________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૨૩
૧૦૭
ગાથાર્થ :
જે જે ભાષા, જનપદના સંક્તથી લોકને અર્થનો બોધ કરાવે છે એ=એ ભાષા, જનપદસત્યભાષા ધીર પુરુષો વડે કહેવાઈ છે. ૨૩ ટીકા :__या जनपदसङ्केताल्लोकस्याऽर्थं प्रत्याययति एषा भाषा धीरपुरुषैः तीर्थकरगणधरैः जनपदसत्या प्रज्ञप्ता, तथा च 'जनपदसङ्केतमात्रप्रयुक्ताऽर्थप्रत्यायकत्वं' एतल्लक्षणम्, मात्रपदं अनादिसिद्धसङ्केतव्यवच्छेदार्थम्, अस्ति चाऽत्रेदं लक्षणं कोकणादिसंकेतज्ञानादेव पिच्चादिपदात् पयःप्रभृतिप्रतीतेः ।
स्यान्मतम् अपभ्रंशे शक्त्यभावादबोधकत्वम्, यदि च ततोऽपि बोधस्तदा शक्तिभ्रमादेवेति, मैवम्, ईश्वराऽसिद्धौ तत्तत्पदबोद्धव्यत्वप्रकारित्वावच्छिन्नेश्वरेच्छारूपशक्तेरप्यसिद्धेः सङ्केतज्ञानत्वेनैव शाब्दबोधहेतुत्वात्, संस्कृतसङ्केतस्यैव सत्यत्वं नापभ्रंशसंकेतस्येत्यर्थस्य विनिगन्तुमशक्यत्वाच्चेत्यन्यत्र (પ્રસ્થા-રૂ૦૦ સ્નો) વિસ્તર: |
न चेयं तत्तद्देश एव सत्या, न तु शास्त्रेऽपि शक्तशब्दान्तरमध्यपतिताऽपीति वाच्यम् अविप्रतिपत्त्याऽदुष्टविवक्षाहेतुत्वेनाऽन्यत्राऽपि तस्याः सत्यत्वात्, अन्यथा देशीयशब्देन कुत्राऽप्यन्वयाऽनुपपत्तिप्रसङ्गात्
ટીકાર્ય :
ચા બન ...... પ્રસન્ II જે જનપદના સંકેતથી લોકને અર્થનો બોધ કરાવે છે એ ભાષા ધીરપુરુષ એવા તીર્થકર, ગણધરો વડે જનપદસત્ય કહેવાઈ છે અને તે રીતે જનપદના સંકેતથી બોધ કરાવે છે તે રીતે, જનપદના સંકેતમાત્ર પ્રયુક્ત અર્થપ્રત્યાયકપણું આનું લક્ષણ છે જનપદસત્યભાષાનું લક્ષણ છે. માત્રપદ=લક્ષણમાં વપરાયેલ માત્રપદ, અનાદિસિદ્ધ સંકેતના વ્યવચ્છેદ માટે છે. અને આમાં=જતપદસત્યભાષામાં, આ લક્ષણ છે=પૂર્વમાં કહ્યું એ લક્ષણ છે; કેમ કે કોંકણ આદિ દેશના સંકેતના જ્ઞાનથી જ પિચ્ચાદિ પદથી પાણી વગેરેની પ્રતીતિ છે.
આ પ્રમાણે શંકા થાય, અપભ્રંશમાં જનપદથી સંકેત કરાતી જનપદસત્યરૂપ અપભ્રંશ ભાષામાં, શક્તિનો અભાવ હોવાથી=ઈશ્વરની ઈચ્છાને આધીન તે તે પદમાં તે તે પ્રકારના અર્થનો બોધ કરાવાની શક્તિ છે તે પ્રકારની શક્તિનો અભાવ હોવાથી, અબોધકપણું છે અને જો તેનાથી પણ જનપદના સંકેતથી પણ, બોધ થાય અપભ્રંશ ભાષાનો બોધ થાય, તો શક્તિના ભ્રમથી જ થાય છે-તે પદમાં તે અર્થબોધ કરાવાની શક્તિ છે એ પ્રકારના શક્તિના ભ્રમથી જ થાય છે.
‘ત્તિ' શબ્દ શંકાની સમાપ્તિ માટે છે.