________________
૧૩૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૦ વાળા નથી, જે પ્રમાણે રૂપાદિ=ઘટાદિમાં પ્રતિભાસમાત થતા રૂપાદિ અને તે રીતે=પૂર્વમાં અનુમાનથી સિદ્ધ કર્યું કે વસ્તુમાં પરની અપેક્ષાએ પ્રતિભાસમાન થતા અણુત્વ, મહત્ત્વ આદિ ભાવો નથી તે રીતે, પ્રતીત્યભાષા પણ અસત્ય જ છે=અણુત્વ, મહત્ત્વ આદિ પ્રતિભાસમાન ભાવો તો અસત્ય છે પરંતુ એવા ભાવોને કહેનારી પ્રતીત્યસત્યભાષા પણ અસત્ય જ છે; કેમ કે તુચ્છવિષયપણું છે=તે ભાષાના વિષયરૂપ ભાવો વસ્તુમાં નથી તેથી તે ભાવોના આશ્રય વગર તેવા ભાવોને કહેનારી તે ભાષા હોવાથી વિષયના અભાવવાળી તે ભાષા છે. એ પ્રમાણે શંકાકાર કહે તો ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપે છે -
ભાવાર્થ:
શંકાકાર પરમાણુમાં અણુત્વને સ્વીકારે છે અને સ્કંધમાં મહત્ત્વને સ્વીકારે છે પરંતુ જે બાદર સ્કંધો છે તેમાંથી કોઈક વસ્તુને જોઈને કહેવાય છે કે આ વસ્તુ આનાથી અણુ છે જેમ બોરથી ચણોઠી અણુ છે અને ચણોઠીથી બોર મહત્ છે. તે સ્થાનમાં પરમાર્થથી ચણોઠીમાં અણુત્વ ધર્મ નથી કે બોરમાં મહત્ત્વ ધર્મ નથી, ફક્ત બોરને જોઈને ચણોઠીમાં અણુત્વનો પ્રતિભાસ થાય છે અને ચણોઠીને જોઈને બોરમાં મહત્ત્વનો પ્રતિભાસ થાય છે. આ પ્રકારે શંકાકાર માને છે અને પોતાના કથનને દઢ કરવા અર્થે અનુમાનનો પ્રયોગ કરે છે પદાર્થમાં અણુત્વ, મહત્ત્વ આદિ ભાવો નથી; કેમ કે સ્વતઃ તેનો પ્રતિભાસ થતો નથી પરંતુ પરની અપેક્ષાએ તેનો પ્રતિભાસ થાય છે. વળી પોતાના અનુમાનને દઢ ક૨વા અર્થે કહે છે કે જે જે ભાવો પદાર્થમાં છે તે ભાવો પરની અપેક્ષાએ પ્રતિભાસના વિષય થતા નથી, પરંતુ જોવામાત્રથી જ તેનો પ્રતિભાસ થાય જેમ ઘટાદિ વસ્તુને જોવામાત્રથી જ તેમાં રહેલા રૂપાદિભાવો દેખાય છે.
આ રીતે અનુમાન દ્વારા પદાર્થમાં અણુત્વ, મહત્ત્વ આદિ ભાવો નથી તે બતાવ્યા પછી તેનાથી શું ફલિત થાય છે તે બતાવતાં કહે છે
વસ્તુમાં અણુત્વ, મહત્ત્વ આદિ ભાવો નહિ હોવાથી તેવા ભાવોને કહેનાર પ્રતીત્યભાષા પણ અસત્ય જ છે; કેમ કે તે ભાષાના વિષયભૂત ભાવો વસ્તુમાં નથી તેથી અવિષયભૂત ભાવોને કહેનારી ભાષા હોવાથી અસત્ય જ છે. તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં ગાથામાં કહે છે=પૂર્વપક્ષીના તે કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
ગાથા:
છાયા :
ते होंति परावेक्खा वंजयमुहदंसिणो त्ति ण य तुच्छा । दिट्ठमिणं वेचित्तं सरावकप्पूरगंधाणं ।। ३० ।।
ते भवन्ति परापेक्षा व्यञ्जकमुखदर्शिन इति न च तुच्छाः । दृष्टमिदं वैचित्र्यं शरावकर्पूरगन्धयोः ।।३०।।