________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૪, ૨૫
૧૧૫ હોય તેને Tયાં ઘોષ:' એ પ્રયોગ દ્વારા લક્ષણાથી ગંગાને તીર ઉપસ્થિત કરવાની જરૂર રહે નહિ, પરંતુ ગંગા પદથી જ ગંગાના તીરની ઉપસ્થિતિ થવાથી ગંગાના કિનારા ઉપર ઘોષ છે તેવો બોધ થઈ શકે. ગંગાપદનો અનાદિ શાસ્ત્રીય અબાધિત સંત ગંગા પ્રવાહમાં છે તેમ સ્વીકારીએ તો ગંગાપદથી ગંગાના તીરની ઉપસ્થિતિ કરવા માટે લક્ષણા સ્વીકારી શકાય, માટે જનપદમાં રહેલ સંકેત માત્ર કરતાં સંમતસત્યમાં જે સંકેત છે તે અનાદિ શાસ્ત્રીય અબાધિત સંકેત છે એમ માનવું જોઈએ. તે અનાદિ શાસ્ત્રીય અબાધિત સંકેત એ પદની શક્તિ છે અને તેવા અક્ષરોના સમુદાયની શક્તિ સંમતસત્યના લક્ષણમાં છે. જનપદસત્યના પદોમાં સંકેત માત્ર છે પરંતુ સમુદાયશક્તિ નથી, તેથી જનપદસત્યના લક્ષણમાં સંમતસત્યના લક્ષણનો અનતિપ્રસંગ છે. ૨૪માં
અવતરણિકા :
उक्ता सम्मतसत्या । अथ स्थापनासत्यामाह -
અવતરણિકાર્ય :સંમતસત્યભાષા કહેવાઈ. હવે સ્થાપના સત્યભાષા કહે છે –
ગાથા :
ठवणाए वटुंती अवगयभावत्थरहियसंकेया । । ठवणासच्चा भनइ जह जिणपडिमाइ जिणसद्दो ।।२५।।
છાયા :
स्थापनायां वर्तमानाऽवगतभावार्थरहितसंकेतात् ।
स्थापनासत्या भण्यते यथा जिनप्रतिमायां जिनशब्दः ।।२५।। અન્વયાર્થ :
નવમવત્થરદિયસંવેયા=અવગત ભાવાર્થ રહિત સંકેતવાળીeતે પદનો ભાવાર્થ નથી છતાં તે પદથી જાગ્યો છે સંકેત જેનો એવી, વVIP વછંતી=સ્થાપનામાં વર્તતી ભાષા, વાસા મત્રફ સ્થાપના સત્ય કહેવાય છે. નદ નિવમા નિદો=જે પ્રમાણે જિનપ્રતિમામાં જિન શબ્દ સ્થાપના સત્ય કહેવાય છે. પુરપા ગાથાર્થ :
અવગત ભાવાર્થ રહિત સંકેતવાળીeતે પદનો ભાવાર્થ નથી છતાં તે પદથી જામ્યો છે સંકેત જેનો એવી, સ્થાપનામાં વર્તતી ભાષા સ્થાપનાસત્ય કહેવાય છે જે પ્રમાણે જિનપ્રતિમામાં જિન શબ્દ સ્થાપના સત્ય કહેવાય છે. રિપો