________________
૧૩૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૯
કેમ નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
આ ચણોઠી આ બોર કરતાં અણુ છે એ પ્રકારે અણુત્વનો પ્રયોગ થાય છે તેમ આ દ્રવ્ય આનાથી સતું છે એવો પ્રયોગ થતો નથી માટે “ભિન્નનિમિત્તકપણું જે તમે હેતુરૂપે કહ્યું તે સત્ત્વાસત્ત્વમાં સમાન નથી. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પ્રતીત્યસત્યભાવોમાં નિમિત્તો પણ ત્રણ પ્રકારનાં છે. (૧) વ્યંજક, (૨) ઘટક અને (૩) અવચ્છેદક. આ ત્રણેને ગ્રંથકારશ્રી ક્રમસર સ્પષ્ટ કરે છે -- અણુત્વ, મહત્ત્વ, હૃસ્વત્વ દીર્ઘત્વ ઇત્યાદિ પ્રયોગોમાં વ્યંજક પ્રતિયોગી આદિરૂપ નિમિત્તભેદ છે=ભંજક પ્રતિયોગી અને વ્યંગ્ય અનુયોગીરૂપ નિમિત્તભેદ છે. જેમ ચણોઠી અને બોર બે વસ્તુ પડેલી હોય તે વખતે ચણોઠીમાં બોરની અપેક્ષાએ અભુત્વ છે, તેથી ચણોઠીમાં રહેલ અણુત્વનો ભંજક બોર છે, માટે ચણોઠીના અણુત્વનો ભંજક એવો બોર પ્રતિયોગી છે અને વ્યંગ્ય એવી ચણોઠી અનુયોગી છે એ રૂપ નિમિત્તભેદને કારણે ચણોઠીમાં અણુત્વની પ્રતીતિ થાય છે. વળી ચણોઠીથી અન્ય કોઈ નાની વસ્તુ હોય તો તે વસ્તુ ચણોઠીના મહત્ત્વની અભિવ્યંજક બને છે, તેથી વ્યંજક એવી તે વસ્તુ પ્રતિયોગી બને છે અને વ્યંગ્ય એવી ચણોઠી અનુયોગી બને છે અને તેનાથી ચણોઠીમાં મહત્ત્વની પ્રતીતિ થાય છે. આ રીતે એક જ ચણોઠીમાં ભિન્ન ભિન્ન વ્યંજક પ્રતિયોગી આદિરૂપ નિમિત્તભેદથી અણુત, મહત્ત્વની પ્રતીતિ થાય છે.
વળી એક જ વસ્તુમાં દ્રવ્યક્ષેત્રકાળભાવરૂપ ઘટક સ્વભાવના નિમિત્તભેદથી સજ્વાસત્ત્વની પ્રતીતિ થાય છે. જેમ આ દ્રવ્યરૂપે, આ ક્ષેત્રરૂપે, આ કાળરૂપે અને આ ભાવરૂપે આ વસ્તુ સત્ છે માટે તેમાં સત્ત્વ છે, અને અન્ય દ્રવ્યક્ષેત્રાદિની અપેક્ષાએ તે વસ્તુ અસત્ છે માટે તે વસ્તુમાં અસત્ત્વ છે.
તે જ કથનને સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી એક વસ્તુના સત્તાસત્ત્વનું ઘટક દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ કઈ રીતે થાય છે ? તે બતાવતાં કહે છે –
તે વસ્તુના દ્રવ્યક્ષેત્રકાળભાવના અવ્યતિરેકથી અતિરિક્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રયીને તે વસ્તુના સત્ત્વનો નિષેધ કરાયો છે અર્થાત્ જે વસ્તુ જે દ્રવ્યરૂપે છે, જે ક્ષેત્રમાં છે, જે કાળમાં છે અને જે ભાવરૂપે છે તેના અતિરેકથી અતિરિક્ત એવા અર્થાતુ ભિન્ન એવા દ્રવ્યરૂપે, ભિન્ન એવા ક્ષેત્રરૂપે, ભિન્ન એવા કાળરૂપે અને ભિન્ન એવા ભાવરૂપે તે વસ્તુનો નિષેધ કરાયો છે. તેથી ભિન્ન નિમિત્તથી તે વસ્તુનું સત્ત્વ છે અને ભિન્ન નિમિત્તથી તે વસ્તુનું અસત્ત્વ છે અને તે ભિન્ન નિમિત્તનો ઘટક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે.
વળી એક જ વૃક્ષના મૂળના સ્થાનમાં વાંદરો બેઠેલો હોય અને તેની શાખાના સ્થાનમાં વાંદર ન હોય તે વખતે તે વૃક્ષમાં વાંદરાનો સંયોગ અને વાંદરાના સંયોગનો અભાવ પ્રાપ્ત થાય છે તે બન્નેમાં અવચ્છેદકરૂપ નિમિત્ત ભેદ છે, આથી મૂલાવચ્છેદન કપિસંયોગ, છે શાખાવચ્છેદન કપિસંયોગ નથી તેવી પ્રતીતિ થાય છે તેથી પ્રતીયસત્યભાવોને કહેનારી ભાષા પ્રમાણભૂત છે.