________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૮
વ્યતિરેકનો નિશ્ચય હોવાથી આજ્ઞાપતીભાષા સત્યભાષાથી ભિન્ન છે એ પ્રકારનો નિશ્ચય હોવાથી, પ્રશ્નતિબન્ધન સત્યત્વના સંદેહની જ=પ્રજ્ઞાપનાસૂત્ર અનુસાર ગૌતમસ્વામીએ જે આજ્ઞાપનીભાષાને આ ભાષા' સત્ય છે કે નહિ ? એ પ્રકારનો ભગવાનને પ્રશ્ન કર્યો છે તે પ્રશ્નના કારણભૂત સત્યત્વના સંદેહતી જ અનુપપત્તિ છે.
પ્રજ્ઞાપનીનું પણ=પ્રજ્ઞાપનીભાષાનું પણ, આ ઉપલક્ષણ છે=આજ્ઞાપતીભાષા પ્રજ્ઞાપતાસૂત્ર અનુસાર સત્યમાં કે મૃષામાં અંતર્ભાવ પામે છે એ પ્રજ્ઞાપતીભાષાને પણ સત્યમાં કે મૃષામાં અંતર્ભાવ સ્વીકારવાનું ઉપલક્ષણ છે; કેમ કે “અને જે સ્ત્રી પ્રજ્ઞાપની” (પ્રજ્ઞાપના સૂત્ર ભાષાપદ, સૂત્ર ૧૬૨) ઈત્યાદિ પ્રબંધથી સત્યત્વનું અભિધાન છે.
ભાષામાં સ્ત્રીલિંગ, પેલિંગ નપુંસકલિંગ ઇત્યાદિ શબ્દો છે તેને ગ્રહણ કરીને પ્રજ્ઞાપનાસૂત્રમાં કહેલ ઇન્ધિપ્રજ્ઞાપની આદિનો અર્થ કરવામાં આવે તો તે શબ્દોમાં સ્ત્રીઓના લક્ષણની સંગતિ થાય નહિ; કેમ કે પ્રજ્ઞાપના સૂત્રમાં ઇન્દિપ્રજ્ઞાપની ઇત્યાદિ દ્વારા સ્ત્રીના લક્ષણને કહેનારી ભાષાનું ગ્રહણ છે અને સ્ત્રીનું લક્ષણ મનુષ્ય સ્ત્રીમાં સંગત થઈ શકે પરંતુ સ્ત્રીલિંગ શબ્દોમાં સ્ત્રીનું જે લક્ષણ કરેલું છે તે સંગત થાય નહિ તેથી તે ભાષાને સત્યભાષા કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે –
અને શબ્દ વ્યવહાર અનુગત સ્ત્રી આદિ લક્ષણને=સ્ત્રીલિંગ પુલિંગ આદિમાં વપરાતા શબ્દોમાં સ્ત્રીલિંગ આદિના લક્ષણને ગ્રહણ કરીને, તેનું સ્ત્રી પ્રજ્ઞાપની આદિ ભાષાનું, અસત્યપણું હોવા છતાં પણ વેદ અનુગત તેને ગ્રહણ કરીને સ્ત્રીવેદ, પુરુષવેદને અનુસરનાર એવા સ્ત્રીશરીર પુરુષશરીર આદિને ગ્રહણ કરીને, સત્યત્વનું યુક્તપણું હોવાથી=પ્રજ્ઞાપના સૂત્રમાં ‘ઇસ્થિપષ્ણવણી આદિ ભાષાને જે સત્યભાષા કહી છે તેનું યુક્તપણું હોવાથી, પ્રાર્ ઉક્ત જ=ગાથા-૧૭માં નિશ્ચયથી બે પ્રકારની ભાષા છે તે બતાવવા માટે પૂર્વમાં કહેલ કે અબાધિતતાત્પર્યવાળા શબ્દનું જ સત્યપણું છે અન્યથા દ્રવ્ય રૂપવાળું છે એ વચન, દેશ કાર્ચના તાત્પર્યના ભેદથી પ્રમાણ-અપ્રમાણરૂપ વૈવિધ્યની સંગતિ થાય નહિ એ રૂપ પ્રાગૂ ઉક્ત જ, યુક્ત છે એ પણ જાણવું પ્રજ્ઞાપતાસૂત્રમાં જે ઇત્યિપ્રજ્ઞાપની ઈત્યાદિ પ્રબંધથી સત્યત્વનું અભિધાન કર્યું એ તો જાણવું પરંતુ પ્રાગૂ ઉક્ત જ યુક્ત છે એ પણ જાણવું. ll૧૮) ભાવાર્થ :
ગાથા-૧૭માં વ્યવહારનયથી ચાર ભાષા બતાવ્યા પછી નિશ્ચયનયથી સત્ય અને મૃષારૂપ બે જ ભાષા છે તેમ કહ્યું અને તેનું સમર્થન કરતાં ટીકાકારશ્રીએ ટીકામાં મિશ્રભાષા અસત્યભાષા જ છે એમ યુક્તિથી બતાવ્યું અને અસત્યામૃષાભાષા કોઈને ઠગવા આદિની ઇચ્છાપૂર્વક બોલાયેલી હોય તો અસત્ય જ છે અને વિવેકપૂર્વક બોલાયેલી હોય તો સત્ય જ છે, તેનું સમર્થન કરતાં પ્રસ્તુત ગાથામાં કહે છે કે નિશ્ચયનયથી ચરમ બે ભાષા પ્રથમ બે ભાષામાં અંતર્ભાવ પામે છે. આથી જ પ્રજ્ઞાપના સૂત્રમાં આજ્ઞાપનીભાષા જે ચોથી