________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સબક-૧ | ગાથા-૨૬
૧૨૩ વાચક શબ્દથી જે ક્રિયાની પ્રાપ્તિ થતી હોય તે ક્રિયાનો તે પુરુષમાં વિરહ હોય તે કાળમાં, વળી અન્યથાપણું છે=તે ભાષામાં પરિણામ સત્યત્વપણું નથી પરંતુ તેનાથી અન્યથા તામસત્યત્વમાત્ર જ છે, ઈત્યાદિનો ઊહ કરવો. ૨૬
ભાવાર્થ :
(૪) નામસત્યભાષા :
કોઈ પુરુષનું નામ આપવામાં આવેલ હોય કે આ ધનવાન છે અને તે પુરુષ ધનથી રહિત હોય તોપણ તેને ધનવાન કહેવામાં આવે તે નામથી સત્યભાષા છે. તેનો જ અર્થ સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે ધનવાનરૂપ ભાવાર્થથી રહિત એવા પુરુષમાં નામસંકેત માત્રથી જ તેને ધનવાન કહેવો એ પ્રકારના અભિપ્રાયમાત્રથી જ જે ભાષા બોલાય છે તે નામસત્યભાષા છે.
આ પ્રકારનું નામ સત્યનું લક્ષણ કર્યું ત્યાં કોઈ શંકા કરે છે –
જો ધનરહિત પણ પુરુષનું ધનવાન એ નામ છે તે નામથી સત્ય હોય તો લોકો તેનો ઉપહાસ કેમ કરે છે ? અર્થાત્ લોકાના ઉપહાસથી નક્કી થાય છે કે તેનું ધનવાન એ પ્રકારનું નામ એ સત્યભાષા નથી, આથી જ તે લોકમાં ઉપહાસપાત્ર બને છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જે જીવ મધ્યસ્થતાથી વસ્તુનો વિચાર કરે છે તેઓને જ્ઞાન છે કે આ પુરુષનું નામ તેના માતાપિતાએ આપેલું છે તેથી નામસંકેત માત્રથી તેને ધનવાન કહેવો તે કાંઈ અનુચિત નથી, તેથી તેઓ તે પુરુષનો ઉપહાસ કરતા નથી માટે તે ભાષા નામ સત્ય સ્વીકારવામાં કોઈ દોષ નથી. ' વળી અન્ય જીવો જેઓ મધ્યસ્થ નથી તેઓ કઈ રીતે ઉપહાસ કરે છે ? તે સ્પષ્ટ કરે છે.
જેમ કોઈ પુરુષ નવી કાંબલ લઈ આવ્યો હોય અને કહે કે આ નવકાંબલ છે. કોઈ વાછલ કરીને નવનો અર્થ નવ સંખ્યા ગ્રહણ કરીને તેને કહે કે નવ કંબલ ક્યાં છે ? એમ કહીને તેના વચનને મૃષા કહે છે. વસ્તુતઃ નવ સંખ્યા અર્થમાં કહેનાર પુરુષ કહેતો નથી પરંતુ નવીન અર્થમાં નવ શબ્દ પ્રયોગ કરે છે તેમ પ્રસ્તુત અર્થમાં પણ ધનરહિત તે પુરુષનું નામમાત્ર ધનવાન છે, છતાં અભિપ્રાયાંતર ગ્રહણ કરીને આ ધનરહિત છે તેને સ્મૃતિમાં લાવીને વાછલથી આ પુરુષ ઘણા ધનથી આર્યો છે એમ કહીને ધનવાન શબ્દ દ્વારા તેનો ઉપહાસ કરે છે; કેમ કે મહામહનો સ્વભાવ જીવને વિચિત્ર પ્રકારની નર્તન ક્રિયા કરાવે એવો છે, તેથી તેઓ જાણે છે કે આ પુરુષનું નામ જ ધનવાન છે, છતાં ઉપહાસ કરવાના પરિણામને વશ ધનવાન શબ્દનો અન્ય અર્થ કરીને તે પુરુષનો ઉપહાસ કરે છે, જેમ નવકંબલમાં નવનો અન્ય અર્થ કરીને નવકંબલ કહેનારનો લોકો ઉપહાસ કરે છે.
વળી કોઈ પુરુષનું નામ ધનવાન હોય અને તે પુરુષ પણ ધનથી આક્ય હોય તો તે પુરુષમાં ધનવાન એ પ્રકારનો વચનપ્રયોગ માત્ર નામસત્ય જ નથી પરંતુ પરિણામસત્ય પણ છે; કેમ કે ધનવાન શબ્દનો વ્યુત્પત્તિઅર્થ તેમાં સંગત થાય છે.