________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૨
શુક્લરૂપથી ઇતર અન્યરૂપો છે માટે પંચવર્ણપણું છે તેમ સ્વીકારીને બલાકામાં શુક્લથી ઇતર રહેલાં રૂપો શુક્લરૂપનાં પ્રતિબંધક નથી તેમ માનવામાં આવે તો, ચિત્રરૂપનો ઉચ્છેદ થાય=ચિત્રપટમાં દેખાતું ચિત્રરૂપ પણ પ્રાપ્ત થવું જોઈએ નહિ અને શુક્લાદિમાં=બલાકામાં દેખાતા શુક્લાદિરૂપમાં, નીલાદિરૂપ હોતે છતે તત્પ્રત્યક્ષનો પ્રસંગ છે=વિદ્યમાન એવા નીલાદિરૂપના પ્રત્યક્ષનો પ્રસંગ છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે
૧૪૮
-
એમ ન કહેવું; કેમ કે શુક્લ ઘટ આરંભક પરમાણુઓનું જ કાલાન્તરમાં નીલઘટાદિનું આરંભકપણું હોવાના કારણે નિયમથી એકત્ર=બાહ્ય દેખાતા સ્કંધોમાં એકત્ર, પંચવર્ણની વ્યવસ્થિતિ છે અને શુક્લ આરંભક અવયવો તેના ઇતરના આરંભક=શુક્લથી ઇતર એવા અવયવીના આરંભક નથી એમ ન કહેવું; કેમ કે નિયત આરંભમતનો નિરાસ છે=શુક્લ ઘટાદિ આરંભક પરમાણુ જ કાલાન્તરમાં નીલ ઘટાદિના આરંભક છે એ કથન દ્વારા શુક્લ અવયવોથી શુક્લ જ અવયવી થાય એ પ્રકારના નિયત આરંભમતનો નિરાસ છે અને અવયવગત શુક્લ ઇતરનો=જે અવયવીના અવયવો છે તે ગત શુક્લથી ઈતર રૂપનો, શુક્લનું પ્રતિબંધકપણું નથી=અવયવીમાં શુક્લરૂપ પ્રગટ થવામાં શુક્લથી ઇતરરૂપ પ્રતિબંધક નથી; કેમ કે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે ચિત્રરૂપ અન્યથા અનુપપત્તિ જ પ્રમાણ છે=અવયવીમાં રહેલા અવયવમાં શુક્લથી ઇતરરૂપનું શુક્લનું પ્રતિબંધક ન માનવામાં આવે તો ચિત્રરૂપની અનુપપત્તિ છે એ જ શુક્લરૂપ પ્રતિબંધકપણામાં પ્રમાણ છે, એમ ન કહેવું. નીલ-પીતાદિરૂપ રૂપના સમુદાયથી જ ચિત્ર વ્યવહારની ઉપપત્તિ થયે છતે અતિરિક્ત ચિત્રરૂપ સ્વીકારવામાં પ્રમાણનો અભાવ છે એ પ્રમાણે અધિક ચર્ચા મત્કૃત વાદમાલામાં છે=ગ્રંથકારશ્રીકૃત વાદમાલામાં છે.
બલાકામાં પંચવર્ણ હોવા છતાં શુક્લથી ઇતરરૂપો પ્રત્યક્ષ કેમ થતાં નથી ? તેમાં હેતુ કહે છે
ઉત્કટ રૂપપણાથી યોગ્યપણું હોવાને કારણે=વસ્તુમાં ઉત્કટ રૂપપણાથી તે રૂપનું પ્રત્યક્ષ થવામાં યોગ્યપણું હોવાને કારણે, શુક્લઘટમાં રૂપાન્તરનું અપ્રત્યક્ષપણું છે-શુક્લ ઘટમાં પાંચેરૂપો હોવા છતાં શુક્લરૂપથી અન્યરૂપોનું અપ્રત્યક્ષપણું છે; કેમ કે પર વડે પણ=નૈયાયિક વડે પણ, ઉદ્ધૃતરૂપના જ તથાપણારૂપે ઉપગમ છે=ભૈયાયિક વડે પણ ઉદ્ભૂતરૂપનું જ પ્રત્યક્ષપણાના હેતુરૂપે સ્વીકાર છે અને અવયવગત અનુત્કટ રૂપનું અવયવીમાં ઉત્કટ રૂપનું પ્રતિબંધકપણું હોવાથી ઉક્તની અનુપપત્તિ છે=શુક્લઘટના અવયવમાં વર્તતા અનુત્કટ રૂપનું શુક્લઘટમાં ઉત્કટ રૂપની નિષ્પત્તિ પ્રત્યે પ્રતિબંધકપણું હોવાથી શુક્લઘટમાં પાંચવર્ણો હોવા છતાં શુક્લરૂપની અનુપપત્તિ છે અને આવું ન સ્વીકારો તો પિશાચમાં પણ ઉત્કટ રૂપનો પ્રસંગ છે=પિશાચમાં રહેલાં અનુત્કટ રૂપો ઉત્કટ રૂપનાં પ્રતિબંધક છે આથી જ પિશાચનું દર્શન થતું નહીં હોવા છતાં પિશાચમાં પણ ઉત્કટ રૂપ માનવાનો પ્રસંગ છે, એ પ્રમાણે ન કહેવું; કેમ કે ઉત્કટપણાનું પરિણામવિશેષ પ્રયોજ્યપણું હોવાથી=પાંચવર્ણોના સ્કંધોમાં