________________
૯૨
T
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૯ ભાવાર્થ :
ગાથા-૧૭માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે નિશ્ચયથી સત્ય અને મૃષા એ બે જ ભાષા છે પરંતુ વ્યવહારનયને અભિમત ચાર પ્રકારની ભાષા નિશ્ચયથી નથી અને તેની પુષ્ટિ પ્રજ્ઞાપના સૂત્રના વચનથી ગાથા-૧૮માં કરી. ત્યાં અવતરણિકામાં શંકા કરેલ કે ભાષા બોલનાર આરાધક વિરાધક આદિ ચાર ભેદથી પ્રાપ્ત થાય છે તેને આશ્રયીને પણ ભાષાને ચાર પ્રકારની સ્વીકારવી જોઈએ, પરંતુ નિશ્ચયનય કહે છે તેમ બે પ્રકારની સ્વીકારવી ઉચિત નથી તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભાષા બોલનારની આરાધનાને આશ્રયીને પણ વ્યવહારનય ચાર પ્રકારનો વિભાગ કરે છે ત્યાં તે પ્રકારની પરિભાષા જ છે; કેમ કે જીવના પરિણામને આશ્રયીને વિચારીએ તો વ્યવહારનયને સંમત ચારે પણ ભાષા સત્યમાં અંતર્ભાવ પામે છે તેથી તે ચારે ભાષાને અપેક્ષાએ આરાધક કહી શકાય છે, આમ છતાં સામાન્યથી જે વક્તા જિનવચનાનુસાર ભાષા બોલે તે ભાષા જિનવચનાનુસાર સત્ય હોવાથી તે ભાષાને બોલનાર આરાધક છે તેમ કહેવાય છે. જે વક્તા જિનવચનથી વિપરીત એકાંત સ્થાપન કરે તે વચન મિથ્યા હોવાથી તે બોલનાર વિરાધક છે તેમ કહેવાય છે. મિશ્રભાષા બોલનાર દેશથી સત્ય બોલે છે અને દેશથી અસત્ય બોલે છે તેથી તેને દેશ આરાધક-વિરાધક કહેવાય અને આજ્ઞાપની આદિ ભાષા બોલનાર અસત્ય પણ કહેતો નથી અને અતત્ત્વને પણ કહેતો નથી તેથી અનારાધક-અવિરાધક છે એ પ્રકારની સામાન્યથી પરિભાષા જ છે, પરંતુ જીવના પરિણામના આશ્રયીને તે ચાર ભેદો પડી શકતા નથી. આથી જ ચારે પણ ભાષાઓનો પરિણામને આશ્રયીને સત્યમાં અંતર્ભાવ થઈ શકે છે. તેથી એ ફલિત થયું કે ભાષાને આશ્રયીને પૂર્વમાં વ્યવહારનયે જે ચાર વિભાગ કર્યા તે નિશ્ચયથી આરાધકત્વ અને અનારાધકત્વરૂપ બેમાં જ વિભક્ત થાય છે: - કેમ બેમાં વિભક્ત થાય છે ? તેની સ્પષ્ટતા ગ્રંથકારશ્રીએ ગાથા-૧૭-૧૮માં કરેલ છે. તે અનુસાર ભાષાને આશ્રયીને જે સત્યભાષા છે તે બોલનાર આરાધક છે. જે અસત્યભાષા છે તેને બોલનાર અનારાધક છે, મિશ્રભાષા અસત્ય હોવાથી તે બોલનાર અનારાધક છે અને અસત્યામૃષા તે અવિનીતને કહેનારને આશ્રયીને મૃષામાં અંતર્ભાવ પામે છે તેથી તે ભાષા બોલનાર અનારાધક છે અને વિનીતને આશ્રયીને સત્યમાં અંતર્ભાવ પામે છે તેથી તે ભાષા બોલનાર આરાધક છે, માટે નિશ્ચયનયને આશ્રયીને ભાષાના
ને વિરાધકત્વ દ્વારા બે ભેદ જ પડે છે. અહીં ભાષા બોલનાર અને ભાષાનો અભેદ કરીને ભાષાને જ આરાધક કે વિરાધક કહેવાય છે.
વળી જે આરાધનાને આશ્રયીને ભાષાના ચાર ભેદો પરિભાષાથી બતાવ્યા ત્યાં પણ, ભાષાના નિમિત્ત એવા શુભ, અશુભ સંકલ્પનું જ આરાધકપણું અને વિરાધકપણું છે ભાષાનું નહિ, તેથી પણ નિશ્ચયનયને અભિમત બે જ ભાષાની પ્રાપ્તિ થાય છે.
આશય એ છે કે ભાષા બોલનાર ભગવાનના વચનાનુસાર ઉપયુક્ત થઈને બોલતા હોય ત્યારે બોલનાર વક્તામાં શુભ સંકલ્પ વર્તે છે તેથી તે બોલનારનું આરાધકપણું છે અને કોઈને ઠગવા આદિના પ્રયોજનથી