________________
૧૩૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ |
બક-૧ | ગાથા-૨૮, ૨૯
ભાવાર્થ(૧) પ્રતીત્યસત્યભાષા :
જેમ એક ફળ અન્ય ફળની અપેક્ષાએ કદમાં નાનું હોય ત્યારે ભાષા બોલનાર પુરુષ કહે કે આ ફળ આ ફળની અપેક્ષાએ નાનું છે તે વખતે તે બોલનાર પુરુષ તે નાનું કહેવામાં નિમિત્તભેદ બતાવે છે, તેથી કોઈ અન્ય ફળ તેનાથી પણ નાનું હોય તે નિમિત્તની અપેક્ષાએ તેને નાનું કહેલું નહિ હોવાથી વિરોધનો પરિવાર થાય છે. આવા વિલક્ષણભાવો નિમિત્તભેદ વગર એક પ્રતિસંધાનના વિષય બનતા નથી=કોઈકની અપેક્ષા રાખ્યા વગર આની અપેક્ષાએ નાનું અને આની અપેક્ષાએ મોટું એ પ્રકારે નિમિત્તભેદ વગર આ આનાથી નાનું છે અથવા આ આનાથી મોટું છે એ પ્રકારના પ્રતીતિના વિષય બનતા નથી. આવા ભાવોને પ્રતીત્યભાવો કહેવાય છે=આને આશ્રયીને આ નાનું અને આને આશ્રયીને આ મોટું એ પ્રકારે પ્રતીતિને આશ્રયીને જણાવનારા ભાવો છે.
ન્યાયની પરિભાષામાં તેમને સપ્રતિયોગિક પદાર્થો કહેવાય છે અર્થાત્ આ વસ્તુમાં રહેલા અણુપણાનો પ્રતિયોગી આ પદાર્થ છે અને આ વસ્તુમાં રહેલા ગુરુપણાનો પ્રતિયોગી આ પદાર્થ છે. જેમ ચણોઠીમાં રહેલા અણુપણાનો પ્રતિયોગી બોર પદાર્થ છે અને બોરમાં રહેલા ગુરુપણાનો પ્રતિયોગી ચણોઠી પદાર્થ છે. આવા પદાર્થોને જોનારી ભાષા તે પ્રતીત્યસત્યભાષા છે. જેમ ચણોઠીને જોઈને કોઈ કહે કે ફળાન્તરરૂપ બોરની અપેક્ષાએ ચણોઠી અણુ છે અને ચણોઠીની અપેક્ષાએ બોર મહાન છે. આ પ્રકારને કહેનારી ભાષા પ્રતીત્યસત્યભાષા કહેવાય છે. આ રીતે જ કનિષ્ઠા આંગળીની અપેક્ષાએ અનામિકા આંગળીને દીર્ઘ કહેવાય છે અને મધ્યમા આંગળીની અપેક્ષાએ અનામિકાને હૃસ્વ કહેવાય છે. આ રીતે આ વસ્તુ આના કરતાં અધિક શ્વેત છે અને આ વસ્તુ આના કરતાં અલ્પ શ્વેત છે ઇત્યાદિ પ્રતીતિ અનુસાર યથાર્થ પદાર્થને કહેનારી ભાષા પ્રતીત્યસત્યભાષા છે.
વળી તે સત્યભાષાને જ કોઈક નિમિત્તાન્તરને બતાવીને કહે તો તે ભાષા મૃષા જ થાય. જેમ અનામિકા આંગળી કનિષ્ઠાની અપેક્ષાએ દીર્ઘ હોવા છતાં મધ્યમા આંગળીરૂપ નિમિત્તાન્તરને બતાવીને તેને દીર્થ કહેવામાં આવે તે તે ભાષા પ્રયોગનો વિષય અનુભવ અનુસાર નહિ હોવાથી તે ભાષા મૃષા જ છે. ૨૮ અવતરણિકા -
नन्वेकस्यैव कथमणुत्वमहत्त्वादिनानापरिणामसमावेशः, विरोधात्, न चैकज्ञानज्ञेयत्वान्न विरोधः तज्ज्ञानाऽप्रमात्वस्यैवाऽऽपाद्यत्वादित्याशङ्कायामाह - અવતરણિકાર્ચ -
એક જ વસ્તુમાં અણુપણું અને મહત્પણું આદિરૂપ અનેક પરિણામનો સમાવેશ કેવી રીતે થાય? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે વિરોધ છે=જે અણુ હોય તે મહત્ કહેવાય નહિ અને જે મહદ્ હોય તે