________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૨
૧૪૯
પણ જે એકવર્ણ દેખાય છે, તે વર્ણમાં વર્તતા ઉત્કટત્વનું અનુત્કટ રૂપમાં વર્તતા પરિણામ કરતાં વિલક્ષણ એવા પરિણામવિશેષ પ્રયોજ્યપણું હોવાથી, તે પ્રકારના પ્રતિબંધત્વની અકલ્પના છે=અવયવગત અનુત્કટ રૂપ અવયવીના ઉત્કટ રૂપમાં પ્રતિબંધક છે તે પ્રકારના પ્રતિબંધકત્વની અકલ્પના છે. અન્યથા–ઉત્કટત્વનું પરિણામ વિશેષ પ્રયોજ્યપણું છે તેવું ન માનો અને પિશાચના અવયવોમાં વર્તતું અનુત્કટ રૂપ પિશાચરૂપ અવયવીમાં ઉત્કટ રૂપનું પ્રતિબંધક છે તે પ્રકારના સ્વીકારના બળથી અવયવગત અનુત્કટ રૂપ અવયવીમાં ઉત્કટ રૂપનું પ્રતિબંધક છે તેમ માનવામાં આવે તો, ભર્જનકપાલસ્થ અનુભૂત રૂ૫ વહ્નિનું ઉષ્ણ કરાયેલા એવા કપાલમાં રહેલા ચક્ષુથી નહિ દેખાતા એવા અનુભૂતરૂપ અગ્નિનું તપ્તતેલના સંસર્ગથી ઉદ્ભૂતરૂપની અનુપપત્તિનો પ્રસંગ આવશે. એ પ્રમાણે દિશાસૂચન છે.
ઉત્કટપણું તેવા પ્રકારના બહુ અવયવવાળાપણું છે પરંતુ ઉત્કટત્વ જાતિ નથી એ પ્રમાણે બીજા કહે છે. આ વિષયમાં તત્વ મારા વડે કરાયેલી વાદરહસ્યથી જાણવું. ૩૨ ભાવાર્થ(૮) ભાવસત્યભાષા :
ભાવસત્યભાષા તે છે કે વસ્તુમાં વર્તતા સભૂત ભાવના અભિપ્રાયપૂર્વક બોલાયેલી ભાષા હોય. અહીં પ્રશ્ન થાય કે વસ્તુવિષયક સતુપણાનો અભિપ્રાય શું છે ? એથી ગ્રંથકારશ્રી કહે છે -- વસ્તુમાં વર્તતા પારમાર્થિકભાવનો વિષય કરીને જે ભાષા બોલાયેલી હોય અથવા શાસ્ત્રીય વ્યવહારથી નિયંત્રિતપણા વડે કરીને જે ભાષા બોલાયેલી હોય તે ભાષાના વિષયભૂત પદાર્થમાં સત્પણું રહેલું છે તેથી તે અભિપ્રાયનું સત્પણું છે.
અભિપ્રાયનું સતુપણું બે પ્રકારનું છે તેને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી બે ઉદાહરણો બતાવે છે – જેમ નામ, સ્થાપના આદિ ઘટને છોડીને પારમાર્થિક ઘટ હોય અર્થાતુ ભાવઘટ હોય તેને આ ઘટ છે એ પ્રકારે કહેનારું વચન ભાવસત્યભાષા છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે વસ્તુમાં વિદ્યમાન ભાવને સામે રાખીને કહેનારું વચન તે ભાવસત્યભાષા છે. જેમ ઘટમાં ઘટત્વ છે તેથી તેને ઘટ કહેવાય, પાર્થિવત્વ છે તેથી તે ઘટને પાર્થિવ કહેવાય અને પુદ્ગલત્વ છે માટે પુદ્ગલ કહેવાય, માટે વસ્તુમાં તે પ્રકારના ધર્મને જોઈને યથાર્થ બોલાયેલી ભાષા ભાવસત્યભાષા છે.
વળી આ બલાકા સફેદ છે તે સ્થાનમાં શાસ્ત્રની નિશ્ચયષ્ટિથી સ્વીકારીએ તો તે બલાકાને પંચવર્ણી કહેવી જોઈએ; કેમ કે શાસ્ત્ર બાદરસ્કંધોમાં પાંચ વર્ણો સ્વીકારે છે, છતાં શાસ્ત્રીય વ્યવહારદષ્ટિથી નિયંત્રિત કરીને વિચારીએ તો બલાકામાં પ્રગટ શુકલરૂપ જ દેખાય છે, અન્યરૂપો દેખાતાં નથી, તેથી શાસ્ત્રીય વ્યવહાર તેને સફેદ સ્વીકારે છે અને તે વ્યવહારને સામે રાખીને કોઈ કહે કે આ બલાક સફેદ છે તો તે વચન ભાવસત્યભાષાનું છે.