________________
૮૦.
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૭
પ્રયોજનથી બોલાયેલી અસત્યામૃષાભાષા, સત્યમાં જ અંતર્ભાવ પામે છે, તે પંચસંગ્રહની ટીકામાં જ કહેવાયું છે.
“આ પણ=અસત્યામૃષા પણ, વ્યવહારનયના મતની અપેક્ષાએ જાણવી. અન્યથા=વ્યવહારનયની વિવક્ષા ન કરવામાં આવે અને નિશ્ચયનયથી વિચારવામાં આવે તો, ઠગવા આદિ બુદ્ધિપૂર્વક અસત્યમાં અંતર્ભાવ પામે છે. વળી અચ=ઉચિત પ્રવૃત્તિના પ્રયોજનથી બોલાયેલી અસત્યામૃષાભાષા, સત્યમાં અંતર્ભાવ પામે છે.” (પંચસંગ્રહ)
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. II૧થા ભાવાર્થનિશ્ચયનયથી સત્ય અને મૃષા બે પ્રકારની જ ભાષા -
નિશ્ચયનયથી ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષા બે પ્રકારની છે. (૧) સત્ય (૨) મૃષા; કેમ કે નિશ્ચયનય યથાર્થ બોલાયેલી ભાષાને સત્ય કહે છે અને વિપરીત બોલાયેલી કે દુષ્ટ આશયથી બોલાયેલી ભાષાને અસત્ય કહે છે. અશોકવન એ પ્રકારના વચનપ્રયોગમાં વ્યવહારનય સત્યામૃષાભાષા કહે છે ત્યાં અશોક સિવાયનાં અન્ય વૃક્ષો હોવાથી તાત્પર્યનો બાધ થાય છે, તેથી નિશ્ચયનય અનુસાર તે ભાષા અસત્યમાં જ અંતર્ભાવ પામે છે. કોઈ પુરુષ ઉચિત બોધ કરાવવાના શુભ આશયથી પણ અશોકવન એ પ્રકારનો વચનપ્રયોગ કરે તો તે વચન અનુસાર અર્થ નહિ હોવાથી તે ભાષા અસત્ય જ બને છે. જેમ “એકાંત નિત્ય જીવ છે તે વચન પણ જીવરૂપ પદાર્થના વાસ્તવિક સ્વરૂપથી વિપરીત પદાર્થને કહેનાર છે તેથી અસત્યભાષા છે, તેમ અશોકવન એ વચન પણ વસ્તુના સ્વરૂપથી વિપરીત કહેનાર હોવાથી અસત્ય જ છે. વસ્તુતઃ અબાધિત તાત્પર્યવાળા વચનનું જ સત્યપણું છે જેમ “સ અસરૂપ જીવ છે” એ વચન સત્ય છે.
આ કથનને પુષ્ટ કરવા અર્થે યુક્તિ બતાવે છે – જેમ કોઈ કહે કે “દ્રવ્ય રૂપવાળું છે' તે કથન કરનાર પુરુષના વચનના પ્રતિસંધાનથી એ અર્થ પ્રાપ્ત થતો હોય કે પુદ્ગલદ્રવ્ય રૂપવાળું છે તો દેશમાં તાત્પર્યનો અભેદ હોવાથી=છ દ્રવ્યમાંથી પુદ્ગલદ્રવ્યરૂપ દેશમાં તાત્પર્યનો અભેદ હોવાથી, તે વચન પ્રમાણભૂત કહેવાય છે. તે પ્રકારની વિવેક્ષા વગર સર્વદ્રવ્ય રૂપવાળાં છે તે અર્થમાં ‘દ્રવ્ય રૂપવાળું છે' એ પ્રયોગ થયેલો હોય તો કહેનારના વચનથી કાર્ચથી દ્રવ્યની સાથે રૂપના અભેદની પ્રાપ્તિ થાય છે અર્થાત્ સર્વદ્રવ્યો રૂપવાળાં છે એ પ્રકારના અર્થની પ્રાપ્તિ થાય છે તે અપેક્ષાએ તે વચન અપ્રમાણરૂપ છે. અબાધિત તાત્પર્યવાળું આ વચન નહીં હોવાથી નિશ્ચયનયથી આ ભાષાને અસત્યભાષા કહેવાય છે.
જેમ ‘દ્રવ્ય રૂપવાળું છે” એ વચન અબાધિત તાત્પર્યવાળું નહીં હોવાના કારણે અપ્રમાણરૂપ હોવાથી નિશ્ચયનયના મતે મૃષા છે, તેમ અશોકવન એ પ્રકારના વચનપ્રયોગને પણ મૃષામાં જ અંતર્ભાવ કરવો પડે; કેમ કે અશોકવન એ પ્રયોગમાં વૃક્ષના સમૂહમ્પ વનમાં અશોકના અભેદના તાત્પર્યનો બોધ છે તેથી મૃષાપણું સ્પષ્ટ છે.
વળી અહીં કોઈ શંકા કરે કે વૃક્ષના સમૂહના એક દેશમાં અશોકવનના અભેદનો અન્વય અમે કરીશું,