________________
૧૫૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૩
ટીકાર્ય :
સામવંત ...રીતિ | તે યોગસત્યભાષા છે જેમાં=જે ભાષામાં, વસ્તુના યોગમાં=કોઈક પુરુષ સાથે અતીતકાળ સંબંધી દંડાદિ વસ્તુના યોગમાં, ઉપચાર છે=વર્તમાનમાં દંડનો યોગ નહિ હોવા છતાં તે પુરુષ દંડવાળો છે એ પ્રકારનો ઉપચાર છે. યોગસત્યભાષાના લક્ષણનો શું અર્થ ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
અતીતસંબંધવાળી વસ્તુમાં લાક્ષણિકપદથી ઘટિતeતે પુરુષ સાથે અતીતસંબંધવાળી એવી દંડાદિ વસ્તુના સંબંધનું લક્ષણાથી ગ્રહણ કરીને બોધ કરાવે તેવા લાક્ષણિકપદથી ઘટિત, ભાષા યોગસત્ય છે એ પ્રકારનો અર્થ છે=ગાથાના પૂર્વાર્ધમાં કરાયેલ યોગસત્યભાષાના લક્ષણનો અર્થ છે. અન્યથા યોગસત્યભાષા અતીતસંબંધવાળી વસ્તુમાં લાક્ષણિકપદથી ઘટિત ન હોય પરંતુ વર્તમાનમાં જ તે વસ્તુના યોગવાળા પદથી ઘટિત હોય તો, વસ્તુઢયાત્મકસંબંધનો એકતરના અભાવમાં અભાવ હોવાથી દંડ અને પુરુષ એ બે વસ્તુમાંથી એકતરના અભાવમાં વસ્તુઢયાત્મકસંબંધનો અભાવ હોવાથી, શેમાં ઉપચાર થાય ? કોઈ સ્થાનમાં દંડી એ પ્રકારનો વ્યવહાર થઈ શકે નહિ. (માટે અતીતકાલસંબંધવાળી વસ્તુમાં લાક્ષણિકપદથી ઘટિત ભાષા યોગસત્ય છે તેમ સ્વીકારવું જોઈએ.)
અને જો વિશેષણના વિરહમાં પણ પૂર્વમાં છત્રી લઈને ફરનાર પુરુષમાં છત્રરૂપ વિશેષણના વિરહમાં પણ, અર્થાત્તરરૂપ સંબંધ છે છત્ર સાથેના પુરુષનો અર્થાત્તરરૂપ સંબંધ છે અર્થાત્ લક્ષણાથી અતીતકાળના છત્રના સંબંધની ઉપસ્થિતિ નથી પરંતુ અર્થાન્તરરૂપ છત્રનો સંબંધ છે, એ પ્રમાણે સ્વીકારવામાં આવે તો હમણાં છત્રી છે એ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ અને હમણાં છત્રવાળો નહિ હોવાથી છત્રી તથી એ પ્રકારનો પ્રયોગ થાય નહિ એ પ્રમાણે જાણવું. ઉદાહરણને કહે છે=ગાથાના ઉત્તરાર્ધથી કહે છે, છત્રાદિના અભાવમાં પણ જે પ્રમાણે છત્રી, કુંડલી, દંડી ઈત્યાદિ પ્રયોગ થાય છે. li૩૩. ભાવાર્થ :(૯) યોગસત્યભાષા -
જે પુરુષ કાયમ દંડ લઈને ફરતો હોય છતાં કોઈક વખતે દંડ વગરના પુરુષને જોઈને કહેવામાં આવે કે આ પુરુષ દંડી છે તે વખતે અતીતકાળના સંબંધવાળા પુરુષમાં દંડી એ પ્રકારનો જે વ્યવહાર થાય છે તે લાક્ષણિકપદથી ઘટિત ભાષારૂપ હોવાથી યોગસત્ય છે અર્થાત્ દંડી શબ્દના પ્રયોગમાં દંડવાળા પુરુષની ઉપસ્થિતિ થાય છે અને વર્તમાનમાં દંડ નહિ હોવાથી તેને મૃષા કહેવાની આપત્તિ આવે; કેમ કે તે પુરુષમાં વર્તમાનમાં દંડનો સંબંધ નથી છતાં બોલનાર પુરુષના વચનના બળથી યોગ્ય શ્રોતાને બોધ થાય છે કે આ પુરુષ પ્રાયઃ દંડ લઈને ફરનારો છે માટે તેને દંડી કહેવામાં આવે છે, માટે દંડી એ પદ આ પુરુષ અતીતકાળવાળા દંડ સાથે સંબંધવાળો છે તેવો બોધ કરાવે છે અને એવું ન માનવામાં આવે તો દંડી પ્રયોગમાં રહેલ પુરુષ સાથેના દંડના સંબંધનો બોધ થઈ શકે નહિ; કેમ કે દંડ અને પુરુષનો સંબંધ તે બે વસ્તુસ્વરૂપ છે તેથી તે