________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૦ આ વૈચિત્ર્ય=કેટલાકભાવો સહકારી વ્યંગ્યરૂપ છે અને કેટલાક તેવા નથી એ વૈલક્ષ્મણ્ય, શરાવમાં અને કપૂરગંધમાં દૃષ્ટ છે=સાક્ષાત્કૃત છે; ‘દ્દિ’=જે કારણથી, કપૂરગંધ સ્વરસથી જ ભાસે છે વળી શરાવગંધ જલસમ્પર્કથી જ ભાસે છે.
‘કૃતિ’ શબ્દ ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિ માટે છે.
ભાવાર્થ:
૧૩૮
છે
-
અવતરણિકામાં પૂર્વપક્ષીએ અનુમાનથી સ્થાપન કર્યું કે વસ્તુમાં બીજાની અપેક્ષાએ ભાસમાન છતા અણુત્વ, મહત્ત્વ આદિ ભાવો પરમાર્થથી વસ્તુમાં નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
વસ્તુમાં રહેલા પ્રતીત્યભાવો પ્રતિનિયત ભંજકથી વ્યંગ્ય છે તેથી પરની અપેક્ષા છે એટલા માત્રથી તે તુચ્છ નથી. આશય એ છે કે ચણોઠીમાં અણુત્વની પ્રતીતિ પ્રતિનિયત એવા બોર આદિ વ્યંજકથી વ્યંગ્ય છે તેથી ચણોઠીમાં રહેલા અણુત્વ ધર્મનો બોધ પર એવા બોરની અપેક્ષાએ થાય છે એટલા માત્રથી તે ભાવો તુચ્છ નથી પરંતુ ચણોઠીમાં તેવું અણુત્વ વાસ્તવિક રહેલું છે.
અહીં પ્રશ્ન થાય કે જો ચણોઠીમાં અણુત્વ વાસ્તવિક હોય તો જેમ ચણોઠીમાં રહેલું રૂપ ચક્ષુથી દેખાય છે તેમ અણુત્વ કેમ દેખાતું નથી અને પ્રતિયોગીનું સ્મરણ થાય=અણુત્વનો પ્રતિયોગી જે બોર છે તેનું સ્મરણ થાય ત્યારે જ કેમ દેખાય છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે
કેટલાંક જ્ઞાનો ચક્ષુ આદિ ઇન્દ્રિયોના વિષયથી થાય છે અને કેટલાંક જ્ઞાનો પ્રતિયોગીના અનુસ્મરણથી થાય છે, તેથી અણુત્વ, મહત્ત્વ એ સપ્રતિયોગિક જ્ઞાન છે અને તેની સામગ્રી પ્રતિયોગીનું સ્મરણ છે અને તે પ્રતિયોગિક જ્ઞાનની સામગ્રી મળે તો જ અણુત્વનો બોધ થાય છે. તોપણ ચણોઠીમાં રહેલા અણુત્વનું જ્ઞાન વિકલ્પોની કલ્પનાની કદર્થનારૂપ છે તેમ નથી પરંતુ ચણોઠીમાં વાસ્તવિક રીતે અણુત્વ ધર્મ રહેલ છે, ફક્ત તેનો બોધ સાક્ષાત્ ચક્ષુથી થતો નથી પરંતુ પ્રતિયોગીનું સ્મરણ થાય ત્યારે તેને આશ્રયીને ચણોઠી આદિમાં રહેલા અણુત્વનું જ્ઞાન થાય છે.
અહીં કોઈ શંકા કરે કે ચણોઠીરૂપ ધર્મીના જ્ઞાનની સામગ્રી ચણોઠીમાં રહેલા રૂપાદિ ધર્મના જ્ઞાનની સામગ્રી છે, તેથી ચક્ષુ આદિના સાંનિધ્યને પામીને જેમ ચણોઠીનું જ્ઞાન થાય છે તેમ ચણોઠીમાં રહેલા રૂપાદિ ધર્મનું પણ જ્ઞાન થાય છે. જ્યારે ચણોઠી આદિમાં રહેલા અણુત્વ, મહત્ત્વ આદિના જ્ઞાનમાં પ્રતિયોગીના અનુસ્મરણ જ્ઞાનને હેતુ કહેવામાં આવે તો ચક્ષુથી ચણોઠીને જોતાની સાથે અણુત્વ, મહત્ત્વનું જ્ઞાન થતું નથી પણ વિલંબથી થાય છે, તેથી નક્કી થાય છે કે ચણોઠી આદિમાં અણુત્વ, મહત્ત્વ ધર્મો નથી, આથી ચણોઠીને જોતાની સાથે અણુત્વ, મહત્ત્વ આદિનું જ્ઞાન થતું નથી પરંતુ ચણોઠી આદિ વસ્તુને જોયા પછી તેનાથી અન્યવસ્તુને જોઈને કે અન્ય વસ્તુનું સ્મરણ કરીને વિલંબથી અણુત્વ, મહત્ત્વની ઉપસ્થિતિ થાય છે. આ પ્રકારની શંકાનું નિવારણ ક૨વા અર્થે ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –