________________
૧૨૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | બક-૧ | ગાથા-૨૭, ૨૮ તજ્જાતીમાં અને સદોષમાં સ્થાપના સત્યભાષા પ્રવર્તતી નથી. જેમ ભાવયતિ સુસાધુ છે તે જ ચેતન જાતિવાળા વેશધારી પાસત્થા છે તેથી ભાવયતિની સમાન ચેતનજાતિવાળા છે અને ભાવયતિથી વિપરીત પરિણામવાળા હોવાથી સદોષ છે તેમાં ભાવયતિની સ્થાપના કરીને આ યતિ છે તેવો પ્રયોગ સ્થાપનાનિક્ષેપાની મર્યાદાથી થઈ શકતો નથી. માટે પાસસ્થામાં આ યતિ છે એ પ્રયોગને રૂપસત્ય કહી શકાય પરંતુ સ્થાપના સત્ય કહી શકાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે પ્રતિમામાં કેમ સ્થાપના સત્ય પ્રવર્તે છે ? તેથી કહે છે –
પ્રતિમા તજ્જાતીયથી ભિન્ન છે અને દોષ રહિત છે જીવત્વજાતિથી રહિત છે અને સાવદ્ય કૃત્યરૂપ દોષથી રહિત છે, તેથી તીર્થકરની સદશ આકૃતિ હોય તો “આ તીર્થકર છે' એ પ્રકારે સ્થાપના નિક્ષેપાની મર્યાદાથી કહી શકાય છે. સાવદ્યકર્મવાળા પાસત્થામાં ભાવસાધુની સ્થાપના કરવાનો અભિપ્રાય થઈ શકતો નથી પરંતુ સાધુના સદશ રૂપને જોઈને તે વેશના બળથી આ યતિ છે તેમ કહી શકાય છે. આથી જ આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે સાધુના વેશમાં સાવદ્યકર્મ અને નિરવદ્યકર્મ બન્ને છે; કેમ કે પાસત્થાના વેશમાં સાવદ્યકર્મ છે અને સુસાધુના વેશમાં નિરવદ્યકર્મ છે તેથી નિરવદ્યકર્મવાળા એવા ભાવયતિની સ્થાપના સાવદ્યકર્મવાળા લિંગમાં થઈ શકે નહિ. અને પ્રતિમામાં બન્ને નથી=સાવદ્યકર્મ નથી અને નિરવદ્ય કર્મ પણ નથી, તેથી નિરવદ્યકર્મવાળા તીર્થકરની કે સુસાધુની સ્થાપના પ્રતિમા આદિમાં થઈ શકે; કેમ કે પ્રતિમા આદિમાં સાવદ્યકર્મ નહિ હોવાને કારણે અનુમોદનાનો પ્રસંગ નથી અને પાસત્થામાં સાવદ્યકર્મ હોવાને કારણે ભાવયતિની સ્થાપના કરવામાં આવે તો તેના સાવદ્યકર્મની અનુમોદનાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
વળી પાસત્થામાં સ્થાપનાનિષેપો ન થઈ શકે અને જિનપ્રતિમામાં સ્થાપનાનિષેપો થઈ શકે તેનો વિસ્તાર ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમતપરીક્ષામાં કર્યો છે તેથી જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાનું સૂચન કરેલ છે.
આ સર્વ કથનથી સ્થાપના સત્ય અને રૂપસત્યનો શો ભેદ પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જીવ રહિત એવા દ્રવ્યમાં તીર્થંકર આદિનો આકાર એ સ્થાપના છે અને કૂટદ્રવ્યરૂપ પાસસ્થાનો વેશ એ રૂપ છે, એ પ્રકારનો સ્થાપના સત્ય અને રૂપસત્યનો ભેદ છે. ll૨૭ll અવતરણિકા:
उक्ता रूपसत्या । अथ प्रतीत्यसत्यामाह - અવતરણિકાર્ય :રૂપસત્યભાષા કહેવાઈ. હવે પ્રતીત્યસત્યભાષાને કહે છે –
ગાથા :
अविरोहेण विलक्खणपडुच्चभावाण दंसिणी भासा । भन्नइ पडुच्चसच्चा, जह एगं अणु महंतं च ।।२८।।