________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૨
ટીકાર્થ ઃ
૧૪૭
सा भवति
મીતવાવરહસ્યાનવસેવમ્ ।। ભાવસત્યભાષા તે છે જે સદ્ અભિપ્રાયપૂર્વક જ કહેવાયેલી હોય=પદાર્થમાં વર્તતા વિદ્યમાન ભાવના અભિપ્રાયથી કહેવાયેલી હોય, અને અભિપ્રાયનું સત્પણું=ભાવસત્ય બોલનાર પુરુષના અભિપ્રાયનું સત્પણું, પારમાર્થિક ભાવના વિષયપણાથી છે અને શાસ્ત્રીય વ્યવહાર નિયંત્રિતપણાથી છે. આથી જ=ભાવસત્ય બોલનાર પુરુષના અભિપ્રાયનું સ૫ણું બે પ્રકારે છે આથી જ, ઉદાહરણના દૈવિધ્યને=તે પ્રકારની બે વિવક્ષાને બતાવનાર ઉદાહરણના બે પ્રકારને, ગાથાના ઉત્તરાર્ધથી કહે છે
-
જે પ્રમાણે પરમ અર્થવાળો કુંભ=ભાવનિક્ષેપારૂપ કુંભશબ્દનો જે મુખ્ય અર્થ છે તે અર્થવાળો કુંભ, અને આ બલાકા શ્વેત છે એ પ્રકારનો વચનપ્રયોગ એ ભાવસત્યભાષાનું ઉદાહરણ છે. અહીં=ગાથામાં આપેલાં બે ઉદાહરણમાં, પારમાર્થિક કુંભબોધનના અભિપ્રાયથી=નામકુંભ, સ્થાપનાકુંભાદિ નહિ પરંતુ કુંભારના પ્રયત્નથી નિષ્પન્ન થયેલ કુંભબોધનના અભિપ્રાયથી, કુંભપદનો પ્રયોગ હોવાને કારણે=આ કુંભ છે ઇત્યાદિ વચનમાં કુંભપદનો પ્રયોગ હોવાને કારણે, સત્યત્વના ઉપદર્શન માટે પ્રથમ ઉદાહરણ છે અને બલાકામાં પાંચવર્ણનો સંભવ હોતે છતે પણ શુક્લવર્ણના અવધારણનું ઉત્કટ શુક્લ પ૨પણું હોવાથી તેને બતાવવા માટે=શાસ્ત્રીય વ્યવહાર નિયંત્રિત ઉત્કટ શુક્લપર છે તેને બતાવવા માટે, બીજું ઉદાહરણ છે.
અને આ રીતે=બલાકામાં પાંચવર્ણ હોવા છતાં બલાકાને શુક્લ કહી એ રીતે, બીજું=બીજું ઉદાહરણ, વ્યવહારસત્યમાં જ અંતર્ભાવ કરવો જોઈએ એ પ્રમાણે ન કહેવું; કેમ કે તેનું=વ્યવહારસત્યનું, લોકવિવક્ષા ઘટિતપણું છે=શુક્લ બલાકા એ પ્રયોગમાં શાસ્ત્રીયવ્યવહાર ઘટિતપણું છે અને વ્યવહારસત્યમાં લોકવિવક્ષા ઘટિતપણું છે. (એથી શુક્લ બલાકા એ પ્રયોગ વ્યવહારસત્યમાં અંતર્ભાવ પામતો નથી પરંતુ ભાવસત્યમાં જ અંતર્ભાવ પામે છે.)
‘અથ’થી શંકા કરે છે
દ્વિતીય જ ઉદાહરણ અન્યત્ર=અન્ય ગ્રંથોમાં, પ્રકૃતમાં=ભાવભાષાના વિષયમાં, બતાવાયું છે એથી પ્રથમના ઉદાહરણનું પ્રદર્શન=પરમાર્થકુંભરૂપ પ્રથમ ઉદાહરણનું પ્રદર્શન, સ્વચ્છંદ મતિથી વિકલ્પિત છે એ પ્રમાણે કોઈ ‘અથ’થી કહે તો ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે,
“ભાવસત્ય એટલે જે અભિપ્રાયથી જે પ્રમાણે ‘ઘટમાનય' એ પ્રકારના અભિપ્રાયથી ઘટ લાવ એ પ્રકારનું કથન, ગાય એ પ્રકારના અભિપ્રાયથી ગાય એ પ્રકારનું કથન કરવું અથવા અશ્વને અશ્વ કહેવો એ વગેરે છે.” (દશવૈકાલિક અધ્યયન-૭, જિનદાસગણિ કૃત ચૂર્ણિ પૃ. ૨૩૬) એ પ્રકારે ચૂર્ણિકારનું વચન છે.
‘અથ’થી શંકા કરે છે કે બલાકાનું પંચવર્ણપણું યુક્તિવાળું નથી; કેમ કે શુક્લ ઇતરરૂપનું=બલાકામાં રહેલા પંચવર્ણ અંતર્ગત શુક્લ ઇતરરૂપનું, શુક્લરૂપનું પ્રતિબંધકપણું છે. અન્યથા=અને જો બલાકામાં