________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૯
આ ભાવ છે –
હે ભગવંત આ પ્રકારની આ ચાર ભાષાના સમૂહને બોલતો પુરુષ શું આરાધક છે કે વિરાધક છે? ભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ ! આ પ્રકારની આ ચાર ભાષાના સમૂહને આયુક્ત બોલતોત્રશાસ્ત્રમર્યાદામાં ઉપયુક્ત થઈને બોલતો. આરાધક છે, વિરાધક નથી." (પ્રજ્ઞાપતાસૂત્ર ભાષાપદ સૂત્ર ૧૭૪)
એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં સર્વ પણ ભાષાને આયુક્ત બોલનાર પુરુષના આરાધકત્વનો ઉપદેશ હોવાથી ક્રિયા દ્વયતા સમાનકાલીનત્વનો લાભ હોવાને કારણે આયુક્તરૂપ ઉપયોગની ક્રિયા અને ભાષણરૂપ ક્રિયા એ રૂપ ક્રિયાદ્વયની એક કાળમાં પ્રાપ્તિ હોવાને કારણે ઔત્સર્ગિક હેતુ-હેતુમભાવની સિદ્ધિ છે=ઉપયોગ અને ભાષા વચ્ચે નિશ્ચયનયને અભિમત એવી હેતુ-હેતુમદ્ભાવની સિદ્ધિ છે અને અહીં=આયુક્ત બોલાયેલી ચારે ભાષાને આરાધક સ્વીકારી એમાં, આયુક્ત એ પ્રકારનું પદ ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષા છે એને બતાવતાર આયુક્ત એ પ્રકારનું પદ, સમ્યક્ પ્રવચન માલિત્યાદિતા રક્ષણમાં તત્પરપણાથી એ પ્રકારના અર્થવાળું છે અને તે રીતે=સમ્યફ પ્રવચનમાલિત્ય આદિના રક્ષણમાં તત્પરપણાથી આયુક્ત પદ તે રીતે, આયુક્ત બોલાતી સર્વ પણ ભાષા સત્ય જ છે એ પ્રમાણે પર્યવસિત છે.
આથી જ=આયુક્ત બોલાયેલી સર્વ પણ ભાષા સત્ય જ છે આથી જ, “બે અસત્ય અને મિશ્રભાષા એ બે, સર્વથા બોલવી જોઈએ નહિ.” (દશવૈકાલિકસૂત્ર અધ્યયન-૭, ગાથા-૧) એ પ્રકારના આનો પણ=દશવૈકાલિકના વચનનો પણ, વિરોધ નથી; કેમ કે અપવાદથી તેના ભાષણમાં પણ=અપવાદથી અસત્યભાષાના કે મિશ્રભાષાના ભાષણમાં પણ, ઉત્સર્ગનો અપાય છે=ઉત્સર્ગથી દશવૈકાલિકમાં જે બે ભાષા બોલવાનો નિષેધ કર્યો છે તેનો અવિરોધ છે. 'બે' એ પ્રકારના આમાં જ=બે ભાષા બોલવી જોઈએ નહિ એ પ્રકારના દશવૈકાલિકતા કથનમાં જે બે શબ્દ છે એમાં જ, ધર્મવિરોધીપણું વિશેષણ છે તેથી ધર્મવિરોધી એવી બે ભાષા બોલવી જોઈએ નહિ એમ અન્ય કહે છે.
આ રીતે="અથ'થી જે શંકા કરેલી અને તેનું નિરાકરણ કરતાં કહ્યું કે અનાયુક્ત પરિણામનું જ કર્મબંધનું કારણ પણું છે તેથી મંદકુમારોની ભાષામાં વિરાધકપણું જ છે તેનું કથન અત્યાર સુધી કર્યું એ રીતે, અનાયુક્ત બોલનારાઓની સર્વ પણ ભાષાઓનું સત્યાદિ ચારે પણ ભાષાઓનું, વિરાધકપણું હોવાથી મૃષાપણું જ છે તે અતાયુક્ત બોલનારની બધી ભાષા મૃષા છે એમ પૂર્વમાં કહ્યું તે, કહેવાયું છે –
“તેનાથી બીજો=આયુક્ત બોલનારથી અન્ય પુરુષ અસંયત, અવિરત, અપ્રતિહત અપચ્ચકખાણરૂપ પાપકર્મવાળો સત્યભાષાને બોલતો, મૃષાને બીલતો, સત્યમૃષાને અથવા અસત્યમૃષાભાષાને બોલતો આરાધક નથી વિરાધક છે.”
અને આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, આરાધકત્વ અનારાધકત્વ દ્વારા પણ સત્ય, અસત્ય બે જ ભાષા નિશ્ચયથી પર્યવસાન પામે છે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. II૧૯.