________________
૯૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૦
વ્યવસ્થિત છે –
હે ભગવંત ! જે સ્ત્રીવાણી, જે પુરુષવાણી, જે નપુંસકવાણી પ્રજ્ઞાપની એ ભાષા છે. આ ભાષા મૃષા નથી ? તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે – હે ગૌતમ ! જે સ્ત્રીવાણી સ્ત્રીલિગમાં વપરાયેલા શબ્દોને કહેનારી વાણી છે, જે પુરુષવાણી છે, જે નપુંસકવાણી છે એ ભાષા પ્રજ્ઞાપની છે, એ ભાષા મૃષા નથી.” (પ્રજ્ઞાપનાસૂત્ર ભાષાપદ સૂત્ર ૧૬૨)
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. આ રીતે-પૂર્વમાં કહ્યું કે સ્ત્રીલિંગ, પેલિંગ આદિ શબ્દો વ્યવહાર અતુગત શ્રુતપ્રસિદ્ધ છે એ રીતે, ભાષાનું ચાતુર્વિધ્ય પણ. વ્યવહાર અનુગત શ્રુતમૂલકપણું હોવાથી અવાસ્તવ નથી એ પ્રકારનો ભાવ છે. નિશ્ચયમાં અને વ્યવહારમાં એક અવશ્ય અપ્રમાણ જ છે; કેમ કે અન્યથા=નિશ્ચયને અભિમત બે ભાષા અને વ્યવહારને અભિમત ચાર ભાષામાંથી એકને અપ્રમાણ ન સ્વીકારવામાં આવે તો, વસ્તુનું ભાષારૂપ વસ્તુનું, તેમને અભિમત Àરૂપ્યની અનુપપત્તિ છે=વ્યવહારનયને અભિમત ચાર પ્રકાર અને નિશ્ચયનયને અભિમત બે પ્રકાર એ રૂપ Àરૂપ્યની અનુપપત્તિ છે એ પ્રમાણે ‘ાથ'થી શંકા કરનાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી; કેમ કે વસ્તુનું ભાષા આદિરૂપ વસ્તુનું, અનંતધર્માત્મકપણાનું પ્રામાણિકપણું છે. - અહીં પ્રશ્ન થાય કે એકવસ્તુને અનેક સ્વરૂપે કઈ રીતે સ્વીકારી શકાય ? તેથી વસ્તુને અનેક સ્વરૂપે ન સ્વીકારવામાં શું દોષની પ્રાપ્તિ થાય ? તેમાં હેતુ કહે છે --
અન્યથાએક વસ્તુને અનેક સ્વરૂપે ન સ્વીકારવામાં આવે તો એક જ પુરુષની પિતા, પુત્ર આદિ વ્યવસ્થાની અનુપપત્તિ છે એક જ પુરુષ કોઈકતો પિતા છે, કોઈકનો પુત્ર છે તો કોઈકનો ભાઈ છે ઈત્યાદિ લોકપ્રસિદ્ધ વ્યવસ્થાની અનુપપત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે જો વસ્તુ અનેકધર્માત્મક હોય તો વસ્તુના સ્વરૂપને તે રીતે જ સ્થાપન કરવું જોઈએ તેને બદલે નિશ્ચયનય ભાષાને બે પ્રકારે માને છે અને વ્યવહારનય તેની તે જ ભાષાને ચાર પ્રકારે માન છે તે પ્રકારે નયનો વિભાગ કેમ છે ? તેમાં હેતુ કહે છે –
તે તે ધર્મના ગૌણ-મુખ્યત્વની ઉપપત્તિ માટે જ=ભાષારૂપ વસ્તુમાં અપેક્ષાએ બે વિભાગ છે, અપેક્ષાએ ચાર વિભાગ છે. તેમાંથી બે વિભાગને મુખ્ય કરીને ચાર વિભાગને ગૌણ કરીને અથવા ચાર વિભાગને મુખ્ય કરીને અને બે વિભાગને ગૌણ કરીને વસ્તુની ઉપપતિ માટે જ, નયભેદનું અનુસરણ છે, એ પ્રકારે અન્યત્ર=અન્ય ગ્રંથોમાં, વિસ્તાર છે. પર| ભાવાર્થ - પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે નિશ્ચયનયથી આરાધનાને આશ્રયીને પણ ભાષાનું