________________
૭૩
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૬ અને અસત્યામૃષા બે, અપર્યાપ્ત છે. ત્યાં પર્યાપ્ત અપર્યાપ્ત બે ભેદમાં, જે અવધારણ કરવા માટે શક્ય છે તે પર્યાપ્ત છે વળી વિપરીત=અવધારણ કરવા માટે અશક્ય, અવ્ય છે=અપર્યાપ્ત છે. તદુાં વાવરુદ્ધન્યૂ – તે-ગાથામાં કહ્યું તે, વાક્યશુદ્ધિ ચૂણિમાં કહેવાયું છે –
ક્નત્તા .... ઉત્ત“પર્યાપ્તિકા ભાષા એટલે જે અવધારણ કરવા માટે શક્ય છે. જે પ્રમાણે આ ભાષા સત્ય છે અથવા મૃષા છે આ ભાષા પર્યાપ્તિકા છે=પર્યાપ્તિકા ભાષા છે. જે વળી સત્ય પણ છે મૃષા પણ છે=સત્યમૃષા છે, બે પક્ષવાળી પણ છે-અસત્યામૃષા છે તે વિભાવન કરવા માટે શક્ય નથી=નિર્ણય કરવા માટે શક્ય નથી, જે પ્રમાણે આ સત્ય છે અથવા મૃષા છે, તે અપર્યાપ્તિકા ભાષા છે.” (દશવૈકાલિકસૂત્ર જિનદાસગણિકૃત ચૂણિ, પૃ. ૨૩૯)
ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
વઘારીય... વિવાર મિત્યારે અને અવધારણીયપણું સત્ય અસત્ય અવતરત્વ પ્રકારક પ્રમાવિષયત્વરૂપ છે=આ ભાષા સત્ય છે, અથવા આ ભાષા અસત્ય છે એ પ્રકારે આ બેમાંથી એક પ્રકારક નિર્ણયનું વિષયપણું જે ભાષામાં હોય તે અવધારિણી ભાષા છે અને અવધારણીયપણું તેનો અભાવ છે=સત્યાસત્ય અવ્યતરત્વપ્રકારક પ્રમાવિષયત્વનો અભાવ છે, તે કારણથી=અવધારણત્વનું લક્ષણ ભાષામાં રહેલા પ્રમાવિષયત્વ કે અપ્રમાવિષયત્વને આશ્રયીને કર્યું પરંતુ શ્રોતાના બોધને આશ્રયીને ન કર્યું તે કારણથી, તદ્ અત્યતર ભ્રમવિષયપણાથી અપર્યાપ્ત ભાષાનું પાછળની બે અપર્યાપ્ત ભાષાનું, પર્યાપ્તપણું નથી અથવા તત્ સંશયવિષયપણાથી=સત્યભાષામાં અને અસત્યભાષામાં કોઈને સંશય થાય તેવા વિષયપણાથી, પર્યાપ્તભાષાનું અપર્યાપ્તપણું નથી ઈત્યાદિનો ઊહ કરવો=નિર્ણય કરવો. અન્યતરતો વ્યવહાર જ=જે ભાષામાં સત્ય કે અસત્ય. અવ્યતરનો વ્યવહાર જ, અવધારણ છે, એ પ્રકારે બીજાઓ અવધારિણી ભાષાનું લક્ષણ કરે છે. I૧૬ ભાવાર્થસત્ય અને અસત્યભાષા પર્યાપ્ત ભાષા તથા મિશ્ર અને અનુભયભાષા અપર્યાપ્તભાષા :
ગાથા-૧૫માં કહ્યું કે બોલાયેલા ભાષાદ્રવ્યને આશ્રયીને ભાવભાષા ચાર ભેદવાળી છે તેમાંથી સત્ય અને અસત્યભાષારૂપ પ્રથમની બે ભાષા પર્યાપ્તભાષા છે. અહીં પ્રશ્ન થાય કે પર્યાપ્તભાષા એટલે શું ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – જે ભાષા સાંભળીને વિવેકસંપન્ન શ્રોતા નિર્ણય કરી શકે કે આ ભાષા તત્ત્વને બતાવનાર હોવાથી સત્ય છે અને આ ભાષા એકાંતવાદને બતાવનાર હોવાથી અસત્ય છે તેવી ભાષાને પર્યાપ્ત ભાષા કહેવાય; કેમ કે વક્તાના વચનથી બોલાયેલી ભાષામાં તે કહેવા માંગે છે તે પદાર્થ સત્ય છે ? કે તે કહેવા માંગે છે તે પદાર્થ અસત્ય છે ? તેવો નિર્ણય કરવા માટે તે ભાષા પર્યાપ્ત છે=પૂરતી છે.
વળી મિશ્રભાષા અને અનુભયભાષા અપર્યાપ્ત છે; કેમ કે અશોકવન એ પ્રમાણે કોઈ મિશ્રભાષા બોલે ત્યારે તેના વચનથી આ સત્ય છે અથવા આ ભાષા અસત્ય છે ? એવો નિર્ણય થઈ શકે નહિ એથી વક્તાની