________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | બક-૧ | ગાથા-૧૯ કોઈ ભાષા બોલતા હોય ત્યારે તે બોલનારમાં અશુભ સંકલ્પ વર્તે છે તેથી તે બોલનારનું વિરાધકપણું છે. પરંતુ બોલાયેલી ભાષા તે બોલનાર પુરુષના આત્માથી પૃથક્ પુદ્ગલદ્રવ્યરૂપ છે તેથી તે ભાષામાં આરાધકપણું કે વિરાધકપણું નથી માટે આરાધનાને આશ્રયીને પણ ભાષાના બે જ ભેદ કરવા ઉચિત છે એ પ્રકારનો નિશ્ચયનયનો આશય છે.
અહીં કોઈક શંકા કરે કે કેટલાક મંદબુદ્ધિવાળા કુમાર અવસ્થામાં હોય છે અને બોલવાના કરણમાં અપટુતા હોય છે અથવા મંદબુદ્ધિને કારણે વિચાર્યા વગર બોલનારા હોય છે, તેથી “હું આ બોલું” એ પ્રકારના જ્ઞાનથી શૂન્ય હોય છે, છતાં સંયોગ અનુસાર તેઓ ક્યારેક સત્યભાષા અને ક્યારેક અસત્યભાષા બોલતા હોય છે તોપણ, તેઓને તે ભાષા બોલવાના વિષયમાં કોઈને ઠગવા આદિનો અશુભ સંકલ્પ નથી હોતો. તે સ્થાનમાં શુભ અશુભ સંકલ્પ દ્વારા આરાધક, વિરાધક સ્વીકારવામાં આવે અને બોલાયેલી ભાષાને આશ્રયીને આ સત્ય છે અને આ અસત્ય છે એ પ્રકારનો વિકલ્પ ન સ્વીકારવામાં આવે તો તે બાળકની ભાષાને આરાધક, વિરાધક બેમાંથી ક્યાંય સમાવેશ કરી શકાય નહિ. માટે બોલાયેલી ભાષાને આશ્રયીને સત્ય અને અસત્યનો વિભાગ સ્વીકારવો જોઈએ. પરંતુ ભાષાના વિભાગમાં ભાષા કારણ નથી, શુભ અશુભ સંકલ્પ કારણ છે તેમ કહીને ભાષાનો ઉપક્ષય કરવો ઉચિત નથી. આ પ્રકારની કોઈકની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
શંકાકારનું આ વચન ઉચિત નથી; કેમ કે અનાયુક્ત પરિણામનું જ કર્મબંધનું હેતુપણું છે. ભગવાનના વચનાનુસાર હિતાહિતનો નિર્ણય કરીને આત્મહિતનો વ્યાઘાત ન થાય તેવી ઉચિત ભાષાને છોડીને ભાષા બોલવાનો જે પરિણામ તે અનાયુક્ત પરિણામ છે, જેનાથી કર્મબંધ થાય છે તેથી તેવી ભાષા બોલનાર મંદકુમારાદિ વિરાધક જ છે માટે મંદકુમારાદિથી બોલાયેલી આ ભાષા સત્ય છે કે અસત્ય છે ઇત્યાદિના વિચારથી તેનો વિભાગ થઈ શકે નહિ પરંતુ અનાયુક્ત પરિણામને કારણે તે ભાષા બોલનારને અશુભ સંકલ્પ છે, એમ સ્વીકારીને વિરાધક જ સ્વીકારવો જોઈએ.
વળી જીવના પરિણામને આશ્રયીને જ ભાષાના આરાધક, વિરાધકનો ભેદ છે, બોલાયેલી ભાષાને આશ્રયીને નહિ, તેનું વિસ્તારથી સમર્થન ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમત પરીક્ષામાં કર્યું છે. અધ્યાત્મમતપરીક્ષાના વચનાનુસાર એ પ્રાપ્ત થાય કે નિશ્ચયનયની દૃષ્ટિથી આત્માના પરિણામને આશ્રયીને જ કર્મબંધ છે, પરંતુ વક્તાથી બોલાયેલી આત્માથી ભિન્ન એવી ભાષાને આશ્રયીને બોલનારને કર્મબંધ થઈ શકે નહિ, તેથી નિશ્ચયનયથી જે મહાત્મા જિનવચનાનુસાર હિતાહિતનો નિર્ણય કરીને સ્વપરના હિતનું કારણ હોય તેવી જ ભાષા બોલે તે પુરુષ શુભ સંકલ્પવાળો હોવાથી આરાધક છે અને જે તે પ્રકારના ઉપયોગવાળા નથી તેઓ સત્યભાષા બોલે કે અસત્યભાષા બોલે તોપણ ભાષા બોલતી વખતે જિનવચનની આરાધનાનો પરિણામ નહિ હોવાથી તે બોલનાર વિરાધક જ છે, માટે બોલનારના પરિણામને આશ્રયીને જ કર્મબંધની પ્રાપ્તિ છે તેથી બોલાયેલી ભાષા સત્ય હોય કે અસત્ય હોય તેને આશ્રયીને આરાધકત્વનો અને વિરાધકત્વનો વિભાગ થઈ શકે નહિ. માટે અધ્યાત્મમતપરીક્ષાના કથનથી વિકલ્પ દ્વારા ભાષાના ઉપક્ષયનું જ સમર્થન