________________
ભાષારહ પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૫
૧૧૯
પ્રતીતિ તે પદમાંથી થાય છે, તે સ્થાપના સત્ય છે. આ પ્રકારનું સ્થાપના સત્યભાષાનું લક્ષણ બતાવ્યું એના દ્વારા સ્થાનકવાસી જે કહે છે તે શાસ્ત્રવિરુદ્ધ છે તે બતાવતા ગ્રંથકારશ્રી કહે છે –
સ્થાનકવાસી કહે છે કે અચેતન એવી પ્રતિમામાં તીર્થકર આદિ પદ પ્રતિપાદન કરવામાં આવે તો અજીવ એવા પત્થરમાં જીવસંજ્ઞા સ્વીકારવાનો દોષ આવે, માટે પ્રતિમાને જિન કહી શકાય નહીં. તેનું કથન સ્થાપના સત્ય સ્વીકારવાથી નિરાકત થાય છે; કેમ કે સ્થાનકવાસી કહે છે એમ સ્વીકારવામાં આવે તો સ્થાપના સત્યનું પ્રતિપાદન કરનાર સૂત્રનું ઉન્મેલન થાય છે, તેથી ભગવાનના આગમના ઉન્મેલનથી અરિહંતની આશાતના, શ્રતની આશાતના અને ગણધરની આશાતના પ્રાપ્ત થાય છે, તેથી અનંતસંસારી થવાનો પ્રસંગ આવે, માટે શાસ્ત્રને પ્રમાણ માનનારાએ સ્થાપના સત્ય અવશ્ય સ્વીકારવું જ
તાસત્ય અવશ્ય સ્વીકારવું જોઈએ. વળી ન્યાયદર્શનમાં પણ સૂત્ર છે કે ગોપદનો અર્થ ગાયરૂપ વ્યક્તિ, ગાયની આકૃતિ અને ગાયમાં વર્તતી ગોત્વ જાતિ છે. તે પ્રમાણે આકૃતિરૂપ સ્થાપનાનિપાનો સ્વીકાર થાય છે અને તે વચનાનુસાર વિચારીએ તો તીર્થકરરૂપ વ્યક્તિ જે દ્રવ્યનિક્ષેપો છે તે તીર્થંકરપદથી વાચ્ય છે, તીર્થંકરની આકૃતિ તે તીર્થંકરપદથી વાચ્ય છે અને તીર્થકરમાં રહેલ તીર્થંકરપણું તે પણ તીર્થંકરપદથી વાચ્ય છે તેથી ભાવતીર્થંકરને આ તીર્થંકર છે તેમ કહીએ ત્યારે તે તીર્થંકર પદથી વાચ્ય તીર્થંકરરૂપ વ્યક્તિ, તીર્થંકરની આકૃતિ અને તીર્થકરપણું એ ત્રણે બને છે, તેથી ભાવતીર્થંકરમાં રહેલ જે આકૃતિ છે તે ભાવનિક્ષેપા સહવર્તી સ્થાપનાનિક્ષેપો છે અને પ્રતિમામાં તે જ આકૃતિ છે, વ્યક્તિ અને જાતિ નથી તોપણ તીર્થંકરપદથી જ્યારે ત્રણે વાચ્ય છે એમ સ્વીકારીએ ત્યારે પ્રતિમામાં રહેલી આકૃતિ પણ તીર્થંકર પદથી વાચ્ય સ્વીકૃત થાય છે.
અહીં કોઈ શંકા કરે કે ગાય પદથી વાચ્ય ગોવધર્મથી વિશિષ્ટ ગાય વ્યક્તિ જ છે, પરંતુ ગાયની આકૃતિ અને ગોત્વ જાતિ વાચ્ય નથી. છતાં કોઈને કહેવામાં આવે કે તું ગાયને લઈ આવ ત્યારે તે વ્યક્તિને ગાયની આકૃતિ અને ગોત્વ જાતિની ઉપસ્થિતિ થાય છે તે લક્ષણાથી જ થાય છે. જેમ “
Tયાં ઘS: કહેવામાં આવે ત્યારે લક્ષણાથી ગંગાતીરની ઉપસ્થિતિ થાય છે તેમ ગાયપદથી વાચ્ય ગાય વ્યક્તિ જ હોવા છતાં ગાયની તેવી આકૃતિ અને ગોત્વ જાતિ ગાય સાથે અવિનાભાવી સંબંધ હોવાથી બોધ કરનારને લક્ષણાથી આકૃતિ અને જાતિની ઉપસ્થિતિ થાય છે. ગૌતમઋષિનું સૂત્ર કોઈ અન્ય અભિપ્રાયથી કહેવાયું છે, પરંતુ ગોપદની શક્તિ વ્યક્તિ આકૃતિ અને જાતિ ત્રણેમાં છે તે અભિપ્રાયથી કહેવાયું નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે --
આ પ્રમાણે ન કહેવું; કેમ કે શબ્દના અનુશાસનથી ગુરુ પણ અર્થમાં તે પદની શક્તિ સ્વીકારવામાં આવેલ છે.
કયા પ્રકારના શબ્દના અનુશાસનથી ગુરુ પણ અર્થમાં તે પદની શક્તિ સ્વીકારાઈ છે? તે સ્પષ્ટ કરે
નિક્ષેપના અનુશાસનને સ્વીકારનાર સ્થાપનારૂપ વસ્તુમાં પણ તે પદની શક્તિ છે. આશય એ છે કે જિનપદની શક્તિ ભાવજિનમાં છે તે લઘુભૂત અર્થમાં શક્તિનો સ્વીકાર છે અને જિન