________________
૧૪પ
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૧, ૩૨ વ્યાવહારિક અભેદનું આશ્રયણ હોવાથી દોષ નથી અર્થાતુ પર્વત ઉપર તૃણાદિ બળતાં હોય તે પર્વતથી ભિન્ન હોવા છતાં તે બોલનાર પુરુષ લોકવ્યવહારનો આશ્રય કરે છે અને લોકમાં પર્વતની સાથે તૃણનો અભેદ કરીને પર્વત બળે છે એ પ્રકારનો પ્રયોગ થાય છે તેથી તે વચનપ્રયોગથી શ્રોતાને પર્વતમાં તૃણ બળી રહ્યાં છે તેવો યથાર્થ બોધ થાય છે માટે તે ભાષાને મૃષાભાષા કહી શકાય નહિ પરંતુ વ્યવહાર સત્યભાષા જ કહી શકાય.
વળી વ્યવહારસત્યભાષામાં લોકવિવક્ષાનું જ ગ્રહણ છે તેથી સાધુના વેશધારીને રૂપસત્યભાષાના બળથી યતિનો પ્રયોગ થાય છે તે સ્થાનમાં અતિવ્યાપ્તિદોષ આવતો નથી; કેમ કે રૂપસત્યભાષામાં યતિશબ્દથી પાસત્યાદિના સાધુવેશરૂપ રૂપની પ્રતીતિ થાય છે ત્યાં પણ પાસત્યાદિથી અભિન્ન યતિવેશનો વાચક યતિ શબ્દ છે, તે લોકવ્યવહારથી નથી પરંતુ રૂપસત્યની મર્યાદાથી છે. જ્યારે નદી પિવાય છે ઇત્યાદિ પ્રયોગમાં નદી પદથી નદીનું પાણી ગ્રહણ થાય છે તે લોકવ્યવહારથી ગ્રહણ થાય છે. લોકવ્યવહારથી પાસત્યાદિને યતિ કહેવાતા નથી તેથી વ્યવહારસત્યનું લક્ષણ રૂપસત્યમાં કે સ્થાપનાસત્યમાં અતિવ્યાપ્ત થતું નથી.
વળી જેમ નદી પિવાય છે ઇત્યાદિ પ્રયોગ વ્યવહારસત્ય છે તેમ આમલકીને સ્ત્રીલિંગની વિરક્ષા કરનાર પણ વ્યવહારસત્યભાષા છે તેથી આમલકીનો જીવ એકેંદ્રિય હોવાને કારણે તેમાં નપુંસકવેદનો ઉદય છે, તેથી તેને નપુંસક કહેવું જોઈએ; છતાં વ્યવહારસત્યભાષા અનુસાર આમલકી એ પ્રયોગ સ્ત્રીલિંગમાં છે એ પ્રકારનું પ્રતિપાદન પણ વ્યવહારથી સત્ય છે. I૩ના અવતરણિકા :
उक्ता व्यवहारसत्या । अथ भावसत्यामाह
અવતરણિકાર્ય :
વ્યવહારસત્યભાષા કહેવાઈ. હવે ભાવસત્યભાષાને કહે છે –
ગાથા :
सा होइ भावसच्चा जा सदभिप्पायपुव्वमेवुत्ता । जह परमत्थो कुंभो सिया बलाया य एस त्ति ।।३२।।
છાયા :
सा भवति भावसत्या या सदभिप्रायपूर्वमेवोक्ता ।
યથા પરમાર્થ પુષ્પઃ સિતા વત્રા ચેતિ રૂર અન્વયાર્થ:
માવવા=ભાવસત્યભાષા, સા દો તે છે, ના=જે, સમિખા પુત્રનેત્રુત્ત=સદ્ અભિપ્રાયપૂર્વક જ કહેવાય છે. જે પ્રમાણે, પરમત્યો મો પરમાર્થ કુંભ છે=ભાવનિક્ષેપાવાળો કુંભ છે તેને કુંભ