________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૦, ૨૧-૨૨ ભાષામાં રહેલા અનેક ધર્મોમાંથી તે તે ધર્મને મુખ્ય કરીને અને અન્યને ગૌણ કરીને વસ્તુનો બોધ કરાવવા અર્થે નયભેદનું અનુસરણ છે, તેથી ભાષાના સત્ય અને અસત્ય બે જ વિભાગને મુખ્ય કરીને વ્યવહા૨ને સંમત એવા પાછળના બે વિભાગો તેમાં અંતર્ભાવ કરે તે દૃષ્ટિથી નિશ્ચયનય પ્રવર્તે છે. અને નિશ્ચયનય જે ભાષાના બે વિભાગો પાડે છે તે ભાષામાં જ નિશ્ચયનયથી અંતર્ભાવ પામતા હોવા છતાં કાંઈક પોતાની વિલક્ષણતાને કારણે સત્ય મૃષા અને અસત્યામૃષા ભાષાને પ્રથમની બે ભાષાથી પૃથક્ કરે તે દૃષ્ટિથી વ્યવહારનય પ્રવર્તે છે, માટે નિશ્ચયનયને અભિમત બે ભેદ પણ પ્રામાણિક છે અને વ્યવહારનયને અભિમત ચાર ભેદો પણ શ્રુતસિદ્ધ વ્યવહારથી સંગત છે. II૨૦॥
૧૦૦
અવતરણિકા :
तदेवं समर्थितं नयभेदेन भाषाया द्वैविध्यं चातुविंध्यं च, अथ सौत्रविभागमनुसृत्योद्देशक्रमप्रामाण्यात् सत्याया एव लक्षणाभिधानपूर्वकं विभागमाह -
-
અવતરણિકાર્ય :
આ રીતે=ગાથા-૨૦માં કહ્યું એ રીતે, નયભેદથી ભાષાનું વૈવિધ્ય અને ભાષાનું ચાતુર્વિધ્ય સમર્થન કરાયું. હવે સૌત્રવિભાગને અનુસરીને=ભાષાના કહેનારા આગમવચનના વિભાગને અનુસરીને, ઉદ્દેશક્રમના પ્રામાણ્યથી=આગમમાં જે ક્રમથી=ભાષાનો વિભાગ કહેવાયો છે તે ક્રમના પ્રામાણ્યથી તે ક્રમના અનુસરણથી, સત્યભાષાના જ લક્ષણના કથનપૂર્વક વિભાગને કહે છે
-
211211 :
છાયા :
અન્વયાર્થ:
तम्मी तव्वणं खलु, सच्चा अवहारणिक्कभावेणं । आराहणी य एसा, सुअंमि परिभासिया दसहा ।। २१ ।।
तस्मिंस्तद्वचनं खलु सत्याऽवधारणैकभावेन । आराधनी चैषा श्रुते परिभाषिता दशधा ।। २१ । ।
અવાળિવળમાવેગં=અવધારણએકભાવથી તમ્મી=તેમાં=તે વસ્તુમાં, તત્ત્વયાં=તે વચન=તે વસ્તુના સ્વરૂપને કહેનારું વચન, હજુ સચ્ચા=નક્કી સત્યભાષા છે, ય સા=અને આ=સત્યભાષા, સુમિ=શ્રુતમાં, આરાદળી પરિમાસિયા=આરાધની પરિભાષિત છે=પારિભાષિક આરાધકત્વ કહેવાઈ છે, વસહા=દશધા તે દશ પ્રકારની, છે. ।।૨૧।।