________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૦
૧૩૯
શરાવમાં પણ ગંધ છે અને કપૂરમાં પણ ગંધ છે, છતાં કપૂરને જોતાની સાથે કપૂરમાં રહેલી ગંધ સ્વરસથી જ ભાસમાન થાય છે અને નવું માટીનું શકોરું હોય તો તેમા ગંધ હોવા છતાં પાણી નાખવાથી જ તે અભિવ્યક્ત થાય છે તે રીતે ચણોઠીરૂપ વસ્તુમાં રહેલ રૂપાદિ ધર્મો સ્વતઃ અભિવ્યક્ત થાય છે કપૂરની ગંધની જેમ, વળી ચણોઠીમાં રહેલ અણુત્વ, મહત્ત્વ આદિ ભાવો પ્રતિયોગીના સ્મરણથી અભિવ્યક્ત થાય છે જેમ જલના સંપર્કથી શરાવની ગંધ, તેથી જેમ કપૂરમાં પણ ગંધ વાસ્તવિક છે અને શરાવમાં પણ ગંધ વાસ્તવિક છે, તેમ ચણોઠીમાં રૂપાદિ પણ વાસ્તવિક છે અને પ્રતિનિયત વ્યંજકથી વ્યંગ્ય એવા અણુત્વ, મહત્ત્વ આદિ ધર્મો શરાવના ગંધની જેમ વાસ્તવિક છે, માટે પ્રતીત્યભાષા અસત્ય છે એમ જે અવતરણિકામાં પૂર્વપક્ષીએ સ્થાપન કરેલું તે સંગત નથી. ટીકા :
न च जलसम्पर्काच्छरावेऽभिनवगन्ध एवोत्पद्यते न तु प्रागुत्पन्न एव गन्थोऽभिव्यज्यत इति, पृथ्वीत्वेन पूर्वमपि तत्र गन्धावश्यकत्वात् तन्नाशादिकल्पनायां मानाभावाद्, विलक्षणाग्निसंयोगादीनामेव पृथिवीगन्धनाशकत्वाच्चेति दिग् ।
एवं द्वित्वादिकमप्यपेक्षाबुद्धिव्यङ्ग्यमेव न तु तज्जन्यं, चैत्रीयापेक्षाबुद्धिजनितद्वित्वस्य मैत्रस्याऽपि प्रत्यक्षत्वप्रसङ्गात्, द्वित्वे च न चैत्रीयत्वमस्ति येन चैत्रीयद्वित्वे चैत्रीयापेक्षाबुद्धेश्चैत्रीयद्वित्वप्रत्यक्ष चैत्रीयद्वित्वस्य च हेतुत्वं स्यादित्यन्यत्र विस्तर इति किमतिप्रसङ्गेन! ।।३०।। ટીકાર્ય :
=..... fમતિપ્રસન| જલવા સંપર્કથી શરાવમાં અભિનવ જ ગંધ ઉત્પન્ન થાય છે પરંતુ પૂર્વમાં ઉત્પન્ન થયેલી ગંધ જ અભિવ્યક્ત થાય છે એમ ન કહેવું; કેમ કે પૃથ્વીપણાવડે કરીને ત્યાં=શરાવમાં, પૂર્વમાં પણ ગંધનું આવશ્યકપણું છે.
અહીં કોઈ શંકા કરે કે પૃથ્વીના શરાવમાં પણ પાકકાળમાં ગંધનો નાશ થાય છે તેથી જલના સંપર્કથી ગંધ અભિવ્યક્ત થતી નથી પરંતુ નવી ગંધ જ ઉત્પન્ન થાય છે તેથી બીજો હેતુ કહે છે –
તેના નાશાદિની કલ્પનામાંકપૃથ્વીના ગંધનો નાશ અને જલથી શરાવમાં અભિનવ ગંધની ઉત્પત્તિની કલ્પના કરવામાં, કોઈ પ્રમાણ નથી.
અહીં પ્રશ્ન થાય કે વૃક્ષાદિંરૂપ પૃથ્વીને અગ્નિથી બાળવામાં આવે છે ત્યારે તેમાં ગંધનો નાશ થતો દેખાય છે તેમ શરાવમાં પણ ગંધનો નાશ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી ત્રીજ હતુ કહે છે.
વિલક્ષણ અગ્નિસંયોગ આદિનું જ શરાવતી પાકક્રિયામાં જે પ્રકારનો અગ્નિ સંયોગ છે તેનાથી વિલક્ષણ અગ્નિ સંયોગ આદિનું જ, ગંધનું તાશકપણું છે એ પ્રમાણે દિશાસૂચન છે.