________________
૭૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૭
મિશ્રભાષા :
કોઈ વનમાં અશોકનાં ઘણાં વૃક્ષો હોય છતાં કોઈક કોઈક સ્થાને ધવાદિ વૃક્ષો પણ હોય અને કોઈ પુરુષ કહે કે “આ અશોકવન જ છે' તે વચનથી ચોક્કસ પદાર્થનો નિર્ણય થતો નથી; કેમ કે તે વનમાં અન્ય વૃક્ષો પણ છે અને અશોકનાં વૃક્ષો પણ છે માટે તે ભાષાને મિશ્રભાષા કહેવાય છે. અનુભયભાષા :
જે વસ્તુમાત્રના પર્યાલોચન પર હોય પરંતુ આ વસ્તુ આમ છે અથવા આમ નથી એવો નિર્ણય કરાવનાર ન હોય તે ભાષાને અનુભયભાષા કહેવાય છે. જેમ કોઈ કહે કે “હે દેવદત્ત ! ઘટ લાવ' આ કથન ઘટ લાવવાની ક્રિયાને કરવાનો બોધ કરાવે છે પરંતુ તત્ત્વનો નિર્ણય કે તત્ત્વમાં વિપર્યાસ કરાવે તેવો નથી, તેથી આ ભાષા સત્ય પણ નથી અને અસત્ય પણ નથી એ રૂપ અનુભયભાષા કહેવાય છે. વ્યવહારનયથી ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષાના જે આ વિભાગો પાડ્યા તે વિભાગમાં શાસ્ત્રકારોએ કરેલી તેવી પરિભાષા જ શરણ છે અર્થાત્ તત્ત્વને કહેનાર ભાષાને સત્ય કહેવી અન્યને નહિ. એકાંતવાદને કહેનાર ભાષાને અસત્ય કહેવી અન્યને નહિ અને અશોકવન ઇત્યાદિ સ્થાનમાં મિશ્રભાષા કહેવી પરંતુ એકાંત નિત્ય જીવ છે તેને મિશ્રભાષા ન કહેવી એ વગેરેમાં પરિભાષા જ શરણ છે. અને આવી પરિભાષા કરીને પદાર્થનું સ્થાપન કર્યું એ વ્યવહારનયનું આશ્રયણ છે એમ જાણવું. ટીકા -
हन्दीत्युपदर्शने, निश्चयतो द्विविधैव भाषा सत्या मृषेति, सत्यामृषाभाषायास्तात्पर्यबाधेना-. ऽसत्यायामेवान्तर्भावात् अबाधितात्पर्यस्यैव शब्दस्य सत्यत्वात्, अन्यथा 'द्रव्यं रूपवदि'त्यस्य देशकात्य॑तात्पर्यभेदेन प्रामाण्याऽप्रामाण्यद्वैविध्यानुपपत्तेरित्यन्यत्र विस्तरः ।
अत्र च वने वृक्षसमूहरूपेऽशोकाऽभेदतात्पर्यबाधेन मृषात्वस्य स्पष्टत्वात् । उक्तं च पञ्चसंग्रहटीकायां - “व्यवहारनयमतापेक्षया चैवमुच्यते । परमार्थतः पुनरिदमसत्यमेव यथाविकल्पितार्थाऽयोगाद्” () इति, न च समूहदेशे एवाशोकाभेदान्वयान बाधः, तथासमभिव्याहारे देशान्वयस्याऽव्युत्पन्नत्वात्, यदा त्वशोकप्रधानं वनमिति विवक्षया प्रयोगस्तदा श्रमणसङ्घ इत्यादिवद् व्यवहारसत्यताऽपि न विरुध्यत इत्याभाति । ___ असत्यामृषाऽपि विप्रलिप्सादिपूर्विकाऽसत्य एव, अन्या च सत्य एवान्तर्भवति । तदुक्तं पञ्चसंग्रहटीकायामेव-“इदमपि व्यवहारनयमतापेक्षया द्रष्टव्यम्, अन्यथा विप्रतारणादिबुद्धिपूर्वकमसत्येऽन्तर्भवति, अन्यस्तु સત્યે” (પં. સં.) રૂતિ પાછા . ટીકાર્ય :રીત્યુપર્શને ... રૂત્તિ | ગાથામાં ‘ન્ટિ' ઉપદર્શનમાં છે કોઈકને બોધ કરાવવા અર્થે સન્મુખ