________________
૧૧૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૫
એથી સ્થાપનાસત્યભાષા સંમતસત્યના લક્ષણથી આક્રાન્ત જ છે, એમ ન કહેવું; કેમ કે ઉપધેયતા સાંકર્યમાં પણ=સંમતસત્યભાષા અને સ્થાપનાસત્યભાષારૂપ ઉપધેયના સાંકર્યમાં પણ, ઉપાધિનું અસાંકર્ય છે=સંમતસત્યત્વ અને સ્થાપનાસત્યત્વરૂપ ઉપાધિનું અસાંકર્ય છે. ।।૨૫।।
ભાવાર્થ :
(૩) સ્થાપનાસત્યભાષા :
સ્થાપનામાં વર્તમાન ભાષા સ્થાપનાસત્ય છે.
સ્થાપનામાં વર્તમાન ભાષા કેવા પ્રકારની હોય
તે શબ્દનો જે વ્યુત્પત્તિ અર્થ છે તેનાથી રહિત સંકેતવાળી સ્થાપનારૂપ વસ્તુમાં બોલાતી ભાષા સ્થાપનાસત્ય છે. જેમ જિનપ્રતિમામાં જિન શબ્દનો જે વ્યુત્પત્તિ અર્થ છે કે રાગાદિને જેમણે જીત્યા હોય તે જિન કહેવાય તેવા વ્યુત્પત્તિ અર્થથી રહિત જિનના આકારવાળી પ્રતિમામાં આ જિન છે એ પ્રકારનો શબ્દપ્રયોગ કરાય છે તે સ્થાપનાસત્ય છે.
કેમ જિનપ્રતિમાને જિનપ્રતિમા ન કહેતાં જિન કહેવામાં આવે તોપણ તે વચન સત્ય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
જિન શબ્દ જેમ ભાવિજનમાં વપરાય છે એમ સ્થાપનાજિનમાં પણ વપરાય છે; કેમ કે શાસ્ત્રવચનથી ચાર નિક્ષેપાઓ પ્રમાણ છે તેથી જિનશબ્દથી વાચ્ય સ્થાપનાનિક્ષેપાને પણ પ્રમાણ સ્વીકારવું પડે.
સ્થાપનાસત્ય છે ? તે બતાવે છે
--
અહીં પ્રશ્ન થાય કે જિનશબ્દ જેમ ભાવિજનમાં વપરાય છે તેમ નામજિન સ્થાપનાજિન આદિમાં વપરાય તો બોધ કરનારને જિનશબ્દથી કોને ગ્રહણ કરવું છે તે કેવી રીતે નિર્ણય થાય ? તેથી કહે છે
ચારે નિક્ષેપામાં વપરાતો જિન શબ્દ કયા જિનમાં વપરાયેલો છે તેનો નિર્ણય પ્રકરણ આદિના મહિમાથી જ થાય છે, જેમ ‘સૈધવમાનય’ એ પ્રકારનો કોઈ પ્રયોગ કરે ત્યારે સૈન્ધવ શબ્દ લવણમાં અને ઘોડા અર્થમાં પણ વપરાય છે, છતાં યુદ્ધના પ્રકરણમાં કોઈ કહે કે ‘સેન્ધવમાનવ' ત્યારે તે યુદ્ધના પ્રકરણના મહિમાથી પ્રાજ્ઞ પુરુષ લવણને લાવતો નથી પરંતુ અશ્વને લાવે છે તેમ પૂજા આદિના પ્રસ્તાવ વખતે કોઈ કહે કે જિનની પૂજા કરો ત્યારે તે પ્રસ્તાવને અનુરૂપ જિન શબ્દથી જિનપ્રતિમાનું ગ્રહણ થાય છે. પ્રકરણ આદિમાં આદિ પદથી તે વસ્તુને કહેનાર અન્ય સહવર્તી વચનોથી પણ વિશેષનો નિર્ણય થાય છે. જેમ જિનની સુંદર અંગરચના થઈ તે વખતે જિન શબ્દ સાથે સહવર્તી અંગરચના પદના મહિમાથી જિનશબ્દથી જિનપ્રતિમાનાં નિર્ણય થાય છે.
આનાથી સ્થાપનાસત્યભાષાનું શું લક્ષણ પ્રાપ્ત થાય છે ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે
મોટા ભાગે ભાવમાં પ્રવર્તતા પણ શબ્દોનું પ્રકરણ આદિના બળથી નિયંત્રિત શક્તિપણું હોવાને કારણે=સ્થાપનારૂપ આકૃતિની તે પદની વાચકતારૂપ નિયંત્રિત શક્તિપણું હોવાને કારણે, સ્થાપનાપ્રતિપાદકત્વની