________________
૭૬
ટીકાઃ
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૭
भाषा चतुर्विधेति च व्यवहारनयात् श्रुते प्रज्ञानम् । इह खलु विप्रतिपत्तौ वस्तुप्रतितिष्ठासया यथाश्रुतं यदुच्यते, अस्ति जीवः सदसद्रूपः इति, तदेव सत्यं परिभाष्यते आराधकत्वात्, यत्तु तदा श्रुतोत्तीर्णमुच्यते, 'अस्ति जीव एकान्तनित्य' इत्यादि, तदसत्यं विराधकत्वात् यच्च धवादिवृक्षसमूहे ऽप्यशोकबाहुल्यादशोकवनमेवेदमित्युच्यते तन्मिश्रं यच्च वस्तुमात्रपर्यालोचनपरं 'हे देवदत्त ! घटमानये'त्यादि, तदनुभयस्वभावमिति, अत्र च परिभाषैव शरणं परिभाषा च व्यवहार एवेति द्रष्टव्यम् ।
ટીકાર્થ :
ભાષા ..... દ્રષ્ટવ્યમ્ । વ્યવહારનયથી ભાષા ચાર પ્રકારની છે એ રીતે શ્રુતમાં કથન છે. એ ચાર પ્રકાર ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે
-
અહીં=વસ્તુના વિષયમાં, વિપ્રતિપત્તિ હોતે છતે=વિપરીત સ્વીકાર હોતે છતે, વસ્તુની પ્રતિષ્ઠા કરવાની ઇચ્છાથી=ભગવાનના વચતાનુસારી વસ્તુને સ્થાપન કરવાની ઇચ્છાથી, યથાશ્રુત=શ્રુત અનુસાર જે કહેવાય છે=“સદ્ અસરૂપ જીવ છે” એ પ્રમાણે જે કહેવાય છે, તે જ સત્ય પરિભાષણ કરાય છે; કેમ કે આરાધકપણું છે.
વળી ત્યારે=વસ્તુની વિપ્રતિપત્તિના પ્રસંગમાં, જે શ્રુત ઉત્તીર્ણ કહેવાય છે=એકાંત નિત્ય જીવ છે ઇત્યાદિ જે કહેવાય છે, તે અસત્ય છે; કેમ કે વિરાધકપણું છે અને ધવાદિ વૃક્ષના સમૂહમાં પણ અશોકના બાહુલ્યથી=અશોક વૃક્ષના બહુલપણાને કારણે, ‘અશોકવન જ આ છે’ એ પ્રમાણે જે કહેવાય છે તે–તે ભાષા, મિશ્ર છે અને જે વસ્તુમાત્રના પર્યાલોચન પર ‘હે દેવદત્ત ! ઘટ લાવ' ઇત્યાદિ કહેવાય છે તે અનુભય સ્વભાવ છે=અનુભય સ્વભાવવાળી ભાષા છે.
‘કૃતિ’ શબ્દ વ્યવહારભાષાના ચાર ભેદોના સ્વરૂપની સમાપ્તિ માટે છે.
અને અહીં=વ્યવહારનયથી ચાર ભાષા બતાવી એમાં, પરિભાષા જ શરણ છે અને પરિભાષા વ્યવહાર જ છે=લોકમાં એ પ્રકારનો વ્યવહાર જ છે એ પ્રમાણ જાણવું.
ભાવાર્થ :
ગાથા-૧૫માં કહેલ કે ભાવનિક્ષેપામાં પણ દ્રવ્યને આશ્રયીને ભાષા ચાર પ્રકારની છે તે કથન વ્યવહારનયને આશ્રયીને છે તેથી પ્રસ્તુત ગાથામાં વ્યવહારનયને આશ્રયીને સ્વીકારેલી તે ચાર ભાષાનું સ્વરૂપ બતાવે છે –
સત્યભાષા :
કોઈ વ્યક્તિને તત્ત્વના વિષયમાં વિપરીત બોધ થયેલો હોય અને કોઈ પુરુષ તત્ત્વનો બોધ કરાવવા અર્થે