________________
૮૧
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૭, ૧૮ તેથી બાધ થશે નહિ. માટે નિશ્ચયનયના મતે પણ તે ભાષાને સત્ય સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અશોકવન એ પ્રકારે બે પદો પાસે રહેલાં હોય ત્યારે વનના એકદેશમાં અશોકનો અન્વય થઈ શકે નહિ. માટે શાબ્દબોધની મર્યાદા અનુસાર વૃક્ષના પૂર્ણ સમૂહમાં તેનો અન્વય કરવો પડે. તેથી તે ભાષાનો મૃષામાં જ અંતર્ભાવ કરવો પડે.
વળી કોઈ પુરુષ અશોકપ્રધાન વન એ પ્રકારની વિવક્ષાથી આ અશોકવન છે, એ પ્રકારે કહે તો શ્રમણપ્રધાન સંઘ ઇત્યાદિ પ્રયોગની જેમ વ્યવહારથી સત્યતા પણ અશોકવનમાં વિરોધ પામતી નથી એમ ગ્રંથકારશ્રીને ભાસે છે અર્થાત્ શ્રમણપ્રધાન સંઘમાં સાધુ-સાધ્વી મુખ્ય છે અને શ્રાવક-શ્રાવિકા ગૌણ છે તેમ અશોકપ્રધાન વનમાં અશોકવૃક્ષ મુખ્ય છે, અન્ય વૃક્ષો ગૌણ છે. માટે તે વચનપ્રયોગરૂપ વ્યવહારને સત્યભાષારૂપે સ્વીકારવામાં વિરોધ નથી એમ ગ્રંથકારશ્રીને ભાસે છે.
અહીં પંચસંગ્રહની ટીકામાં અશોકવનને અસત્યમાં જ અંતર્ભાવ કર્યો છે તેથી ગ્રંથકારશ્રી કહે છે કે અશોકપ્રધાન’ એ પ્રકારની વિવક્ષાથી તેને વ્યવહારથી સત્ય સ્વીકારવામાં વિરોધ નથી તેમ જણાય છે.
વળી અસત્યામૃષારૂપ ચોથી ભાષા પણ નિશ્ચયનયની દૃષ્ટિથી બોલનાર પુરુષ બીજાને ઠગવાના આશયથી કે માન આદિ કષાયને વશ થઈને કહે તો તે અસત્યભાષા જ છે. જેમ કોઈને કહે કે ઘડો લાવ એ વચન બોલવા પ્રત્યે પોતાના આધિપત્ય આદિનો ભાવ હોય તો તત્ત્વની પ્રાપ્તિનું કારણ નથી માટે અસત્ય જ છે. કોઈ મહાત્મા ઉચિત વિવેકપૂર્વક શાસ્ત્રમર્યાદા અનુસાર શિષ્ય આદિને ઘડો લાવ ઇત્યાદિ વચન કહે ત્યારે તે વચનપ્રયોગમાં પણ શિષ્યનું હિત થાય તેવો નિર્મળ આશય હોય છે. તેથી ત્યાં ઇચ્છાકારસામાચારીનું પાલન અવશ્ય હોય છે. બીજાને આજ્ઞા કરવાના માનપરિણામને વશ તે ભાષા બોલાયેલી નથી પરંતુ શિષ્ય સ્વ-ઇચ્છાપૂર્વક ઉચિત વિનયના સંપાદન અર્થે કે નિર્જરાની પ્રાપ્તિ અર્થે વિધિપૂર્વક તે ક્રિયા કરે તેવો બોધ કરાવવા અર્થે સાધુ તે ભાષા બોલે છે, તેથી તે સત્યભાષામાં જ અંતર્ભાવ પામે છે, આથી જ સંસારી જીવો પુત્ર આદિને કે અન્ય કોઈને આજ્ઞા કરતા હોય ત્યારે ઠગવાની ઇચ્છા ન હોય તોપણ તે પ્રકારના માન આદિ કષાયવશ તે ભાષા બોલતા હોય છે કે તે પ્રકારની સાવદ્ય પ્રવૃત્તિનું કારણ બને તેવી ભાષા બોલતા હોય છે, તેથી નિશ્ચયનયથી સંસારી જીવોની તે ભાષા અસત્યમાં જ અંતર્ભાવ પામે છે. ll૧ના અવતરણિકા -
उक्तार्थे सूत्रोपष्टम्भमाह - અવતરણિયાર્થઃઉક્ત અર્થમાં=“
નિશ્ચયથી અસત્યામૃષાભાષા વિપ્રલિપ્સા આદિપૂર્વકકબીજાને ઠગવાની ઈચ્છા આદિપૂર્વક હોય તો અસત્યમાં અંતર્ભાવ પામે છે અને અત્યભાષા સત્યમાં અંતર્ભાવ પામે છે” એ રૂપ ઉક્ત અર્થમાં, સૂત્રના ઉપખંભને કહે છે પ્રજ્ઞાપતાના વચનથી પુષ્ટિ કરે છે –