________________
૯૯
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા૨૦ દૈવિધ્ય જ છે તેથી એ ફલિત થયું કે ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષાને આશ્રયીને તો ભાષા સત્ય, અસત્ય બે રૂપ જ નિશ્ચયનયથી છે પરંતુ આરાધનાને આશ્રયીને વિચારીએ તોપણ જિનવચનાનુસાર ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષા સત્ય છે અને જિનવચનમાં અનુપયુક્તથી બોલાયેલી ભાષા વિરાધક હોવાથી મૃષા જ છે. આ રીતે નિશ્ચયનયનો વિભાગ પારમાર્થિક હોય તો વ્યવહારનયે જે ભાષાના ચાર વિભાગો પાડ્યા તે કલ્પિત જ છે તેમ માનવું પડે; કેમ કે વ્યવહારનયના ચાર ભેદોમાંથી પાછળના બે ભેદો વચનને આશ્રયીને પણ પ્રથમની બે ભાષામાં અંતર્ભાવ પામે છે અને આરાધનાને આશ્રયીને પણ પ્રથમ બે ભાષામાં અંતર્ભાવ પામે છે, તેથી તે પાછળના બે વિભાગો વ્યવહારનયે પોતાની વાસનાને આશ્રયીને પ્રથમના બે ભેદોથી પૃથક કર્યા છે. વાસ્તવિક પાછળના બે ભેદો પ્રથમના બે ભેદોથી જુદા નથી. આ પ્રકારે કોઈને મતિ થાય તેને ગ્રંથકારશ્રી કહે છે --
તે મતિ ઉચિત નથી; કેમ કે વ્યવહાર અનુગત વસ્તુ પણ શ્રસિદ્ધ છે જેમ મનુષ્યમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના ભેદો છે. તે ભદોમાં સ્ત્રી આદિનાં લક્ષણો ઘટે છે, પરંતુ ખાટલી, ઘટ, કુડી આદિ વસ્તુમાં પણ વ્યવહારનયથી સ્ત્રીલિંગ, પેલિંગ, નપુંસકલિંગ પ્રસિદ્ધ છે તેથી તે અપ્રમાણ નથી તેમ નિશ્ચયનયથી સત્ય અને અસત્ય બે જ ભાષા હોવા છતાં વ્યવહારનય મિશ્રભાષાને અને અનુભયભાષાને તે તે પ્રકારના ભાષાના ભેદને કારણે પૃથક કરે છે તે સંગત જ છે. તેથી ભાષાનું ચતુર્વિધપણું પણ શ્રુતમૂલક હોવાને કારણે અવાસ્તવિક નથી.
અહીં પ્રશ્ન થાય કે આ રીતે નિશ્ચયનય ભાષાના બે ભેદને સ્વીકારે અને વ્યવહારનય તે જ ભાષાના ચાર ભેદા કરે તો તે બેમાંથી એક પ્રમાણ છે અને એક અપ્રમાણ છે તેમ માનવું પડે. આવું ન સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે બોલાયેલી ભાષા બે સ્વરૂપવાળી પણ છે અને ચાર સ્વરૂપવાળી પણ છે. આમ સ્વીકારીએ તો બે સ્વરૂપવાળી ભાષા ચાર સ્વરૂપવાળી છે અથવા ચાર સ્વરૂપવાળી ભાષા બે સ્વરૂપવાળી છે તે વચન સંગત થાય નહિ માટે નિશ્ચયનયને અભિમત બે ભાષા છે તે પ્રમાણ છે અથવા વ્યવહારનયને અભિમત ચાર ભાષા છે તે પ્રમાણ છે, તે બે પ્રકારમાંથી કોઈ એક વચન પ્રમાણભૂત સ્વીકારવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રકારની શંકા કરવી નહિ; કેમ કે વસ્તુ અનંતધર્માત્મક છે તેથી કોઈક દૃષ્ટિથી તેના બે ભેદ કરી શકાય અને કોઈક દૃષ્ટિથી તેના ચાર ભેદ પણ કરી શકાય.
જેમ જીવના ભેદો અપેક્ષાએ ત્રસ અને સ્થાવર બે રૂપ થાય છે, તો વળી અન્ય અપેક્ષાએ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી પાંચ ભેદો થાય છે અને વસ્તુને અનંતધર્માત્મક ન સ્વીકારવામાં આવે તો એક જ પુરુષ કોઈકના પિતા થાય છે, કોઈનો પુત્ર થાય છે, કોઈકનો ભાઈ થાય છે, તે વ્યવસ્થા સંગત થાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે વસ્તુમાં અનેક ધમાં હોય તો તે સર્વધર્મોને કહેવા જોઈએ તેના બદલે નિશ્ચયનયથી ભાષાના બે ભેદ છે અને વ્યવહારનયથી ભાષાના ચાર ભેદ છે એ પ્રકારનો વિભાગ કરવાનું શું પ્રયોજન છે ? એથી કહે છે –