________________
૧૦૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૧-૨૨
ટીકાર્ય :
ત્વિતિ ચેતિ ‘ઘનુ એ શબ્દ નિશ્ચય અર્થમાં છે. અવધારણએકભાવથી તેમાંeતે વસ્તુમાં, તદ્વચન=તે વસ્તુવાચક વચન, સત્ય છે=સત્યભાષા છે. અવધારણએકભાવથી એ વચન અસત્યમૃષાવા વ્યવચ્છેદ માટે છે; કેમ કે તેનો=અસત્યામૃષાભાષાનો, આમંત્રણ આદિના અભિપ્રાયથી જ પ્રયોગ છે.
અહીં પ્રશ્ન થાય કે બોલનાર પુરુષ સત્યભાષા બોલે છે ત્યારે પણ અવધારણનો પ્રયોગ હોય જ એવો નિયમ નથી, તેથી સત્યભાષા બોલનાર પુરુષના વચનમાં “અવધારણએકભાવથી તેમાં તે વચન સત્ય છે” એ લક્ષણ સંગત થાય નહિ. તેના નિવારણ માટે હેતુ કહે છે –
અને વસ્તુના પ્રતિષ્ઠાપન કરવાની ઈચ્છામાં જ એવકાર આદિ અધ્યાહાર હોવાથી અથવા સંસર્ગના મહિમાથી અવધારણનો લાભ છે અને તેમાં તે વચન તધર્મવાનમાં તદ્ધર્મપ્રકારક શાબ્દબોધ જનક શબ્દ છે અને અનંતધર્માત્મક વસ્તુમાં એક ધર્મનું અભિધાન સત્ય નથી; કેમ કે અવધારણનો બાધ છે ઈત્યાદિનો ઊહ કરવો=સત્યભાષાવિષયક સ્વરૂપની વિચારણા કરવી.
અને આ=સત્યભાષા, શ્રતમાં આરાધની પરિભાષિત છે અને પારિભાષિતત્વના અબુધાવતમાં=આ ભાષા સત્ય છે એમ ન કહેતાં આ ભાષા સત્યરૂપે પરિભાષિત છે એ પ્રકારે કહેવામાં, પારિભાષિક આરાધકપણાથી લક્ષણપણાના ઉપદર્શન માટે છે=અવધારણએકભાવથી બોલાયેલી સત્યભાષામાં પારિભાષિક આરાધકપણારૂપે જ સત્યત્વનું લક્ષણ છે પરંતુ આરાધકત્વરૂપે સત્યત્વનું લક્ષણ નથી તે બતાવવા માટે છે. કેમ સત્યભાષામાં પારિભાષિક આરાધકપણાથી લક્ષણ છે, આરાધકપણાથી નથી ? તેમાં હેતુ કહે છે – અવ્યથા પારિભાષિક આરાધકપણાથી લક્ષણ ન સ્વીકારવામાં આવે તો, વિહિતપણાથી=શાસ્ત્રમાં આ ભાષા વિહિત છે એ પણાથી, તે ભાષામાં આરાધકત્વનો અસંભવ છે; કેમ કે વિહિતપણું વિધિબોધિત કર્તવ્યતાકપણું છે અને તે વિધિબોધિતકર્તવ્યતાકપણું, સત્યભાષા ઘટિત છે એથી અવ્યોન્યાશ્રય છે.
અહીં પ્રશ્ન થાય કે વિહિતપણાને છોડીને સમ્યગુ ઉપયોગપૂર્વકપણાથી અથવા પ્રતિસ્વિકરૂપથી સત્યભાષામાં આરાધકત્વ સ્વીકારી શકાશે. તેથી બીજો હેતુ કહે છે –
અને સમ્યમ્ ઉપયોગપૂર્વકપણાથી કે પ્રાતિસ્વિકરૂપપણાથી આરાધકશબ્દસ્વતી અસત્યાદિમાં અતિવ્યાપ્તિ છે, એ પ્રમાણે દિશાસૂચન છે અને તે પારિભાષિક આરાધકત્વરૂપે કરાયેલી સત્યભાષા, દશ પ્રકારની છે –
(૧) જનપદસત્ય જનપદમાં સત્યરૂપે સંમત હોય તે જનપદસત્ય, (૨) સંમતસત્ય=વ્યુત્પત્તિઅર્થથી અન્ય અર્થ પ્રાપ્ત થતો હોય છતાં લોકમાં સત્યરૂપે જે સંમત હોય તે સંમતસત્ય. (૩) સ્થાપના સત્ય, (૪) નામસત્ય, (૫) રૂપસત્ય-સાધુ આદિ વેષને આશ્રયીને પાસસ્થાને પણ સાધુ કહેવાય એ રૂપ રૂપસત્ય. (૬) પ્રતીત્યસત્ય=કોઈકની અપેક્ષાએ આ નાનો છે અને કોઈકની અપેક્ષાએ આ મોટો છે