________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | બક-૧ | ગાથા-૧૯, ૨૦
૫ કથનનો પણ વિરોધ પ્રાપ્ત થતો નથી; કેમ કે ભગવાનના વચનમાં ઉપયુક્ત સાધુ અસત્યભાષા કે મિશ્રભાષા અપવાદથી જ બોલે ઉત્સર્ગથી બોલે નહિ અને દશવૈકાલિકમાં ઉત્સર્ગને આશ્રયીને તે બે ભાષા બોલવાનો સાધુને નિષેધ કર્યો છે.
વળી દશવૈકાલિકના પાઠનો વિરોધ નથી તેના સમાધાનરૂપે બીજા કહે છે કે “ધર્મવિરોધી’ એ પ્રકારનું વિશેષણ બે ભાષાનું આપવું તેથી=ધર્મવિરોધી એવી અસત્યભાષા અને મિશ્રભાષા સાધુ બોલે નહિ, એ પ્રકારના દશવૈકાલિકનો અર્થ છે. તેથી, ઉપયોગપૂર્વક બોલનારની ચારે ભાષાઓને સત્યમાં અંતર્ભાવ કરવામાં કોઈ વિરોધ નથી; કેમ કે ધર્મઅવિરોધી તે ચારે ભાષાઓ શુભઅધ્યવસાયનો હેતુ હોવાથી સત્યમાં જ અંતર્ભાવ પામે છે.
વળી જેઓ જિનવચનાનુસાર ઉપયોગપૂર્વક બોલતા નથી તેઓની બોલાયેલી ચાર પ્રકારની વ્યવહારની ભાષામાં વિરાધકપણું હોવાથી મૃષાપણું જ છે. તેમાં સાક્ષી બતાવે છે કે જે સાધુ જિનવચનાનુસાર ઉપયોગપૂર્વક બોલતા નથી તેઓ અસંયત છે; કેમ કે ગુપ્તિના પરિણામવાળા નથી, અવિરત છે; કેમ કે પાપથી વિરામ પામેલા નથી, અપ્રતિહત અપચ્ચખાણ પાપકર્મવાળા છે=અપચ્ચખ્ખાણને કારણે જે પાપકર્મ બંધાતું હતું તેનાથી પચ્ચખાણ લેવા છતાં નિવર્તન પામેલા નથી એવા સાધુ જિનવચનાનુસાર સ્યાદ્વાદનું સ્થાપન કરે તેવું સત્ય વચન બોલે, એકાંતવાદને સ્થાપન કરનાર મૃષા વચન બોલે, સત્યમૃષા વચન બોલે, અર્થાત્ મિશ્રભાષા બોલે કે અસત્યામૃષાભાષા બોલે તોપણ તેઓ આરાધક નથી વિરાધક છે.
આનાથી એ ફલિત થાય કે સુસાધુ ભગવાનના વચનમાં ઉપયુક્ત થઈને બોલે તો જ તેઓ આરાધક છે અને અવિરતસમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવક જિનવચનાનુસાર ઉપયુક્ત થઈને બોલે તો સુસાધુ જેવા આરાધક નહિ હોવા છતાં તત્સમ્મુખ આરાધકભાવવાળા હોવાથી આરાધક છે અને જિનવચનમાં ઉપયોગ વગર સુસાધુ બોલે, અવિરતસમ્યગ્દષ્ટિ બોલે, દેશવિરતિધર બોલે તો તેઓ વિરાધક છે અને મિથ્યાષ્ટિને પારમાર્થિક બોધ નહિ હોવાથી તેઓ જે કાંઈ બોલે તે જિનવચનના નિયંત્રણવાળું બને નહિ તેથી તેઓની ભાષા મૃષા જ છે.
વળી જેમ આરાધક વિરાધક દ્વારા નિશ્ચયનયથી સત્ય, અસત્ય બે ભાષા છે તેમ આરાધક-અનારાધકપણાથી પણ નિશ્ચયનયથી સત્ય, અસત્ય બે જ ભાષા છે; કેમ કે જિનવચનથી અનિયંત્રિત ભાષાને અપેક્ષાએ વિરાધક કહેવાય, તેમ અપેક્ષાએ અનારાધક પણ કહી શકાય. II૧૯ll અવતરણિકા -
नन्वेवं चातुर्विध्यं कल्पितमेवेत्याशङ्कायामाह - અવતરણિકાર્ય :
ન'થી શંકા કરે છે આ રીતે-પૂર્વમાં નિશ્ચયનયથી આરાધકત્વ વિરાધકત્વ દ્વારા બે પ્રકારની જ ભાષા છે એમ સ્થાપન કર્યું એ રીતે, ચાતુર્વિધ્ય વ્યવહારને સંમત ભાષાનું ચાતુર્વિધ્ય, કલ્પિત જ છે એ પ્રકારની આશંકામાં કહે છેઃઉત્તર આપે છે –