________________
૧૧૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | બક-૧ | ગાથા-૨૪ दोषः; व्युत्पत्तिविरहितरूढशब्दाऽव्याप्तेरिति चेत् ? न, शक्तिर्हि न सङ्केतमानं किन्त्वनादिः शास्त्रीयोऽबाधितः सङ्केतः; अन्यथा लक्षणाधुच्छेदादित्यनतिप्रसङ्गादिति दिग् ।।२४ ।। ટીકાર્ચ -
થી ..... રિ / રૂઢિને અતિક્રમીને યોગાર્થથી=વ્યુત્પત્તિ અર્થના સંભવમાત્રથી=વ્યુત્પત્તિ અર્થ જે જે વસ્તુમાં પ્રાપ્ત થતો હોય તેના બળથી, જે ભાષા નિશ્ચય કરતી નથી એ ભાષા=રૂઢિને આશ્રયીને અર્થ કરનારી ભાષા, સંમતસત્ય છે. જે પ્રમાણે પદ્મમાં કમળમાં, પંકજભાષા-પંકજ એ પ્રકારનો વચનપ્રયોગ, આ=સંમતસત્યભાષા, શેવાલ આદિનું પણ સમાન પંકજ સંભવપણું હોતે છતે અરવિંદમાં જ=કમળમાં જ પ્રવર્તે છે પરંતુ શેવાળ આદિમાં નહિ તેથી સંમતસત્ય છે અને આ રીતે પૂર્વમાં સંમતસત્યભાષાનું સ્વરૂપ બતાવ્યું એ રીતે, સમુદાયશક્તિના પ્રતિસંધાનથી=પંકજ એ પ્રકારના શબ્દોના સમુદાયની શક્તિના પ્રતિસંધાનથી, વૈકલ્યપ્રયુક્ત અબોધકત્વવાળા પદથી ઘટિત ભાષા સંમત સત્ય છે એ પ્રકારે ફલિત થયું.
“ઘ'થી પૂર્વપક્ષી શંકા કરે છે – આ રીતે પૂર્વમાં સંમતસત્યનું લક્ષણ બતાવ્યું એ રીતે, જનપદસત્યમાં અતિવ્યાપ્તિ છે=સંમતસત્યનું લક્ષણ જનપદસત્યમાં અતિવ્યાપ્ત થાય છે. અને અવયવશક્તિમાં અતિપ્રસંગના ભંજકપણારૂપે જનપદસત્યમાં અવયવશક્તિ છે સમુદાયશક્તિ નથી તેથી જનપદસત્યમાં રહેલ અવયવશક્તિ જનપદસત્યમાં આવતા સંમતસત્યના લક્ષણના અતિપ્રસંગના ભંજકપણારૂપે સમુદાયશક્તિનું ઉપાદાન હોવાથી=સંમતસત્યના લક્ષણમાં સમુદાયશક્તિનું ગ્રહણ હોવાથી, દોષ તથી જનપદસત્યમાં સંમતસત્યના લક્ષણની અતિવ્યાપ્તિનો દોષ નથી, એમ ન કહેવું; કેમ કે વ્યુત્પત્તિવિરહિત રૂઢ શબ્દમાં અવ્યાપ્તિ છે=ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિ શબ્દો વ્યુત્પત્તિરહિત તે તે અર્થતા વાચકરૂપે રૂઢ શબ્દો છે તેમાં સંમતસત્યના લક્ષણની અવ્યાપ્તિ છે એ પ્રમાણે ‘નથ’થી કોઈ કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું. શક્તિ સંકેત માત્ર નથી=જનપદમાં જેમ સંકેત માત્ર છે તેવા સંકેત માત્રરૂપ શક્તિ નથી, પરંતુ અનાદિ શાસ્ત્રીય અબાધિત સંકેત છે ધર્માસ્તિકાય આદિ શબ્દોમાં તે તે અર્થનો બોધ કરાવાની જે શક્તિ છે તે અનાદિની છે અને શાસ્ત્રથી અબાધિત સંકેતરૂપ છે. (માટે ધર્માસ્તિકાય આદિમાં જે સંમતસત્ય છે તેમાં જે શક્તિ છે તે સંકેત માત્ર નથી અને જનપદમાં સંકેત માત્ર છે તેથી સંમતસત્યનું લક્ષણ વ્યુત્પત્તિવિરહિત રૂઢ એવા ધમસ્તિકાય આદિ શબ્દોમાં અતિવ્યાપ્ત થતું નથી.) ધર્માસ્તિકાય આદિ શબ્દોમાં અનાદિ શાસ્ત્રીય અબાધિતરૂપ સંકેત છે તેમ સ્વીકારવામાં હતુ કહે છે -
અન્યથા=ધર્માસ્તિકાય આદિ પદોમાં અનાદિ શાસ્ત્રીય અબાધિત સંકેતરૂપ શક્તિ ન સ્વીકારવામાં આવે અને જનપદસત્યની જેમ તેમાં સંકેત માત્ર સ્વીકારવામાં આવે તો, લક્ષણા આદિના ઉચ્છેદની પ્રાપ્તિ છે, એથી=ધર્માસ્તિકાય આદિ પદોમાં સંકેત માત્ર નથી એથી, અતિપ્રસંગ છે=જનપદસત્યમાં સંમતસત્યના લક્ષણનો અતિપ્રસંગ છે એ પ્રમાણે દિશાસૂચન છે. ll૨૪