________________
ex
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તંબક-૧ / ગાથા-૧૯ કરાયું છે અર્થાત્ જિનવચન અનુસાર ઉપયોગ-અનુપયોગરૂપ વિકલ્પ દ્વારા ભાષાને આરાધક-વિરાધક સ્વીકારીને બોલાયેલી ભાષા સત્ય છે કે અસત્ય છે તેના અસ્વીકારરૂપ ઉપક્ષયનું જ સમર્થન કરેલ છે.
કેમ ભાષાને આશ્રયીને આરાધક વિરાધકપણું નથી ? અને કેમ ભાષાને આશ્રયીને આરાધક વિરાધકપણાના ચાર ભેદો વ્યવહારનય કહે છે ? તે વ્યવહારનયની પરિભાષા જ છે. તેમાં ગાથાના ઉત્તરાર્ધથી હેતુ કહે છે
જે કારણથી જિનવચનાનુસાર ઉપયુક્ત થઈને કોઈ મહાત્મા ચારે પ્રકારની ભાષામાંથી ગમે તે ભાષા બોલતા હોય તે ભાષા સત્યમાં જ અંતર્ભાવ પામે છે, તેથી ઉપયોગપૂર્વક બોલનારની ચારે ભાષાઓ આરાધનાને આશ્રયીને સત્યભાષા છે અને જિનવચનાનુસાર ઉપયોગ રહિત બોલનારની ચારે ભાષાઓ અસત્ય છે, માટે આરાધકત્વ વિરાધકત્વ દ્વારા બે પ્રકારની ભાષા નિશ્ચયનયથી પ્રાપ્ત થાય છે.
ચારે ભાષાને સત્યમાં અંતર્ભાવ કરીને નિશ્ચયનયથી બે ભાષાને આરાધક કહી તેનો ભાવ સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી બતાવે છે કે પ્રજ્ઞાપનાસૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે આ ચારે ભાષા બોલનાર પુરુષ આરાધક છે કે વિરાધક છે ? તેનો ઉત્તર આપતાં ભગવાને ગૌતમસ્વામીને કહ્યું કે વ્યવહારનયને અભિમત ચારે પણ ભાષા ઉપયોગપૂર્વક બોલનાર આરાધક છે, વિરાધક નથી. આ પ્રકારના પ્રજ્ઞાપનાસૂત્રના કથનમાં ઉપયોગપૂર્વક બોલનારની ભાષામાં આરાધકત્વનો ઉપદેશ છે. તેથી એ પ્રાપ્ત થયું કે “ભગવાનના વચનાનુસાર બોલવાનો ઉપયોગ અને ભાષાને બોલવાની ક્રિયા” એ રૂપ બે ક્રિયા સમાનકાલીન છે તેથી જિનવચનાનુસાર ઉપયોગની ક્રિયા અને બોલવાની ક્રિયા એ બે વચ્ચે ઔત્સર્ગિક હેતુ-હેતુમભાવની સિદ્ધિ છે અર્થાત્ ઉત્સર્ગ એટલે સામાન્ય અને અપવાદ એટલે વિશેષ અને ઉત્સર્ગમાર્ગ એટલે નિશ્ચયનયને અભિમત સામાન્યમાર્ગ અને અપવાદમાર્ગ એટલે વિશેષમાર્ગ. તેથી એ પ્રાપ્ત થાય કે સામાન્ય માર્ગ પ્રમાણે જ્યારે ક્રિયા થાય ત્યારે જ ક્રિયાનું કાર્ય થાય. જેમ કાપવાની ક્રિયા અને તેનું કપાવારૂપ ફલ એક જ કાળમાં થાય છે તે પ્રમાણે નિશ્ચયનયને અભિમત ઉપયોગ અને ભાષાનો નિસર્ગ તે બે ક્રિયા એકકાળમાં થાય છે. નિશ્ચયનયથી જિનવચનાનુસાર બોલવાને અનુકૂળ ઉપયોગ એ હેતુ છે અને ભાષાનો નિસર્ગ તે કાર્ય છે તેથી તે બે વચ્ચે એકકાળભાવિ કાર્યકારણભાવ છે તેમ સિદ્ધ થાય છે, તેથી ભાષાના જિનવચનાનુસાર ઉપયોગને આશ્રયીને બોલાયેલી ભાષાને પણ આરાધક કહેવાય છે.
અહીં કહ્યું કે ઉપયોગપૂર્વક બોલાતી હોય તો તે ભાષા આરાધક છે તેથી આયુક્તપદનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે.
વિવેકપૂર્વક પ્રવચનમાલિન્યાદિના રક્ષણના પરપણાથી=તત્પર૫ણાથી, કોઈ સાધુ કૃષાભાષા બોલે, મિશ્રભાષા બોલે કે આજ્ઞાપનીભાષા બોલે તોપણ તે આરાધક છે તેથી ઉપયોગપૂર્વક બોલનારની ભાષા સત્ય જ એ પ્રકારે પર્યવસિત થાય છે.
ગ્રંથકારશ્રીએ ઉપયોગને આશ્રયીને ચારે ભાષા સત્ય છે તેમ કહ્યું તેથી દશવૈકાલિકમાં કહ્યું છે કે સાધુએ સર્વથા બે ભાષા બોલવી જોઈએ નહિ=અસત્યભાષા અને મિશ્રભાષા બોલવી જોઈએ નહિ, એ