનો વિભાગ નથી અને વક્તા દ્વારા બોલાયેલી તે ભાષા યથાર્થ બોધ કરાવવા માટે પૂર્ણ છે એથી પર્યાપ્ત ભાષા કહેલ છે. જ્યારે મિશ્રભાષા અને અનુભય ભાષા સત્ય કે અસત્યનો નિર્ણય કરાવવા માટે પર્યાપ્ત નથી માટે તે ભાષાને અપર્યાપ્તભાષા કહેલ છે, છતાં ઘટને લાવ, આમ કર, ઇત્યાદિ વચનપ્રયોગથી શ્રોતાને બોધ થાય છે તે પ્રમાણે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે અને વિવેકસંપન્ન એવા ગુરુથી કહેવાયેલી તે ભાષાથી શિષ્યને આરાધનાની પ્રાપ્તિ પણ થાય છે, તોપણ આ ભાષા સત્ય છે કે અસત્ય છે તેવો નિર્ણય કરવા માટે તે વચનપ્રયોગ પર્યાપ્ત નથી માટે તે ભાષાને અપર્યાપ્તભાષા કહેલ છે. II૧૬ અવતરણિકા :
अथ प्रागुक्तमेव भाषाविभागं निश्चयव्यवहाराभ्यां विवेचयति - અવતરણિકાર્ય :- હવે પ્રાર્ ઉક્ત જ ભાષા વિભાગ=ગાથા-૧પ-૧૬માં બતાવેલ ચાર ભેદવાળી દ્રવ્યને આશ્રયીને કહેવાયેલ ભાવભાષારૂપે પૂર્વે કહેવાયેલી જ ભાષાના વિભાગને, નિશ્ચય અને વ્યવહાર દ્વારા વિવેચન કરે છે –
ગાથા :
भासा चउब्विह त्ति य ववहारणया सुअम्मि पन्नाणं । सच्चा मुस त्ति भासा, दुविह च्चिय हंदि णिच्छयओ ।।१७।।
છાયા :
भाषा चतुर्विधेति च व्यवहारनयाच्छ्रुते प्रज्ञानम् ।
सत्या मृषेति भाषा द्विविधैव हन्दि निश्चयतः ।।१७।। અન્વયાર્થઃ
વવદારયા માસા ત્રિદત્તિ=વ્યવહારનયથી ભાષા ચાર પ્રકારની છે એ પ્રકારે, સુમિ પત્રાઇi=શ્રુતમાં પ્રશાન છે=કથન છે. રિ fજીયો=નિશ્ચયનયથી ખરેખર, સરવા મુર ત્તિ માસ સુવિદ જિ=સત્ય અને મૃષા એ બે પ્રકારની જ ભાષા શ્રુતમાં પ્રજ્ઞાન છે. II૧૭ના ગાથાર્થ :
વ્યવહારનયથી ભાષા ચાર પ્રકારની છે એ પ્રકારે શ્રતમાં પ્રજ્ઞાન છે કથન છે, નિશ્ચયનયથી ખરેખર સત્ય અને મૃષા એ બે પ્રકારની જ ભાષા શ્રતમાં પ્રજ્ઞાન છે. ll૧૭ના