________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૯
અવતરણિકા :___ अथाऽऽराधकत्वविराधकत्वदेशाराधकविराधकत्वानाराधकविराधकत्वोपाधिभिश्चतुर्द्धव विभागो युक्तो न तु द्विधेत्यत आह - અવતરણિકાર્ય :
‘નથથી શંકા કરતાં કહે છે – આરાધકત્વ, વિરાધકત્વ, દેશઆરાધકત્વવિરાધકત્વ અને અનારાધકવિરાધકત્વરૂપ ઉપાધિથી ચાર પ્રકારનો જ ભાષાનો ચાર પ્રકારનો જ, વિભાગ યુક્ત છે, બે પ્રકારનો નહિ. આથી શંકાના નિવારણના પ્રયોજનથી, કહે છે – ભાવાર્થ :
વ્યવહારનય સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભય ભાષા સ્વીકારે છે તે વચન ઉપયોગપૂર્વક બોલાયેલા ભાષાદ્રવ્યમાં વર્તતા સત્યત્વ આદિ પરિણામોને આશ્રયીને કહેલ. હવે આરાધકરૂપ બોલનારના પરિણામને આશ્રયીને વિચારીએ તો જે પુરુષ અનેકાન્તાત્મક વચન બોલે છે તે આરાધક છે તેથી તેનાથી બોલાયેલી સત્યભાષામાં પણ આરાધકપણું છે.
વળી જે પુરુષ એકાંતાત્મક વસ્તુનું પ્રતિપાદન કરે છે તેનું બોલાયેલું વચન અનુભવથી અને સર્વજ્ઞના વચનથી બાધિત હોવાને કારણે તે પુરુષ વિરાધક છે તેથી તેનાથી બોલાયેલી ભાષામાં વિરાધકપણું છે.
વળી જે પુરુષ અશોકવન એ પ્રમાણે કહે છે તેના વચનમાં એક અંશ સત્ય છે અન્ય અંશ મૃષા છે માટે તે પુરુષ દેશ આરાધક વિરાધક છે તેથી તેની ભાષામાં દેશઆરાધકવિરાધકપણું છે.
વળી જે પુરુષ આજ્ઞાપનીભાષા કહે છે કે “ઘડો લાવ' ઇત્યાદિ તે પુરુષ આરાધક પણ નથી અને વિરાધક પણ નથી તેથી તેની ભાષામાં અનારાધકવિરાધકત્વ છે. આ પ્રકારની આરાધત્વ આદિ ચાર ઉપાધિના ભેદથી પુરુષ દ્વારા બોલાયેલી ભાષાનો વિભાગ ચાર પ્રકારનો છે એમ કહેવું યુક્ત છે, પરંતુ પાછળની બે ભાષાનો પ્રથમની બે ભાષામાં અંતર્ભાવ કરીને નિશ્ચયનય સત્ય અને મૃષા બે ભાષા સ્વીકારે છે તે યુક્ત નથી; કેમ કે દેશઆરાધકવિરાધકત્વ અને અનારાધકવિરાધકત્વરૂપ ઉપાધિવાળી ભાષાનો આરાધક કે વિરાધક ભાષામાં અંતર્ભાવ થઈ શકે નહિ. આ પ્રકારની શંકાના નિવારણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :-,
आराहणं पडुच्च वि परिभासा चेव चउविहविभागे । सच्चंतब्भावे च्चिय, चउण्ह आराहगत्तं जं ।।१९।।
છાયા :
आराधनां प्रतीत्यापि परिभाषैव चतुर्विभागे । सत्यान्तर्भाव एव चतुर्णामाराधकत्वं यत् ।।१९।।