________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૯, ૩૦
૧૩૫
અહીં પૂર્વપક્ષી કહે કે તમે અનુમાન કરીને સ્થાપન કર્યું કે અણુત્વ, મહત્ત્વ આદિ ભાવોનો વિરોધ નથી; કેમ કે ભિન્નનિમિત્તપણું છે અને તેમાં સત્ત્વાસત્ત્વની જેમ દૃષ્ટાંત આપ્યું, તે તમારો પ્રયાસ વ્યર્થ છે; કેમ કે એક વસ્તુમાં અણુત્વ અને મહત્ત્વ પરસ્પર વિરોધી હોવાથી રહી શકે નહિ તેમ અમે કહેતા નથી પરંતુ દેખાતી ચણોઠી, ચણોઠીરૂપે દેખાય છે, પુદ્ગલરૂપે દેખાય છે. વસ્તુરૂપે દેખાય છે, પણ તેમાં અણુત્વ નામનો ધર્મ દેખાતો નથી કે કોઈ મહત્ત્વ નામનો ધર્મ દેખાતો નથી. ફક્ત જોનાર પુરુષ કોઈ અન્ય વસ્તુને જોઈને કહે છે કે આ ચણોઠી અણુ છે, આથી જ બોરને જોઈને કોઈ કહે કે આ ચણોઠી બોરની અપેક્ષાએ અણુ છે એટલા માત્રથી તે ચણોઠીમાં અણુત્વ નામનો ધર્મ નિષ્પન્ન થતો નથી માટે એક વસ્તુમાં અણુત્વ અને મહત્ત્વ નામના ધર્મો જ નથી, ફક્ત તે પ્રકારે વસ્તુને જોઈને કલ્પનાના વિકલ્પમાત્ર છે, તેથી તમે જે વિરોધનો પરિહાર કરવા માટે પ્રયાસ કર્યો તે વ્યર્થ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો ચણોઠીમાં બોરની અપેક્ષાએ અણુત્વની પ્રતીતિ થાય છે તે અણુત્વ ચણોઠીમાં ન જ હોય અને બોલનારની કલ્પનાની અપેક્ષાએ હોય તો કનિષ્ઠા આંગળીની અપેક્ષાએ અનામિકા આંગળીમાં હ્રસ્વત્વ કેમ ન થાય ? અર્થાત્ થઈ શકેeતે પ્રકારનો પ્રયોગ બોલનારની અપેક્ષાએ થતો હોય તો તે કરી શકે, વસ્તુતઃ અનામિકામાં કોઈ પુરુષ કનિષ્ઠા આંગળીની અપેક્ષાએ હૃસ્વત્વ કહે તો આ વચન મૃષા છે એમ પ્રામાણિક વિચારકને સંમત છે, તેથી અનામિકામાં કનિષ્ઠા આંગળીની અપેક્ષાએ હ્રસ્વત્વ નથી, તેથી નક્કી થાય છે કે મધ્યમાની અપેક્ષાએ અનામિકામાં હ્રસ્વત્વનો પ્રયોગ સત્ય છે એમ સ્વીકારવું જોઈએ; કેમ કે તેમ સર્વનો અનુભવ સ્વીકારે છે તેથી પ્રતીતિ અનુસાર મધ્યમાની અપેક્ષાએ અનામિકામાં હ્રસ્વત્વ પ્રતીત્યસત્ય છે એમ માનવું જોઈએ, ફક્ત અનામિકામાં રહેલ હૃસ્વત્વ મધ્યમાથી અભિવ્યક્ત થાય છે અને મધ્યમા આંગળીની અપેક્ષા રાખ્યા વગર અભિવ્યક્ત થતું નથી તેમ માનવું જોઈએ, માટે પદાર્થમાં અણુત્વ, મહત્ત્વ આદિ ભાવોનો વિરોધ નથી, તેથી અનુભવ અનુસાર બોલનારનું તે વચન પ્રતીત્યસત્ય છે તેમ માનવું જોઈએ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. રિલા અવતરણિકા :
ननु अणुत्वमहत्त्वादयो न भावाः, परापेक्षप्रतिभासविषयत्वात्, ये ये भावास्ते न परापेक्षप्रतिभासविषया यथा रूपादयः, तथा च प्रतीत्यभाषाऽप्यसत्यैव तुच्छविषयत्वादिति चेत् ? उच्यते -
અવતરણિકાર્ય :
‘નથી શંકા કરે છે – અણુવ, મહત્વાદિ ભાવો નથી=વસ્તુમાં અણુવ, મહત્વ આદિ નામના ધર્મો નથી; કેમ કે પરની અપેક્ષાથી પ્રતિભાસનું વિષયપણું છે. હેતુની સાધ્યની સાથે વ્યાપ્તિ બતાવવા અર્થે કહે છે – જે જે ભાવો છે=વસ્તુમાં જે જે ભાવો વિદ્યમાન છે, તે પરની અપેક્ષાએ પ્રતિભાસના વિષય