________________
૯૦.
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૯
ટીકાર્ય :
મારાથનાં . નિ | આરાધનાને આશ્રયીને પણ ચાર પ્રકારના વિભાગમાં પરિભાષા જ છે=આરાધકત્વ, વિરાધકત્વ, દેશઆરાધકવિરાધકત્વ અને અનારાધકવિરાધકત્વરૂપ ઉપાધિથી વ્યવહારનય જે ચાર ભાષા સ્વીકારે છે તેમાં પણ તે પ્રકારની શાસ્ત્રીય પરિભાષા જ છે અને વળી નિશ્ચયથી આરાધકત્વ અનારાધકત્વ દ્વારા બે પ્રકારની જ ભાષા છે.
કેમ નિશ્ચયથી બે જ ભાષા છે ? તેમાં યુક્તિ બતાવે છે – વસ્તુતઃ ભાષાના નિમિત્ત એવા શુભ સંકલ્પનું અને અશુભ સંકલ્પનું જ આરાધકપણું અથવા વિરાધકપણું છે પરંતુ ભાષાનું નહિ.
પૂર્વમાં કહ્યું કે બોલનાર પુરુષના શુભ અશુભ સંકલ્પનું જ આરાધકપણું વિરાધકપણું છે ભાષાનું નહિ. તેથી ભાષાનું સત્યપણું કે અસત્યપણું આરાધક વિરાધકના નિયામક તરીકે નથી તેમ ફલિત થાય. ત્યાં ‘નથ’થી શંકા કરે છે –
મંદકુમારાદિના=વાના બાળક અને બોલવામાં અપટુ એવા મંદકુમાર આદિના કરણ અપટિષ્ઠતાથી ‘હું આ બોલું ઈત્યાદિ જ્ઞાનશૂલ્યવાળાની જે ભાષા છે તદ્ નિબંધન અશુભ સંકલ્પનો અભાવ હોવાથી ભાષાના બોલવાના કારણભૂત અશુભ સંકલ્પનો અભાવ હોવાથી, ત્યાં તેઓની ભાષામાં કેવી રીતે વિકલ્પ દ્વારા શુભ અશુભ સંકલ્પરૂપ વિકલ્પ દ્વારા, ભાષાનો ઉપક્ષય થાય ? અર્થાત્ તેઓની બોલાયેલી ભાષાને આશ્રયીને જ આરાધકત્વ આદિ ચાર વિભાગો સ્વીકારવા પડશે પરંતુ બોલનારના શુભ અશુભ સંકલ્પને આશ્રયીને આરાધકત્વ વિરાધકત્વરૂપ વિકલ્પ સ્વીકારી શકાશે નહિ એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે અનાયુક્ત પરિણામનું જ=જિતવચનાનુસાર તત્વનો નિર્ણય કરીને તત્વના પ્રયોજનથી જ બોલાયેલી હોય તેવી આયુક્ત ભાષાથી અતિરિક્ત ભાષા બોલવાના પરિણામરૂપ અનાયુક્ત પરિણામનું જ, કર્મબંધનું હેતુપણું હોવાથી વિરાધકપણું હોવાને કારણે ભાષા બોલનારમાં વિરાધકપણું હોવાને કારણે, તેનાથી તેનો ઉપક્ષય છે=મંદકુમારાદિની બોલાયેલી ભાષામાં અનાયુક્ત પરિણામથી મંદકુમારાદિની બોલાયેલી ભાષાનો આરાધકરૂપે સ્વીકારવાથી ઉપષય છે. અને આ આત્માના પરિણામને આશ્રયીને જ ભાષાનો આરાધક-વિરાધક ભાવ છે પણ બોલાયેલી ભાષા આરાધક, વિરાધકની નિયામક નથી એ, “નિશ્ચયથી સ્વકૃત જ સર્વ છે." ઈત્યાદિ મહાત્ પ્રબંધથી સ્વોપજ્ઞ અધ્યાત્મમત પરીક્ષામાં સમર્થિત કરાયું છે એથી અહીં પ્રસ્તુત ગ્રંથમાં વિસ્તાર કરાતો નથી.
આમાં જ=ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે આરાધનાને આશ્રયીને પણ ચાર પ્રકારના વિભાગમાં પરિભાષા જ છે એમાં જ, હેતુને કહે છે –
જે કારણથી, સત્યના અંતર્ભાવમાં જ ચારે ભાષાનું આરાધકપણું છે=આત્મહિતના પ્રયોજનથી વિવેકપૂર્વક બોલાયેલી ચારે ભાષાઓ સત્યમાં જ અંતર્ભાવ પામતી હોવાથી ચારેનું આરાધકપણું છે.