________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ |
બક-૧ | ગાથા-૧૮
કઈ રીતે કેવલસૂત્ર સમર્થિત છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
આજ્ઞાપ્યને કારણે=પ્રજ્ઞાપનામાં જે કેવલસૂત્ર છે એ અનુસાર સ્ત્રી આદિને આજ્ઞાપનીભાષાથી કહેવામાં આવે એના કારણે, કાર્યના અકરણમાં જેને આજ્ઞા કરવામાં આવી છે તે સ્ત્રી આદિના કાર્યના પ્રકરણમાં, મૃષાપણાની શંકાથીઆજ્ઞા કરનારની ભાષામાં મૃષાપણું છે કે નહિ એ પ્રકારની શંકાથી, પ્રશ્નકરણ હોવાથી ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કરેલ હોવાથી, વિનીતવિષયપણું હોવાને કારણે મૃષાપણું નથી=વિવેકી પુરુષ વિનયસંપન્ન પુરુષને વિવેકપૂર્વક આજ્ઞા કરે ત્યારે તે આજ્ઞાપનીભાષાના વિષયભૂત સ્ત્રી આદિમાં વિનીતવિષયપણું હોવાથી આજ્ઞાપતીભાષા કરનારને મૃષાપણાની પ્રાપ્તિ નથી. વળી, અન્યથા=આજ્ઞા કરનાર પુરુષ એવો વિવેક રાખ્યા વગર આજ્ઞા કરે તો, અવિનીત આજ્ઞાપનનું અવિનીત એવી સ્ત્રી આદિને આજ્ઞાપતીભાષા દ્વારા આજ્ઞાપનનું, સ્વપરપીડાનું કારણપણું હોવાથી=આજ્ઞા કરનારને કાર્ય નહિ થવાથી અને જેને આજ્ઞા કરવામાં આવી છે તેને દ્વેષ થવાથી તે આજ્ઞાપતીભાષાનું સ્વપરપીડાનું કારણ પણું હોવાથી, પારિભાષિક મૃષાપણું જ છેeતેવી ભાષાને શાસ્ત્રકારોએ મૃષાપણાની જ પરિભાષા કરી છે અર્થાત્ તે ભાષા તથ્યને કહેનાર હોય તેથી સ્થૂલથી સત્ય જણાય તોપણ શાસ્ત્રીય પરિભાષાથી તેમાં મૃષાપણું જ છે. તે કહેવાયું છે પીડાકારી આજ્ઞાપનીભાષા મૃષા છે તે કહેવાયું છે –
અવિનીતને આજ્ઞા કરતો પુરુષ ક્લેશને કરે છે અને મૃષા જ બોલે છે. ઘંટા લોહને જાણીને =બરછટ લોખંડને જાણી=બરછટ લોખંડ જેવા અવિનીતને જાણીને, કડાના કરવામાં અવિનીતને આજ્ઞા કરવારૂપ કડાના કારણમાં કોણ પ્રવર્તે ? અર્થાત્ મૂર્ખ જ પ્રવર્તે.” ().
એ અભિપ્રાયથી કેવલસૂત્ર સમર્થિત છે અને પ્રતિવચનના ઔચિત્યથી=કોઈને આજ્ઞા કરવામાં આવે તે પુરુષના પ્રતિવચનના ઔચિત્યથી, કેવલ સૂત્ર સમર્થિત છે. જાતિસૂત્ર પણ=પ્રજ્ઞાપતાસૂત્રમાં સાક્ષી આપેલ જાતિસૂત્ર પણ, આ રીતે જ છે કે વલસૂત્રની જેમ વિનીતને આજ્ઞા કરવામાં મૃષાત્વ નથી અને અવિનીતને આજ્ઞા કરવામાં મૃષાત્વ છે એ રીતે જ છે, ફક્ત સર્વત્ર=સ્ત્રી કે પુરુષ સંપૂર્ણ જાતિમાં, આજ્ઞાપનયોગ્યત્વનો અસંભવ હોવા છતાં પણ આજ્ઞાપનીભાષા બોલનાર દ્વારા સર્વ સ્ત્રીઓને ઉદ્દેશીને આજ્ઞા કરે ત્યારે તે સર્વસ્ત્રીઓમાં આજ્ઞાપન યોગ્યત્વનો અસંભવ હોવા છતાં પણ, સંભવ અભિપ્રાયથી ગ્રહણ હોવાને કારણે=ક્વચિત્ કોઈ સ્ત્રી સમુદાયમાં આજ્ઞાપનયોગ્યત્વના સંભવના અભિપ્રાયથી પ્રજ્ઞાપતાસૂત્રમાં ગ્રહણ હોવાને કારણે, અસંભવ નથી=જાતિને આશ્રયીને ગૌતમસ્વામીનું પૃચ્છાવચન, અને જાતિને આશ્રયીને ભગવાનનું પ્રતિવચન અઘટમાન નથી, એથી દોષ નથી એ અધ્યાહાર છે. તોપણ સત્ય અસત્ય અવ્યતરત્વમાં આજ્ઞાપનીભાષા સત્ય અસત્ય અવ્યતરમાં અંતર્ભાવ પામે છે એ વિષયમાં, અવિવાદ જ છે; કેમ કે અવ્યથા આજ્ઞાપતીભાષા સત્ય અસત્ય અન્યતરમાં અંતર્ભાવ ન કરવામાં આવે તો, અસત્યામૃષાપણું હોવાને કારણે જ=વ્યવહારનયના ભાષાના ચાર ભેદ પ્રમાણે આજ્ઞાપનીભાષાનું અસત્યામૃષાપણું હોવાને કારણે જ, સત્યત્વના