________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સબક-૧ | ગાથા-૨૯
૧૩૩ એથી આ પ્રકારના પ્રયાસથી શું ?-પૂર્વમાં ગ્રંથકારશ્રીએ અનુમાન કર્યું કે અણુત્વ, મહત્ત્વ આદિનો વિરોધ નથી; કેમ કે ભિન્નનિમિત્તકપણું છે સત્વ, અસત્ત્વની જેમ. અને ત્યારપછી સત્વ અસત્વમાં અને અણુત્વ, મહત્વમાં ભિન્ન પ્રકારનાં નિમિત્તો છે તેની સ્પષ્ટતા કરી એ પ્રકારના પ્રયાસથી શું ?. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી દત્તથી કહે છે – તો કનિષ્ઠાની અપેક્ષાથી પણ=કનિષ્ઠા આંગળીની અપેક્ષાથી, પણ અનામિકા આંગળીમાં પણ હ્રસ્વત્વ કેમ ન થાય ? અર્થાત્ હ્રસ્વત્વનો વિકલ્પ થઈ શકે છે તેમ માનવું પડે એ પ્રમાણે દિશા સૂચન છે. ll૧૯l ભાવાર્થ :
અવતરણિકામાં શંકા કરેલ કે એકજ્ઞાનશેયપણું હોવાથી અમુત્વ, મહત્ત્વ આદિમાં વિરોધ નથી એમ ન કહેવું. તેમાં હેતુ કહેલ કે જેમ શક્તિમાં આ રજત છે તેવું શેય એકજ્ઞાનમાં પ્રતીત થતું હોવા છતાં અપ્રમાણભૂત છે તેમ અણુત્વ, મહત્ત્વ આદિનું જ્ઞાન પણ અપ્રમાણભૂત છે તેમ જ સ્વીકારવું જોઈએ. તે શંકાના નિવારણ માટે કહે છે –
અણુત્વ, મહત્ત્વાદિરૂપે વિલક્ષણ પ્રતીત્યભાવોનો પરસ્પર વિરોધ કહેવાતો નથી; કેમ કે ભિન્ન પદાર્થની અપેક્ષાએ તે વસ્તુમાં અણુત્વભાવ છે અને ભિન્ન પદાર્થની અપેક્ષાએ તે વસ્તુમાં મહત્ત્વભાવ છે. વળી આ કથનને અનુમાનના પ્રયોગથી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે --
એક વસ્તુમાં પ્રતીત થતા અણુત્વ, મહત્ત્વ આદિ ભાવો વિરુદ્ધ નથી; કેમ કે ભિન્નનિમિત્તક અણુત્વ ભાવની પ્રતીતિ છે અને ભિન્ન નિમિત્તક તે જ વસ્તુમાં મહત્ત્વની પ્રતીતિ છે. જેમ એક જ વસ્તુમાં સ્યાદ્વાદી તે વસ્તુને પોતાના સ્વરૂપે સસ્વરૂપે સ્વીકારે છે અને તે જ વસ્તુને પરસ્વરૂપે અસતરૂપે સ્વીકારે છે તેથી એક જ વસ્તુમાં સત્ત્વનો અને અસત્ત્વનો વિરોધ નથી તેમ એક જ વસ્તુમાં અણુત્વ, મહત્ત્વ આદિ ભાવોનો વિરોધ નથી.
આ કથનથી એ ફલિત થાય કે સ્યાદ્વાદને માનનાર કોઈક વ્યક્તિ એક જ વસ્તુમાં અણુત્વનો અને મહત્ત્વનો વિરોધ માને છે અને સત્ત્વ અને અસત્ત્વમાં વિરોધ માનતી નથી, તેથી ગ્રંથકારશ્રીએ સત્ત્વ, અસત્તત્વવત્ એ દૃષ્ટાંત દ્વારા એક જ વસ્તુમાં અણુત્વનો અને મહત્ત્વનો વિરોધ નથી તેમ સ્થાપન કરેલ છે. અને ભિન્ન નિમિત્તકપણારૂપ હેતુ પ્રત્યક્ષથી સિદ્ધ છે આ પ્રકારનો અનુમાન પ્રયોગ કર્યો ત્યાં સ્યાદ્વાદને માનનાર પણ અણુત્વનો અને મહત્ત્વનો વિરોધ છે તેમ સ્વીકારનાર પૂર્વપક્ષી કહે કે તમે જે સત્તાસત્ત્વનું દૃષ્ટાંત આપ્યું તે દૃષ્ટાંતમાં વૈષમ્ય છે તેથી તે દૃષ્ટાંતના બળથી એક વસ્તુમાં અણુત્વ, મહત્ત્વનો વિરોધ નથી તેમ સ્વીકારી શકાય નહિ. દૃષ્ટાંતનું વૈષમ્ય પૂર્વપક્ષી સ્પષ્ટ કરે છે – સત્તાસત્ત્વમાં જેવું નિમિત્તપણું છે તેવું અણુત્વ, મહત્ત્વ આદિમાં નિમિત્તપણું નથી.