________________
૧૨૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૨૭
અબાધિદશામાં='યતમાન હોય તે યતિ કહેવાય' એ રૂપ શાસ્ત્રાનુસારી યતમાનસાધુમાં વપરાતો મુખ્યાર્થવાળો જે પરિણામ છે તેનો પાસસ્થામાં અબાધ છે એ પ્રકારના બોધકાળમાં, તેવા પ્રકારના વેશધારીમાં વળી તત્પદનો પ્રયોગ હોતે છતે આ યતિ છે' એ પ્રકારના પદનો પ્રયોગ હોતે છતે પરમાર્થથી અસત્યભાષાની પ્રવૃત્તિમાં પણ તે પ્રકારના પ્રયોગ કરનાર શ્રાવકની પરમાર્થથી અસત્યભાષાની પ્રવૃત્તિમાં પણ, અસંક્લેશનો પરિણામ હોવાને કારણે=જિતવચનના સ્મરણપૂર્વક જિતવચનાનુસાર લિંગો દ્વારા નિર્ણય કરીને ભાવયતિને જ ભાવયતિરૂપે સ્વીકારવાનો અસંક્લેશરૂપ પરિણામ હોવાને કારણે, કર્મબંધ નથી આ યતિ છે એ પ્રકારનો પ્રયોગ કરીને તેમના પ્રત્યે ઉપચાર વિનય કરવારૂપ કૃત્યથી કર્મબંધ નથી, ઊલટું વિધિશુદ્ધ પરિણામ હોવાને કારણે શાસ્ત્રવચનની વિધિના સ્મરણપૂર્વક શ્રમણનાં લિંગો દ્વારા સુસાધુનો નિર્ણય કરીને શાસ્ત્રમર્યાદા અનુસાર ભક્તિ કરવાનો વિશુદ્ધ પરિણામ હોવાને કારણે, મહાનિર્જરા જ છે એ પ્રમાણે જાણવું.
નનુથી ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે –
અહીં રૂપસત્યનું સ્વરૂપ બતાવ્યું એમાં, સ્થાપતાસત્ય જ હો; કેમ કે ભાવયતિત્વના બાધમાં=પાસસ્થા આદિમાં ભાવસાધુપણાના બાધમાં, સ્થાપનાતિત્વના આશ્રયણનું જ યુક્તપણું છે. એથીકએ શંકાના નિવારણના આશયથી, કહે છે=ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –
વળી તજ્જાતીયમાં અને સદોષમાંeભાવયતિત્વના સમાન એવા જીવત્વજાતીયવાળા પુરુષમાં અને સદોષ એવા પાસસ્થામાં, યતિપણાની સ્થાપના પ્રવર્તતી નથી.
દિ=જે કારણથી, તજ્જાતીયથી ભિન્ન અને દોષરહિતમાંeતીર્થકરમાં વર્તતા જીવજાતીયથી ભિન્ન અને તીર્થંકરથી વિપરીત દોષ રહિત એવી જિનપ્રતિમા આદિમાં, સ્થાપના પ્રવર્તે છે પરંતુ અન્યત્ર નહિ તજ્જાતીય અને સદોષ વસ્તુમાં નહિ; કેમ કે ત્યાં તજ્જાતીય અને સદોષવાળી વસ્તુમાં, તેવા પ્રકારના અભિપ્રાયનો અભાવ છેeગુણસંપન્ન પુરુષની સ્થાપના કરીને તેની ભક્તિ કરવારૂપ અભિપ્રાયનો અભાવ છે. તે આ કહેવાયું છે=પૂર્વમાં કહ્યું કે તજ્જાતીયમાં અને સદોષમાં સ્થાપના પ્રવર્તતી નથી પરંતુ તજ્જાતીયથી ભિન્ન દોષ રહિત વસ્તુમાં પ્રવર્તે છે તે આ, આવશ્યકનિર્યુક્તિમાં કહેવાયું છે –
ઉભય પણ લિગમાં છે સાવરકર્મ અને નિરવઘકર્મ બળે પણ, સાધુના વેશમાં છે અને પ્રતિમામાં બોલે પણ નથી સાવઘકર્મ અને નિરવઘકર્મ બન્ને પણ નથી, (એથી લિગમાં સ્થાપના થાય નહિ અને પ્રતિમામાં સ્થાપના થઈ શકે.) (આવશ્યકનિર્યુક્તિ ગાથા-૧૧૩૫)
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને જે પ્રમાણે આનું તત્વ છે=પાસસ્થામાં સ્થાપનાવિક્ષેપો ન થઈ શકે અને જિનપ્રતિમામાં સ્થાપનાતિક્ષેપો થઈ શકે એ કથનનું તત્ત્વ છે, તે પ્રમાણે વિસ્તારથી અધ્યાત્મમત પરીક્ષામાં ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું છે અને આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું કે રૂપસત્યવાળા પાસસ્થામાં યતિત્વનું સ્થાપન થઈ શકે નહિ એ રીતે, અતદ્રવ્યમાં=અચેતનદ્રવ્યમાં, તદાકાર=જિનપ્રતિમાદિનો આકાર, સ્થાપના