________________
૧૦૩
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૧-૨૨ એ પ્રકારે પ્રતીતિને આશ્રયીને જે સત્ય હોય તે પ્રતીત્યસત્ય, (૭) વ્યવહાર સત્ય, (૮) ભાવસત્ય, (૯) યોગસત્ય વ્યુત્પત્તિને આશ્રયીને જે સત્ય હોય તે યોગસત્ય, (૧૦) ઔપચ્ચસત્ય ઉપમાથી જે સત્ય હોય તે ઔપચ્ચસત્ય કહેવાય. ૨૨ા ભાવાર્થ :સત્યભાષાનું લક્ષણ :
પૂર્વમાં નયભેદથી ભાષા સત્ય અસત્ય બે પ્રકારની છે અને સત્યાદિ ચાર પ્રકારની છે તેમ કહ્યું. તેમાંથી હવે સત્યભાષાનું લક્ષણ બતાવે છે –
જે વસ્તુ જે સ્વરૂપે હોય તે વસ્તુનું તે પ્રકારે સ્વરૂપને કહેનારું અવધારણપૂર્વકનું વચન સત્યવચન છે. જેમ જીવ સદ્ અસરૂપ જ છે, એ પ્રકારના “જ'કારપૂર્વકનું કથન તે સત્યવચન છે.
અહીં પ્રશ્ન થાય કે અવધારણપૂર્વકનું કહેવાનું શું પ્રયોજન ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
અસત્યામૃષાભાષામાં લક્ષણ ન જાય તે માટે અવધારણપૂર્વકનું વચન સત્ય છે તેમ કહેલ છે; કેમ કે અસત્યામૃષાભાષા પણ આમંત્રણાદિ અભિપ્રાયથી કહેવાયેલી હોવા છતાં યથાર્થવચનરૂપ છે, પરંતુ તે વચનમાં અવધારણનો અભિપ્રાય હોતો નથી, તેથી અસત્યામૃષાભાષા કરતાં સત્યભાષાનો ભેદ પ્રાપ્ત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે સત્યભાષા બોલનારા પણ દરેક વચનપ્રયોગમાં અવધારણથી કહેતા નથી. જેમ સ્યાદ્વાદથી યથાર્થ બોધવાળો પુરુષ પણ કહે કે સદ્-અસરૂપ જીવ છે. તે સ્થાનમાં એવકારનો પ્રયોગ થયેલો નથી છતાં તે ભાષા સત્ય છે. તે શંકાના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
વસ્તુનું યથાર્થ સ્થાપન કરવાની ઇચ્છાથી જ્યારે પ્રયોગ કરાય છે ત્યારે તે પ્રયોગમાં કોઈક સ્થાને એવકાર અધ્યાહાર હોય છે, કોઈક સ્થાને એવકાર અને સ્યાદ્ અધ્યાહાર હોય છે જ્યારે કોઈક સ્થાને સાક્ષાત્ એવકાર પ્રયોગનો સંસર્ગ હોય છે અને કોઈક સ્થાને એવકાર અને સ્યાત્ બન્નેના પ્રયોગનો સંસર્ગ હોય છે, તેથી અધ્યાહારથી કે સંસર્ગથી ત્યાં એવકારની અને “ચાતુની અવશ્ય પ્રાપ્તિ છે. જેમ કોઈ કહે ઘટ છે તે સ્થાનમાં જો તે ‘ઘટ છે' તે વચનમાં સ્યાત્ અને એવકાર અધ્યાહાર ન કરવામાં આવે તો તે વચન સત્ય બને નહિ; કેમ કે ઘટ ઘટસ્વરૂપે છે, પટસ્વરૂપે નથી તેથી સ્યાસ્પદના અને એવકારપદના પ્રયોગની આવશ્યકતા રહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કથંચિત્ ઘટ છે જsઘટત્વસ્વરૂપે ઘટ છે જ, પટવસ્વરૂપે નથી. તેથી વસ્તુના યથાર્થ સ્થાપનના આશયથી સ્યાદ્વાદી ઘટ છે એ પ્રકારનો પ્રયોગ કરતા હોય ત્યારે એવકાર અને સ્યાતું અવશ્ય માનવું જોઈએ, તેં જ વસ્તુનું યથાર્થ સ્થાપન થાય. જ્યારે શ્રોતાને તે પ્રકારનો બોધ કરાવવા અર્થે સ્યાદ્વાદી વચનપ્રયોગ કરે અને તેને જણાય કે શ્રોતાને ચાતુ અને એવકાર અધ્યાહાર છે તેનું જ્ઞાન નહિ થાય તો વિપરીત બોધ થાય તેમ છે ત્યારે વસ્તુને સ્થાપન કરવાની ઇચ્છાવાળા સ્યાદ્વાદી અવશ્ય ચાતુ અને એવકારનો પ્રયોગ કરે છે તેથી સંસર્ગના મહિમાથી અવધારણની પ્રાપ્તિ થાય છે.