________________
૮૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૮
આખી જાતિમાં આજ્ઞાપનાયોગ્યત્વનો અસંભવ હોવા છતાં પણ ક્યારેક કોઈક સંયોગને આશ્રયીને સંભવના અભિપ્રાયનું ગ્રહણ હોવાથી અસંભવ નથી. જેમ કોઈ ગુરુ કોઈ યોગ્ય શિષ્યને પ્રસંગે કહે કે ક્ષત્રિયજાતિવાળા ક્યારેય શત્રુની સામે યુદ્ધમાં પાછા પડતા નથી તેથી મોહની સામે યુદ્ધમાં તત્પર થયેલા ક્ષત્રિયજાતિવાળા સાધુએ અવશ્ય ક્ષત્રિયની જેમ પરાક્રમ ફોરવવું જોઈએ, પરંતુ પીછેહઠ કરવી જોઈએ નહિ. આ પ્રકારના કથનના સંભવના અભિપ્રાયનું ગ્રહણ કરેલ હોવાથી જાતિને આશ્રયીને ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો અને ભગવાને ઉત્તર આપ્યો કથનનો અસંભવ નથી.
વળી પ્રજ્ઞાપનાસૂત્ર વચનાનુસાર આજ્ઞાપનીભાષાનું સત્ય અસત્ય અન્યતરત્વમાં અંતર્ભાવ થાય છે તેમાં કોઈ વિવાદ જ નથી; કેમ કે અસત્યામૃષાભાષામાં સત્યત્વનો ભેદ છે તેવો ગૌતમસ્વામીને નિશ્ચય હોવા છતાં ગૌતમસ્વામીએ તે ભાષા સત્ય છે કે નહિ ? એમ શંકા કરી તેથી નક્કી થાય છે કે વ્યવહારથી જે ચાર ભાષા છે તેમાંથી અસત્યામૃષારૂપ ચોથી ભાષાનો સત્યત્વમાં અંતર્ભાવ થઈ શકે છે અને ટીકાકારશ્રીના વચન અનુસાર અવિનીતને આજ્ઞા હોય તો અસત્યમાં અંતર્ભાવ થઈ શકે છે.
વળી ગ્રંથકારશ્રીએ ગાથામાં કહ્યું કે આજ્ઞાપનીભાષા પ્રજ્ઞાપનાસૂત્રમાં પ્રજ્ઞાપનીભાષા કહેવાયેલી છે તેથી તે આજ્ઞાપનીભાષા સત્યમાં અંતર્ભાવ પામે છે માટે નિશ્ચયનયની દૃષ્ટિથી ચરમ બે ભાષાનો પૂર્વ બે ભાષામાં અંતર્ભાવ થાય છે તેમ સ્વીકારવું ઉચિત છે તે કથન પ્રજ્ઞાપનીભાષાનું પણ ઉપલક્ષણ છે.
આશય એ છે કે પ્રજ્ઞાપનાસૂત્રમાં જેમ આજ્ઞાપનીભાષાનું સૂત્ર છે તેમ પ્રજ્ઞાપનીભાષાનું પણ સૂત્ર છે અને તે સૂત્રમાં કહ્યું છે કે સ્ત્રીપ્રજ્ઞાપની=સ્ત્રીના લક્ષણને કહેનારી, પુરુષપ્રજ્ઞાપની=પુરુષના લક્ષણને કહેનારી, ઇત્યાદિ ભાષા સત્ય છે કે નહિ ? તેનો ઉત્તર ભગવાને આપ્યો કે તે ભાષા સત્ય છે, અસત્ય નથી. તેથી ફલિત થાય કે સ્ત્રીનાં, પુરુષનાં લક્ષણોને કહેનારી ભાષા કોઈના હિત અર્થે શુદ્ધ પ્રરૂપણ કરનારા મહાત્મા કોઈને કહે ત્યારે તે સ્ત્રીનાં લક્ષણને કહેનારી પણ ભાષા સત્ય છે.
અહીં પ્રશ્ન થાય કે સ્ત્રીનાં લક્ષણો તો મનુષ્ય સ્ત્રીમાં ઘટે પરંતુ સ્ત્રીલિંગમાં વપરાતા તે શબ્દોમાં ઘટે નહિ, તેથી કોઈ મહાત્મા ઉચિત રીતે પ્રસંગ અનુસાર સ્ત્રીના લક્ષણને કહેનારી ભાષા બોલતા હોય અને તે ભાષાથી યોગ્ય જીવનું હિત થાય તેમ હોય તે અપેક્ષાએ તે ભાષા સત્ય હોવા છતાં કોઈ મંદ બુદ્ધિવાળા પુરુષને સ્ત્રી શબ્દથી સ્ત્રીલિંગવાળા શબ્દોની પણ ઉપસ્થિતિ થાય અને તે વખતે તે શબ્દોમાં સ્ત્રી આદિનું લક્ષણ ઘટે નહિ તે અપેક્ષાએ તે ભાષાને અસત્ય કહેવી પડે તોપણ સ્ત્રીવેદાદિના આશ્રયવાળા સ્ત્રી દેહધારી મનુષ્યને ગ્રહણ કરીને તેની વિચારણા કરવામાં આવે તો તે ભાષામાં સત્યપણું યુક્ત છે.
આથી જ=ગાથા-૧૭માં ગ્રંથકારશ્રીએ કહેલ કે અબાધિતતાત્પર્યવાળા શબ્દનું જ સત્યપણું છે આથી જ, મિશ્રભાષા અસત્યમાં અંતર્ભાવ પામે છે અને તેમ ન સ્વીકા૨ીએ તો રૂપવાળું દ્રવ્ય છે તે વચન દેશતાત્પર્યથી પ્રમાણભૂત છે અને કાર્ન્સ્ટ તાત્પર્યથી અપ્રમાણભૂત છે તે સંગત થાય નહિ. એ જ કથન ઇન્થિપ્રજ્ઞાપનીભાષાને કહેનાર વચનમાં પણ યુક્ત છે, આથી સ્ત્રીલિંગ આદિ શબ્દોને ગ્રહણ કરીને તે ભાષાને અસત્ય જ કહેવાય અને વેદ અનુગત સ્ત્રી આદિને ગ્રહણ કરીને તે ભાષાને સત્ય કહેવાય એ પણ યુક્ત જ છે. ૧૮