________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૧-૨૨, ૨૩ વળી, કોઈ સાધુ કોઈના હિત અર્થે ઉપયોગપૂર્વક સત્યભાષા બોલે ત્યારે પ્રાતિસ્વિકરૂપે=અન્યભાષાઓથી ભિન્નરૂપે સત્યભાષા આરાધક હોવાથી તે ભાષામાં પ્રાતિસ્વિકરૂપે આરાધકપણાની પ્રાપ્તિ છે. કોઈ સાધુ પ્રવચનના ઉડ્ડાહના નિવારણ અર્થે જિનવચનાનુસાર ઉપયોગપૂર્વક મૃષાભાષા કહે અથવા મિશ્રભાષા કહે તો તે બન્નેમાં પ્રાતિસ્વિકરૂપે=અન્યભાષાથી ભિન્નરૂપે, આરાધકપણું છે, તેથી તે બન્ને ભાષામાં સત્યના લક્ષણની પ્રાપ્તિ થાય. વળી કોઈ સાધુ યોગ્ય શિષ્યના હિત અર્થે જિનવચનાનુસાર ઉપયોગપૂર્વક આજ્ઞાપનીભાષા બોલે તો તે આજ્ઞાપનીભાષામાં પ્રાતિસ્વિકરૂપે=અન્યભાષાથી ભિન્ન એવા પ્રાતિસ્વિકરૂપે, આરાધકપણું પ્રાપ્ત થાય. તેથી સર્વભાષામાં સત્યપણાના લક્ષણની અતિવ્યાપ્તિ આવે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રીએ સત્યભાષાનું લક્ષણ પારિભાષિક આરાધકત્વરૂપે કરેલ છે અર્થાત્ જે ભાષામાં પારિભાષિક આરાધકત્વ હોય તે ભાષા સત્ય છે અન્ય ભાષા સત્ય નથી. પારિભાષિક આરાધકપણું અવધારણપૂર્વક તે વસ્તુમાં તે વસ્તુનું સ્વરૂપ સ્થાપન કરનાર વચન જ છે અન્ય નહિ. તેવી ભાષાને જ શાસ્ત્રમાં બોલવાની અનુજ્ઞા છે તેથી તે ભાષા જ ઉત્સર્ગથી વિહિત છે, અન્યભાષા ઉત્સર્ગથી વિહિત નથી, પરંતુ અન્ય ભાષા અપવાદથી જ વિહિત છે.
૧૦૬
તે સત્યભાષા જનપદસત્યાદિ દશ ભેદવાળી છે. તેનું વિશેષ સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે.
||૨૧-૨૨૫
અવતરણિકા :
तत्र पूर्वं जनपदसत्याया एव लक्षणमाह
અવતરણિકાર્ય :
ત્યાં=દશપ્રકારની સત્યભાષામાં, પ્રથમ જનપદસત્યનું જ લક્ષણ કહે છે
ગાથા:
છાયા :
-
जा जणवयसंकेया, अत्थं लोगस्स पत्तियावेई ।
एसा जणवयसच्चा पण्णत्ता धीरपुरिसेहिं ।। २३ ।।
या जनपदसङ्केतादर्थं लोकस्य प्रत्याययति । एषा जनपदसत्या प्रज्ञप्ता धीरपुरुषैः ।। २३ ।
અન્વયાર્થ:
ના=જે=જે ભાષા, ગળવયસંવા=જનપદના સંકેતથી, તોવસ્ક અત્યં પત્તિયાવેÍ=લોકને અર્થનો બોધ કરાવે છે, સા=એ=એ ભાષા, ખળવવસા=જનપદસત્યભાષા, ધીરવુત્તેિĒિ=ધીર પુરુષો વડે, વળત્તા=કહેવાઈ છે. ।।૨૩।।