________________
૧૦૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૧-૨૨ અહીં એવકાર આદિ અધ્યાહાર છે તેમ કહ્યું તેમાં આદિ પદથી સ્યાનું ગ્રહણ છે. તે વસ્તુમાં તે વચન' એ પ્રમાણે કહેવાથી શું અર્થ પ્રાપ્ત થાય ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – તે ધર્મવાળી વસ્તુમાં તદ્ધર્મપ્રકારક શાબ્દબોધજનક શબ્દ એ તે વસ્તુમાં તદ્વચનરૂપ છે. જેમ ઘટત્વધર્મવાળી વસ્તુમાં ઘટધર્મપ્રકારક શાબ્દબોધજનક ઘટ શબ્દ એ સત્યવચન છે.
વળી ઘટવ આદિ વસ્તુઓ અનંતધર્માત્મક છે, તેમાં સ્યાત્ શબ્દના ઉલ્લેખ વગર કે અધ્યાહાર વગર એક ધર્મનું અભિધાન કરવામાં આવે તો તે સત્યવચન બને નહિ; કેમ કે અવધારણનો બાધ છે. જેમ અનંતધર્માત્મક ઘટરૂપ વસ્તુને કોઈ પુરુષ કહે કે “ઘટ સ્વ સિત' તે સ્થાનમાં “ચાત્'નો ઉલ્લેખ ન હોય તો કે વક્તાના વચનના ઉલ્લેખથી અધ્યાહારરૂપે “ચાતુ’ શબ્દ પ્રાપ્ત ન થતો હોય તો તે વચન સત્ય બને નહિ; કેમ કે ઘટ છે જ તેમ કહેવાથી સર્વસ્વરૂપે ઘટ છે અર્થાત્ ઘટ ઘટસ્વરૂપે પણ છે અને પટાદિસ્વરૂપે પણ છે તેવો અર્થ પ્રાપ્ત થાય માટે તે સ્થાનમાં અવધારણનો બાધ છે તેથી તે વચન મૃષા જ બને. આથી જ એકાંતદર્શનવાળાનાં વચનો અન્યધર્મના અપલાપને કરનારાં હોવાથી મૃષા બને છે. સ્યાદ્વાદને માનનાર જે પુરુષ અવ્યુત્પન્ન હોય તે કયા ધર્મના આધારે વસ્તુ છે અને કયા ધર્મના આધારે વસ્તુ નથી તેને જાણતો નથી તેથી કોઈ એક ધર્મના ઉલ્લેખથી તેનું કથન કરે તો તે વચન મૃષા જ બને, માટે અનંતધર્માત્મક વસ્તુના ચોક્કસ ધર્મનો બોધ કરાવવા અર્થે તે ધર્માવચ્છેદન તે વસ્તુ છે જ એ પ્રકારનો જે વચનપ્રયોગ તે સત્ય વચન છે.
આ રીતે સત્યભાષાનું લક્ષણ કર્યા પછી ગ્રંથકારશ્રી કહે છે કે શાસ્ત્રમાં આ સત્યભાષાને આરાધની છે એ પ્રકારની પરિભાષા કરાયેલી છે. તેથી એ પ્રાપ્ત થયું કે આ ભાષામાં પારિભાષિક આરાધકપણાથી સત્યનું લક્ષણ છે; કેમ કે આ પ્રકારની સત્યભાષા પણ કોઈ વક્તા બોલતો હોય છતાં તે ભાષા તેના કષાયાદિ જન્ય ઉપયોગને આશ્રયીને કર્મબંધનું કારણ બને ત્યારે તે ભાષા આરાધક નથી પરંતુ વિરાધક છે; તોપણ તે વસ્તુને તે સ્વરૂપે યથાર્થ પ્રતિપાદન કરનારી હોવાથી તે ભાષામાં પારિભાષિક આરાધકત્વ છે. આથી જ સાધુ કઈ ભાષા બોલે ? તે બતાવતી વખતે આ પારિભાષિક આરાધકભાષા સાધુએ બોલવી જોઈએ તેમ કહેવામાં આવે છે, પરંતુ આ ભાષા પદાર્થની યથાર્થ પ્રરૂપણા કરનારી છે માટે નિયમા આરાધક છે તેમ કહેવામાં આવતું નથી. આથી જ સ્યાદ્વાદનું યથાર્થ સ્થાપન કરનાર વચન કોઈ સ્યાદ્વાદી કષાયને વશ બોલે તો તે વચનમાં પારિભાષિક આરાધકત્વ છે, છતાં તે વચનના બોલનારને કર્મબંધની પ્રાપ્તિ થતી હોવાથી તે ભાષા આરાધક નથી.
અહીં પ્રશ્ન થાય કે આ સત્યભાષાને પારિભાષિક આરાધકપણું કેમ કહ્યું ? શાસ્ત્રમાં આ ભાષા બોલવાની સાધુને અનુજ્ઞા છે તેથી વિહિતપણાથી જ આ ભાષા આરાધક છે એમ કેમ ન કહ્યું ? તેની સ્પષ્ટતા કરતાં ગ્રંથકારશ્રી કહે છે – વિહિતપણાથી આ સત્યભાષામાં આરાધકપણાનો અસંભવ છે કેમ કે અન્યોન્યાશ્રય દોષ છે.