________________
૧૪૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૦ આ રીતે ગ્રંથકારશ્રીએ શરાવમાં જલના સંપર્કથી અભિવ્યક્ત થતી ગંધના ઉદાહરણથી પદાર્થમાં રહેલા અણુત્વાદિ ધર્મો વ્યંજ કના નિમિત્તથી અભિવ્યક્ત થાય છે તેમ સ્થાપન કર્યું ત્યાં તૈયાયિકનો મત બતાવીને તે પણ સંગત નથી તે બતાવવા અર્થે કહે છે –
આ રીતે જે રીતે પદાર્થમાં આણુત્વ, મહત્ત્વાદિ ધમાં રહેલા છે અને અપેક્ષાબુદ્ધિથી વ્યંગ્ય છે એ રીતે, દ્વિવાદિક પણ અપેક્ષાબુદ્ધિથી વ્યંગ્ય જ છે પરંતુ તજ્જન્ય નથીeતૈયાયિક જે પ્રકારે દ્વિવાદિને અપેક્ષાબુદ્ધિજન્ય સ્વીકારે છે તે પ્રકારે દ્વિવાદિ અપેક્ષાબુદ્ધિ જવ્ય નથી; કેમ કે ચૈત્રીય અપેક્ષાબુદ્ધિજનિત દ્વિત્તા મૈત્રને પણ પ્રત્યક્ષત્વનો પ્રસંગ છે અને દ્વિત્વમાં ચૈત્રની અપેક્ષાબુદ્ધિથી જન્ય એવા દ્વિત્વમાં, ચૈત્રીય નથી, જેથી ચૈત્રીય દ્વિત્વમાં ચૈત્રીય અપેક્ષાબુદ્ધિનું અને ચૈત્રીય દ્વિત્વના પ્રત્યક્ષમાં ચૈત્રીય દ્વિવનું હેતુપણું થાય એ પ્રકારે અન્યત્ર વિસ્તાર છે એથી અતિપ્રસંગથી સર્યું વસ્તુમાં દ્વિત્વ આદિ અપેક્ષાબુદ્ધિ વ્યંગ્ય છે તેમ સ્થાપન કર્યું તેથી દ્વિત્વને અપેક્ષાબુદ્ધિજન્ય સ્વીકારવાને કારણે મૈત્રને પણ દ્વિત્વના પ્રત્યક્ષના અતિપ્રસંગની જે પ્રાપ્તિ હતી તે અતિપ્રસંગની પ્રાપ્તિ નથી. ૩૦ ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે પદાર્થમાં અણુત્વ, મહત્ત્વ આદિ ધર્મો રહેલા છે અને તેની અભિવ્યક્તિ પ્રતિનિયત વ્યંજ કથી થાય છે અને તેમાં દૃષ્ટાંત તરીકે શરાવ બતાવ્યું અને કહ્યું કે જેમ શરાવમાં જલના સંપર્કથી ગંધ અભિવ્યક્ત થાય છે તેમ પ્રતિનિયત વ્યંજકથી અણુત્વ, મહત્ત્વાદિ ધર્મો અભિવ્યક્ત થાય છે. ત્યાં કોઈ શંકા કરે છે કે જલના સંપર્કથી શરાવમાં નવી ગંધ ઉત્પન્ન થાય છે પરંતુ પૂર્વમાં ઉત્પન્ન થયેલી ગંધ જ જલથી અભિવ્યક્ત થતી નથી, તેથી શરાવના દૃષ્ટાંતથી અભુત્વ, મહત્ત્વાદિ વસ્તુમાં છે અને પ્રતિનિયત વ્યંજકથી વ્યક્ત થાય છે તેમ સ્થાપન કરી શકાય નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શરાવ પૃથ્વીરૂપ છે તેથી જલના સંપર્ક પૂર્વે પણ તેમાં ગંધ સ્વીકારવી આવશ્યક છે.
અહીં પૂર્વપક્ષી કહે કે માટીમાં ગંધ હતી પરંતુ શરાવને અગ્નિમાં જ્યારે પકવવામાં આવે છે ત્યારે તે માટીમાં રહેલી ગંધ નાશ પામે છે માટે શરાવમાં ગંધ નથી પરંતુ જલના સંપર્કથી જ તેમાં ગંધ ઉત્પન્ન થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
શરાવને પકવવાની ક્રિયાથી શરાવમાં રહેલી ગંધનો નાશ થયો અને જલનો સંપર્ક થવાથી શરાવમાં નવી ગંધ ઉત્પન્ન થઈ તે પ્રમાણે કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી, સ્વકલ્પનામાત્ર જ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે માટીને કે વૃક્ષાદિરૂપ પૃથ્વીને વિશિષ્ટ અગ્નિનો સંયોગ થાય છે ત્યારે તે માટી કે વૃક્ષાદિ ગંધ વગરનાં થઈ જાય છે તે અનુભવસિદ્ધ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૃથ્વીના ગંધના નાશ માટે વિશિષ્ટ પ્રકારના અગ્નિનો સંયોગ જ હેતુ છે કે વિશિષ્ટ પ્રકારના તેજાબ આદિનો સંયોગ જ હેતુ છે, પરંતુ શરાવને પકવવા માટે જે અગ્નિસંયોગ છે તેટલો અગ્નિસંયોગ પૃથ્વીના