________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ / ગાથા-૩૧
गलति, संभोगजबीजप्रभवोदराभाववती कन्या, लवनयोग्यलोमाभाववत्येडकेत्याद्यर्थानामुदाहरणानाम्, न च गिरितृणादीनामभेदाभिधानान्मृषावादित्वप्रसङ्गः व्यावहारिकाभेदाश्रयणेनाऽदोषत्वात् लोकविवक्षाग्रहणाच्च न रूपसत्याद्यतिव्याप्तिः, एवमामलक्यादौ एकेन्द्रियत्वेन नपुंसकत्वेऽपि स्त्र्याद्यभेदविवक्षया स्त्रीत्वादिप्रतिपादनमपि व्यवहारसत्यमेवेति द्रष्टव्यमिति दिग् ।। ३१ ।।
૧૪૩
ટીકાર્ય ઃ
व्यवहारो વિમ્ ।। વ્યવહાર લોકોની વિવક્ષા છે. બોલવાની ઇચ્છા વિવક્ષા છે. અને તે=વિવક્ષા અહીં=લોકમાં નદી આદિ પદ નદીગત નીરાદિકનો બોધ કરો એ પ્રકારની પ્રયોક્તની ઇચ્છા છે; કેમ કે તેનાથી=નદી પિવાય છે એ પ્રકારના પ્રયોગથી, નધાદિ પદથી નદીગત નીરાદિની પ્રતીતિ છે. નદી અને તેના નીરાદિના અભેદની પ્રતીતિ છે=નદી પિવાય છે એ પ્રકારના પ્રયોગથી શ્રોતાને નદી અને તેના નીરાદિના અભેદની પ્રતીતિ છે એ પ્રમાણે એક કહે છે, નધાદિ પદ નદીના અભિન્નપણાથી નદીગત નીરાદિકનો બોધ કરાવો એ પ્રકારની વિવક્ષા લોકવ્યવહાર છે એમ અન્ય કહે છે.
*****
તે વિવક્ષાથી=પૂર્વમાં ત્રણ પ્રકારે લોકવિવક્ષાનો અર્થ કર્યો તે પ્રકારની કોઈપણ વિવક્ષાથી, જે ભાષાપ્રયોગ કરાય છે તે ભાષા નદી પિવાય છે, પર્વત બળે છે એ પ્રકારના તેમાં=તે ભાષાપ્રયોગમાં વ્યવહારસત્ય છે. અહીં=વ્યવહારભાષામાં, નદી પિવાય છે એ પ્રકારના આનું=નદી પિવાય છે એ પ્રકારના પ્રયોગનું, નદીગત નીર પિવાય છે એ પ્રકારનો અર્થ છે અને ગિરિ બળે છે એ પ્રકારના આવું=એ પ્રકારના પ્રયોગનું, પર્વતગત તૃણાદિક બળે છે એ પ્રકારનો અર્થ છે. ભાજન ગળે છે, અનુદરા કન્યા=ઉદર વગરની કન્યા છે, અલોમા એડકા=લોમ વગરની ઘેટી છે. ઇત્યાદિ પ્રયોગોનું આ ઉપલક્ષણ છે=નદી પિવાય છે, ઇત્યાદિ કથન ઉપલક્ષણ છે.
કઈ રીતે ઉપલક્ષણ છે ? તે સ્પષ્ટ કરે છે -
ભાજનગત જલ ગળે છે=ભાજન ગળે એનો અર્થ ભાજતગત જલ ગળે છે. સંભોગથી ઉત્પન્ન થયેલ બીજથી પ્રભવ એવા ઉદરના અભાવવાળી=ગર્ભના અભાવવાળી કન્યા અનુદરા કન્યા છે. કાપવાને યોગ્ય લોમના અભાવવાળી એડકા છે=અલોમવાળી એડકી છે ઇત્યાદિ અર્થવાળાં ઉદાહરણોનું આ ઉપલક્ષણ છે એમ અન્વય છે. અને ગિરતૃણાદિના અભેદનું અભિધાન હોવાથી મૃષાવાદિત્વનો પ્રસંગ નથી; કેમ કે વ્યાવહારિક અભેદ આશ્રયણ હોવાને કારણે અદોષપણું છે=ગિરિ બળે છે એ ભાષામાં અદોષપણું છે અને લોકવિવક્ષાનું ગ્રહણ હોવાથી રૂપસત્યાદિમાં અતિવ્યાપ્તિ નથી. એ રીતે=ગિરિ બળે છે એ પ્રયોગમાં વ્યાવહારિક અભેદના આશ્રયણને કારણે મૃષાત્વ દોષ નથી એ પ્રમાણે, આમલકી આદિમાં એકેંદ્રિયપણું હોવાને કારણે નપુંસકપણું હોવા છતાં પણ સ્ત્રી આદિના અભેદની વિવક્ષાથી સ્ત્રીત્વ આદિનું પ્રતિપાદન પણ=આમલકી સ્ત્રીલિંગ શબ્દ છે ઇત્યાદિ પ્રતિપાદન પણ, વ્યવહારસત્ય છે એ પ્રમાણે જાણવું એ રીતે દિશાસૂચન છે. ।।૩૧।।